પત્નીએ નપુંસક કીધું તો મરદાનગી સાબિત કરવા પતિએ સાળાને મોકલ્યો વાંધાજનક વીડિયો, હવે સાસરીમાં હોબાળો

આ આખો મામલો બદાઉનના બિસૌલીના દાવતોરી ગામનો હોવાનું કહેવાઈ રહ્યું છે. અહીં રહેતી એક યુવતીના લગ્ન બરેલીના આમલા વિસ્તારમાં 3 મહિના પહેલા થયા હતા. લગ્નને ત્રણ મહિના જ થયા હતા.

પત્નીએ નપુંસક કીધું તો મરદાનગી સાબિત કરવા પતિએ સાળાને મોકલ્યો વાંધાજનક વીડિયો, હવે સાસરીમાં હોબાળો

નવી દિલ્લીઃ ખરેખર ઘણા એવા કેસો બહાર આવે છે જે સાંભળીને તમને પણ નવાઈ લાગે. પતિને જેવી ખબર પડી કે તેની પત્નીએ તેને નપુંસક હોવાનું કહ્યું છે, તે પછી પતિએ એક વાંધાજનક વીડિયો બનાવ્યો અને તેના પુરાવા તરીકે તેના સાળાને મોકલી દીધો. હવે સાસરીમાં બબાલ મચી ગઈ છે. યુપીના બદાઉન જિલ્લાના બિસૌલી કોતવાલી વિસ્તારમાંથી એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક પરિણીત મહિલાએ તેના પતિને નપુંસક હોવાનું કહ્યું, જેના પછી પતિએ આપત્તિજનક વીડિયો બનાવીને સાસરીમાં મોકલી આપ્યો હતો. પરિણીત મહિલાએ હવે તેના પતિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી છે.

આ આખો મામલો બદાઉનના બિસૌલીના દાવતોરી ગામનો હોવાનું કહેવાઈ રહ્યું છે. અહીં રહેતી એક યુવતીના લગ્ન બરેલીના આમલા વિસ્તારમાં 3 મહિના પહેલા થયા હતા. લગ્નને ત્રણ મહિના જ થયા હતા. યુવતી તેના સાસરે બે દિવસ જ રહી હશે અને તેના પિયરના ઘરે આવતી રહી હતી. લગ્નના બે મહિના પછી પત્નીએ પતિની મર્દાનગી પર સવાલ ઉઠાવ્યા.

દહેજના ત્રાસની ફરિયાદ નોંધાવી-
પત્નીના કહેવા મુજબ તેનો પતિ નપુંસક છે અને તેના કારણે તેણે પતિના ઘરે જવાની ના પાડી દીધી છે. આ સાથે તેણે કોર્ટમાં દહેજ માટે સતામણીનો આરોપ લગાવીને ફરિયાદ કરી હતી. દરમિયાન, જ્યારે પતિને ખબર પડી કે તેની પત્ની તેને તેના પિયરના ઘરે નપુંસક કહી રહી છે, ત્યારે તે ચોંકી ગયો. આ પછી તેણે વાંધાજનક વિડિયો બનાવ્યો અને તેના સાળાને મોકલી દીધો.

ગામમાં ચર્ચાનું બજાર ગરમ-
આ વીડિયો જોતાં જ તેના સાસરિયાંમાં હંગામો મચી ગયો હતો અને વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ હતી. વીડિયો સામે આવ્યા બાદ પરિણીત મહિલાના પરિવારમાં વિવાદ શરૂ થયો હતો. હવે આ સમગ્ર મામલે મહિલા પર સવાલો ઉઠવા લાગ્યા છે. ત્યારે આવા અનોખા કિસ્સા બાદ ગામમાં ચર્ચાઓનું બજાર ગરમાયું છે. લોકો પતિ-પત્ની વચ્ચે વિવિધ પ્રકારના ઝઘડાની ચર્ચા કરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news