Glowing Skin: ચહેરા પર મોંઘી ક્રીમને બદલે આ 5 સસ્તી વસ્તુઓનો ઉપયોગ કરો, રાતોરાત ત્વચા પર દેખાશે ચમક

How to get glowing skin: ત્વચા પર જો નેચરલ નિખાર લાવવો હોય તો નેચરલ વસ્તુઓ પર જ આધાર રાખવો જોઈએ. આજે તમને આવી જ કેટલીક નેચરલ અને ઘરમાં રહેલી વસ્તુઓ વિશે જણાવીએ જેનો ઉપયોગ કરવાથી ત્વચાની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. આ વસ્તુઓના જ ઉપયોગથી મોંઘી બ્યુટી પ્રોડક્ટ બની હોવાનો દાવો કરવામાં આવે છે. તેવામાં જો તમે આ વસ્તુઓ ડાયરેક્ટ જ ચહેરા પર અપ્લાય કરો તો તેનાથી ફાયદો ઝડપથી થાય છે. 

Glowing Skin: ચહેરા પર મોંઘી ક્રીમને બદલે આ 5 સસ્તી વસ્તુઓનો ઉપયોગ કરો, રાતોરાત ત્વચા પર દેખાશે ચમક

How to get glowing skin: આમ તો કહેવાય છે કે વ્યક્તિનું મન સુંદર હોવું જોઈએ. પરંતુ આજના સમયમાં ચહેરાની સુંદરતા પણ ખૂબ જરૂરી છે. લોકો સૌથી પહેલા તમારા દેખાવથી જ તમને જજ કરે છે. તેથી જ હેલ્ધી અને ગ્લોઈંગ સ્કીન માટે લોકો મોંઘા મોંઘા પ્રોડક્ટનો પણ ઉપયોગ કરતા હોય છે. સાથે જ સ્કીન કેર પર પણ હજારો રુપિયા ખર્ચે છે. 

ખરાબ જીવનશૈલી અને અનહેલ્ધી ખોરાકની અસર સ્કીન પર પણ થાય છે. સ્કીન પર થયેલી અસરને દુર કરવા લોકો સુંદરતા વધારતા બ્યુટી પ્રોડક્ટ પણ વાપરે છે. પરંતુ કેટલીક વાર આવા પ્રોડક્ટ પરેશાની વધારી દેતા હોય છે કારણ કે જેવો દાવો કર્યો હોય તેવું રિઝલ્ટ ઘણા લોકોને મળતું નથી. આવા પ્રોડક્ટ કેમિકલયુક્ત હોય છે અને તે મોંઘા પણ હોય છે. તેથી વારંવાર તેની પાછળ ખર્ચ કરવો બધાને પરવળે તેમ ન પણ હોય.

જો કે એક્સપર્ટ પણ જણાવે છે કે ત્વચા પર જો નેચરલ નિખાર લાવવો હોય તો નેચરલ વસ્તુઓ પર જ આધાર રાખવો જોઈએ. આજે તમને આવી જ કેટલીક નેચરલ અને ઘરમાં રહેલી વસ્તુઓ વિશે જણાવીએ જેનો ઉપયોગ કરવાથી ત્વચાની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. આ વસ્તુઓના જ ઉપયોગથી મોંઘી બ્યુટી પ્રોડક્ટ બની હોવાનો દાવો કરવામાં આવે છે. તેવામાં જો તમે આ વસ્તુઓ ડાયરેક્ટ જ ચહેરા પર અપ્લાય કરો તો તેનાથી ફાયદો ઝડપથી થાય છે. 

ત્વચાની સુંદરતા વધારતી નેચરલ વસ્તુઓ

કાચું દૂધ

સુંદરતા રાતોરાત વધારવી હોય તો કાચા દૂધનો ઉપયોગ શરુ કરો. કાચા દૂધમાં એવા ગુણ હોય છે જે નેચરલ ગ્લો વધારે છે. કાચું દૂધ સવારે અને સાંજે 20 મિનિટ માટે ચહેરા પર લગાવવું જોઈએ.

હળદર

હળદર સ્કીન પર ગ્લો લાવવાની સાથે સ્કીન પ્રોબ્લેમને પણ દુર કરે છે. કાચા દૂધમાં તમે ચપટી હળદર ઉમેરીને લગાવી શકો છો. તેનાથી તડકાના કારણે ત્વચા પર થયેલું ટેનિંગ પણ દુર થાશે. ચણાના લોટમાં હળદર ઉમેરીને પણ ફેસપેક બનાવી શકાય છે. 

મધ

સ્કીન માટે મધ સૌથી બેસ્ટ વિકલ્પ છે. તેનાથી સ્કીન સંબંધિત સમસ્યા દુર થાય છે. મધનો ઉપયોગ ડાયરેક્ટ પણ કરી શકાય છે અને ચણાના લોટમાં મધ ઉમેરીને પણ તેને લગાડી શકાય છે. 

પપૈયું

પપૈયું ખાવાથી તો ફાયદો થાય જ છે. પરંતુ તેને ચહેરા પર લગાવી પણ શકાય છે. પાકા પપૈયાની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવાથી ચહેરાની સુંદરતા વધે છે. તમે સવારે અને સાંજે એમ દિવસમાં 2 વખત પપૈયું ચહેરા પર લગાવી શકો છો. 

એલોવેરા

ત્વચાની સુંદરતા વધારવા માટે એલોવેરાનો ઉપયોગ સદીઓથી થાય છે. એલોવેરા જેલ ચહેરા પર લગાડવાથી ચહેરાની સુંદરતા વધે છે અને ત્વચાની સમસ્યાઓ પણ દુર થાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news