SBI Recruitment 2023: SBI માં નીકળી બંપર ભરતી! અરજી સંલગ્ન તમામ વિગતો એક ક્લિક પર જાણો

SBI Clerk Recruitment 2023: બેંકમાં જોબનું સપનું જોતા યુવાઓ માટે મહત્વના સમાચાર છે. એસબીઆઈએ 8 હજારથી વધુ જૂનિયર એસોસિએટ (કલાર્ક) પદો પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પદો પર અરજીની પ્રક્રિયા 17 નવેમ્બર 2023થી શરૂ થઈ રહી છે. અરજી કરવા માટે ઉમેદવારોએ સ્ટેટ બેંકની અધિકૃત વેબસાઈટ પર જવું પડશે. 

SBI Recruitment 2023: SBI માં નીકળી બંપર ભરતી! અરજી સંલગ્ન તમામ વિગતો એક ક્લિક પર જાણો

બેંકમાં જોબનું સપનું જોતા યુવાઓ માટે મહત્વના સમાચાર છે. એસબીઆઈએ 8 હજારથી વધુ જૂનિયર એસોસિએટ (કલાર્ક) પદો પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પદો પર અરજીની પ્રક્રિયા 17 નવેમ્બર 2023થી શરૂ થઈ રહી છે. અરજી કરવા માટે ઉમેદવારોએ સ્ટેટ બેંકની અધિકૃત વેબસાઈટ પર જવું પડશે. એસબીઆઈએ નોટિફિકેશન બહાર પાડીને ક્લેરિકલ કેડરમાં જૂનિયર એસોસિએટ પદોની ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. કુલ 8238 જગ્યા છે. જેમાંથી 3515 જનરલ માટે, એસસી માટે 1284, એસટી માટે 748, ઓબીસી માટે 1919 અને ઈડબલ્યુએસ માટે 817 જગ્યા અનામત છે. 

જગ્યાઓ માટે ઓનલાઈન અરજીની વાત કરીએ તો તેની શરૂઆત 17 નવેમ્બરથી શરૂ થઈ છે અને 7 ડિસેમ્બર 2023 સુધી આ અરજી કરી શકાશે. ઉમેદવાર ફક્ત એક  રાજ્ય માટે જ અરજી કરી શકે છે. આ સાથે જ તમને તે રાજ્યની સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે. 

કોણ ભરી શકે ફોર્મ
એસબીઆઈ ક્લાર્ક ભરતી માટે ગ્રેજ્યુએટ ઉમેદવારો અરજી કરી શકે છે. આ સાથે જ જે વિદ્યાર્થીઓ લાસ્ટ યરમાં હોય તે પણ અરજી કરવા પાત્ર છે. આ ઉપરાંત ઉમેદવારોની ઉંમર 20 થી 28 વર્ષ હોવી જોઈએ. વધુમાં વધુ વય મર્યાદામાં અનામત કેટેગરીના વિદ્યાર્થીઓને છૂટ આપવામાં આવશે. 

પસંદગી પ્રક્રિયા
એસબીઆઈ ક્લાર્ક  ભરતી હેઠળ ઉમેદવારોએ પ્રિલિમ્સ અને મેઈન પરીક્ષા ક્લિયર કરવી પડશે. પ્રિલિમ્સ પરીક્ષા 100 અંકની રહેશે. જ્યારે મેઈન્સ પરીક્ષામાં 200 અંકના 190 પ્રશ્ન હશે. 100 અંકની વસ્તુનિષ્ઠ પરીક્ષા ઓનલાઈન આયોજિત કરાશે. આ પરીક્ષા એક કલાકની હશે જેમાં 3 ભાગ રહેશે.- અંગ્રેજી ભાષા, સંખ્યાત્મક ક્ષમતા અને તર્ક ક્ષમતા. પ્રિલિમ્સ પાસ કરનારાને મેઈન એક્ઝામ માટે બોલાવવામાં આવશે. મેઈનમાં પાસ થનારા લોકોને ઈન્ટરવ્યુમાં માટે બોલાવવામાં આવશે. ત્યારબાદ ફાઈનલ પરિણામ જાહેર કરાશે. 

અરજી ફી
જનરલ કેટેગરીના ઉમેદવારોએ અરજી કરવા માટે 750 રૂપિયા ફી ભરવી પડશે. જ્યારે અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને પીડબલ્યુડી વર્ગ (PWD) ના ઉમેદવારોને અરજીમાં છૂટ આપવામાં આવી છે. ઉમેદવારો ફી ઓનલાઈન જમા કરી શકશે. 

કેવી રીતે કરવી અરજી
- સૌથી પહેલા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ. 
- હોમપેજ પર જઈને SBI Clert Recruitment 2023 Apply Online પર ક્લિક કરો. 
- અહીં રજિસ્ટ્રેશન કરો, રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ તમારા મોબાઈલના એસએમએસ દ્વારા આવી જશે. 
- Application Form પૂરું ભરો. 
- માંગવામાં આવેલા દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો. 
- અરજી ફીની ચૂકવણી કરીને સબમિટ પર ક્લિક કરો. 
- અરજી ફોર્મને સ્વીકારવામાં આવશે. 
- અરજી ફોર્મની એક કોપી સેવ કરી લો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news