How To Choose Mangoes: ઉપરથી કેસરી દેખાતી કેરી ખરેખર મીઠી અને પાકેલી છે કે નહીં.. જાણો આ ટ્રિકની મદદથી

How To Choose Mangoes: કેરી કોઈપણ રીતે ખાવી હોય પરંતુ જો તેનો સ્વાદ વધારે ખાટો હોય તો મજા આવતી નથી. બજારમાં જ્યારે કેરી ખરીદવા જઈએ ત્યારે બધી જ કેરી એકદમ કેસરી અને પાકેલી દેખાય છે. પરંતુ બધી જ કેરી મીઠી અને પાકેલી હોતી નથી. તો પછી મીઠી કેરીની પસંદગી કેવી રીતે કરવી ? 

How To Choose Mangoes: ઉપરથી કેસરી દેખાતી કેરી ખરેખર મીઠી અને પાકેલી છે કે નહીં.. જાણો આ ટ્રિકની મદદથી

How To Choose Mangoes: કેરીની સીઝન શરૂ થઈ ગઈ છે અને બજારમાં મોઢામાં પાણી આવી જાય તેવી કેરી દેખાવા લાગી છે. કેરી એવું ફળ છે જે નાના મોટા સૌ કોઈને ભાવે છે. આખા વર્ષ દરમિયાન ઉનાળામાં જ કેરી ખાવા મળે છે. તેથી કેરી બજારમાં દેખાવાની શરૂ થાય ત્યારથી જ લોકો ખાવાની શરૂઆત કરી દેતા હોય છે. પરંતુ ઘણી વખત એવું થાય કે જે કેરીને બહારથી જોઈને મીઠી સમજી લેવામાં આવે તે હકીકતમાં ખાટી નીકળે. જો તમારી સાથે પણ આવું થતું હોય તો ચાલો આજે તમને એક એવી ટ્રિક જણાવીએ જેની મદદથી તમે દર વખતે મીઠી કેરી પસંદ કરી શકો છો.

આ પણ વાંચો: 

ઉનાળાની શરૂઆત થાય એટલે દરેક ઘરમાં અલગ અલગ રીતે કેરી ખાવાની શરૂઆત થઈ જાય છે. ઘણા કેરીના ટુકડા કરીને ખાય છે તો કેટલાક લોકો કેરીનો રસ બનાવે છે. કેરી કોઈપણ રીતે ખાવી હોય પરંતુ જો તેનો સ્વાદ વધારે ખાટો હોય તો મજા આવતી નથી. બજારમાં જ્યારે કેરી ખરીદવા જઈએ ત્યારે બધી જ કેરી એકદમ કેસરી અને પાકેલી દેખાય છે. પરંતુ બધી જ કેરી મીઠી અને પાકેલી હોતી નથી. તો પછી મીઠી કેરીની પસંદગી કેવી રીતે કરવી ? 

- જો તમારે મીઠી અને પાકેલી કેરી લેવી હોય તો કેરીને સૂંઘીને ચેક કરો. કેરી મીઠી હશે તો તેમાંથી સુગંધ આવતી હશે. આજ સુગંધ અનાનસ કે શક્કરટેટી જેવી મીઠી લાગે છે. 

- કેરી ખરીદી વખતે એ વાતનું પણ ધ્યાન રાખવું કે મીઠી અને પાકેલી કેરી ઉપરથી સોફ્ટ લાગે છે. એટલે કે તમે કેરીને હાથમાં લઈને તેના પર આંગળી ફેરવશો તો તે મુલાયમ લાગશે. જ્યારે કેરી કાચી હશે તો તે કડક લાગશે.

- જ્યારે તમે કેરીના હાથમાં લઈને સુંઘો છો તો તમે જાણી જશો કે કેરી રસાયણથી પકાવેલી છે કે કુદરતી રીતે પાકેલી. કુદરતી રીતે પાકેલી કેરીમાંથી મીઠી સુગંધ આવશે જ્યારે રસાયણથી પકાવેલી કેરીમાં કેમિકલ અથવા તો દવા જેવી સ્મેલ આવશે.

- આ સિવાય ઘણી કેરીનું પ્રકાર જ એવો હોય છે કે તે ઉપરથી લીલી દેખાતી હોય પરંતુ અંદરથી પાકેલી હોય. તેથી કેરી કયા પ્રકારની છે તે જાણીને તેની ખરીદી કરો. કેટલી કેરી ઉપરથી લીલી છાલની હોય છે તેમ છતાં પાકેલી અને મીઠી હોય છે. 

- કેરી લેતા હોય ત્યારે ગોળાકાર દેખાતા ફળ લેવા જોઈએ. સામાન્ય રીતે ગોળાકાર દેખાતા કેરીના ફળ પાતળા અને પોચા પડેલા ફળ કરતાં વધારે મીઠા હોય છે.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news