Biotin Rich Food: ખરતાં વાળના કારણે માથાના હાલ છે આવા ? તો આજથી બાયોટિનથી ભરપુર આ વસ્તુઓ ખાવાનું કરો શરુ

Biotin Rich Food: જો શરીરમાં બાયોટિન ઓછું હોય તો વાળ વધારે કરવા લાગે છે અને માથામાં ટાલ પણ પડવા લાગે છે. વાળની સુંદર અને સ્વસ્થ બનાવવા માટે તેનું ધ્યાન રાખવાની સાથે વાળની મજબૂતી જાળવી રાખવા માટે બાયોટિન યુક્ત આહાર લેવો જરૂરી છે.

Biotin Rich Food: ખરતાં વાળના કારણે માથાના હાલ છે આવા ? તો આજથી બાયોટિનથી ભરપુર આ વસ્તુઓ ખાવાનું કરો શરુ

Biotin Rich Food: શરીરને સ્વસ્થ રાખવા માટે અલગ અલગ પ્રકારના પોષક તત્વોની જરૂર હોય છે. શરીરના સ્નાયુથી લઈને માથાના વાળનો ગ્રોથ પણ વધારવો હોય તો જરૂરી વિટામીન, મિનરલ્સ શરીરને મળતા રહે તે સુનિશ્ચિત કરવું પડે છે. આજના સમયમાં મોટાભાગના લોકોને વાળની સમસ્યા રહેતી હોય છે. વાળની સમસ્યા થવાનું મુખ્ય કારણ બાયોટિનની ઉણપ હોય છે. વાળ સ્વસ્થ અને મજબૂત રહે તે માટે પ્રોટીન સાથે બાયોટિનની પણ જરૂર હોય છે. 

જો શરીરમાં બાયોટિન ઓછું હોય તો વાળ વધારે કરવા લાગે છે અને માથામાં ટાલ પણ પડવા લાગે છે. વાળની સુંદર અને સ્વસ્થ બનાવવા માટે તેનું ધ્યાન રાખવાની સાથે વાળની મજબૂતી જાળવી રાખવા માટે બાયોટિન યુક્ત આહાર લેવો જરૂરી છે. જો તમે વાળને મજબૂત બનાવવા માંગો છો તો આજથી જ બાયોટિન યુક્ત આ વસ્તુઓનું સેવન શરૂ કરી દો. 

એક રિસર્ચ અનુસાર બાયોટિન વાળના વિકાસમાં સહાયક છે. શરીરમાં બાયોટિનની ઉણપ હોય તો ઘણી બધી સમસ્યાઓ થાય છે. જેમકે વાળ વધારે ખરે છે, વાળ તૂટે છે, વાળના મૂળ નબળા થઈ જાય છે, સ્કેલ્પ ડ્રાય થઈ જાય છે વગેરે. જો આવી સમસ્યા રહેતી હોય તો દૈનિક આહારમાં બાયોટિન યુક્ત આ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. આ વસ્તુઓમાં બાયોટિન સૌથી વધુ હોય છે. 

બાયોટિનથી ભરપુર આહાર

ઈંડા  

ઈંડા વિટામીન બી, પ્રોટીન આયરન અને ફોસ્ફરસ થી ભરપૂર હોય છે. ઈંડાની જરદીમાં બાયોટિન સૌથી વધારે હોય છે. એક બાફેલા ઈંડા માંથી લગભગ 10 એમસીજી બાયોટિન મળે છે. શરીરમાં બાયોટિનની ઉણપ હોય તો ઈંડાનું સેવન કરવું જોઈએ. 

કઠોળ અને દાળ 

વટાણા સહિતના કઠોળ અને દાળ પણ પ્રોટીન ફાઇબર અને પોષક તત્વથી ભરપૂર હોય છે. કઠોળ અને દાળમાંથી પણ બાયોટિન સારા એવા પ્રમાણમાં મળે છે. દૈનિક આહારમાં કઠોળ અને દાળનો સમાવેશ કરવાથી શરીરને જરૂરી બાયોટિન મળી રહે છે. 

મગફળી 

બાયોટિનનો સૌથી સારો સોર્સ મગફળી અને સોયાબીન છે. આ વસ્તુઓને ડાયટમાં સામેલ કરવાથી સૌથી વધુ બાયોટિન મળશે. 28 ગ્રામ શેકેલી મગફળીમાંથી 5 એમસીજી બાયોટીન મળે છે. 

ડ્રાયફ્રુટ અને બીજ 

બાયોટિનની ઉણપ દૂર કરવી હોય તો દૈનિક આહારમાં મર્યાદિત માત્રામાં નટ્સ પણ લેવા જોઈએ. સાથે વિવિધ પ્રકારના બીનું સેવન પણ કરવું જોઈએ અલગ અલગ પ્રકારના બીજ અને નટ્સથી શરીરને પૂર્તિ માત્રામાં બાયોટિન મળે છે જેનાથી વાળ મજબૂત થાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news