કુંવારી યુવતીઓના ખૂનથી ન્હાતી હતી આ મહિલા, જેના માટે 600ની બલિ ચઢાવી

કુંવારી યુવતીઓના ખૂનથી ન્હાતી હતી આ મહિલા, જેના માટે 600ની બલિ ચઢાવી
  • એલિઝાબેથને સુંદર યુવતીઓથી નફરત હતી અને તે હંમેશા તેઓને નુકસાન પહોંચાડતી રહેતી. એટલુ જ નહિ, તે તેમનું ખૂન ચૂસીને સ્નાન પણ કરતી હતી

મીડિયા/બ્યૂરો :14 ફેબ્રુઆરી, 1556ના રોજ અકબરે દિલ્હીનું સિંહાસન સંભાળ્યું, શાસન બહુ જ સારુ ચાલી રહ્યું હતું. તેના ચાર વર્ષ બાદ 1560 માં હંગેરીના એક ઘરમાં એક યુવતીનો જન્મ થયો, જે ભારતથી 6000 કિમી દૂર હતી. તેનુ નામ એલિઝાબેથ બાથરી Elizabeth Bathory) રાખવામાં આવ્યું, જે બાદમાં ઈતિહાસની સૌથી મોટી મહિલા હત્યારી (female murderer) બની. માત્ર 15 વર્ષની ઉંમરમાં તેણે પહેલો ગુનો કર્યો હતો. 

સુંદર યુવતીથી નફરત કરતી હતી
એલિઝાબેથને સુંદર યુવતીઓથી નફરત હતી અને તે હંમેશા તેઓને નુકસાન પહોંચાડતી રહેતી. એટલુ જ નહિ, તે તેમનું ખૂન ચૂસીને સ્નાન પણ કરતી હતી. જેથી તે યુવા બની રહેતી. પોતાની સુંદરતા બનાવી રાખવા માટે તેણે 600 થી વધુ યુવતીઓને મારી નાંખી હતી. આ કારણે એલિઝાબેથને ઇતિહાસની સૌથી ભયાનક મહિલા કાતિલ માનવામાં આવે છે. 

પરિવાર પણ તેની મદદ કરતો
એલિઝાબેથ જ નહિ, પરંતુ તેના માતિપિતા અને અન્ય સંબંધીઓ પણ એટલા ક્રુર હતા કે, બાળપણથી જ તે જોતી કે તેનો પરિવાર ગરીબ લોકોની પીટાઈ કરતો હતો. કહેવાય છે કે, એલિઝાબેથે પોતાના કાકા પાસેથી ક્રુરતાના પાઠ અને કાકી પાસેથી અત્યાચાર કરવાનું શીખ્યું હતું. 

પતિ પણ એવો જ મળ્યો
એલિઝાબેથ બાથરીના લગ્ન 15 વર્ષની ઉંમરમાં ફેરેન્ક બીજા નાડાસ્કી નામની એક વ્યક્તિ સાથે થયા હતા. જે 19 વર્ષનો હતો. તે તુર્કની વિરુદ્ધ થયેલા યુદ્ધમાં હીરો હતો. એલિઝાબેથ પોતાના પતિની સામે સુંદર માસુમ યુવતીઓનું રક્ત વહાવતી તી. કુંવારી યુવતીઓને મારવાનુ તેનો શોખ બની ગયો હતો. એલિઝાબેથને ત્રણ દીકરીઓ અને એક દીકરો હતો. 1604 માં 48 વર્ષની વયે તેના પતિનુ મૃત્યુ થયું હતું. તેના બાદ તે સ્લોવેકિયા જતી રહી હતી. હત્યા કરવા અને યુવતીઓ પર અત્યાચાર કરવા માટે તેણે નોકર પણ રાખ્યા હતા. 

આવી રીતે શરૂ થયો હતો સિલસિલો
એકવાર એક યુવતી એલિઝાબેથને તૈયાર કરવામાં મદદ કરી રહી હતી, ત્યારે ભૂલથી તેણે એલિઝાબેથના વાળ ખેંચી નાંખ્યા હતા. એલિઝાબેથે તેને એટલા જોરથી થપ્પડ માર્યો કે તેના ચહેરા પરથી રક્ત નીકળવા લાગ્યો હતો. આ રક્ત તેના હાથમાં લાગી ગયું હતુ. એ રાત્રે એલિઝાબેથે અનુભવ્યુ કે, તેના હાથના જે ભાગમાં યુવતીનુ રક્ત લાગ્યું હતું, ત્યાં તેની સ્કીન વધુ યુવા બની ગઈ છે. બસ, તેને ત્યારથી યુવા બનવાનો ચસ્કો લાગ્યો હતો. તેણે કુંવારી યુવતીઓના રક્તથી સ્નાન કરવાનુ શરૂ કર્યું હતું. તેથી તે હત્યા કરવા લાગી હતી. 

આ જ કારણે તેના મહેલમાં આવનારી યુવતીઓ ક્યારેય જીવિત પરત ફરતી ન હતી. તે હંમેશા ગરીબ યુવતીઓને જ બોલાવતી, જે પ્રભાવશાળી હોવાથી કોઈ તેને ના ન પાડી શક્તુ. 

600 યુવતીઓની હત્યા, છતા કંઈ ન થયું
તપાસમાં એલિઝાબેથના નોકરોએ રોમાંચક વાતો કરી હતી. અનેક કિસ્સા સંભળાવ્યા હતા. એલિઝાબેથ અને તેના નોકરો પર 80 હત્યા કરવાનો આરોપ સાબિત થયો, જ્યારે કે પુરાવા 600 થી વધુ હત્યાઓના હતા. પરંતુ એલિઝાબેથ શાહી પરિવારમાંથી આવતી હતી, અને તે સમયે શાહી પરિવારના લોકોને ફાંસી પર લટકાવવાની જોગવાઈ ન હતી. તેથી તેને એક રૂમમાં બંધ કરી દેવાઈ હતી. સાડા ત્રણ વર્ષ બાદ રૂમમાં બંધ રહ્યા બાદ તેનુ મોત નિપજ્યુ હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news