Recruitment 2023: ઓઈલ ઈન્ડિયા લિમિટેડમાં છે નોકરીની બેસ્ટ તક, આ દિવસ પહેલાં કરી લો અરજી

​​OIL Recruitment 2023:  આ ભરતી અભિયાન દ્વારા 187 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેના માટે ઉમેદવારો સત્તાવાર સાઇટની મુલાકાત લઈને 25 એપ્રિલ પહેલાં અરજી કરી શકે છે.

Recruitment 2023: ઓઈલ ઈન્ડિયા લિમિટેડમાં છે નોકરીની બેસ્ટ તક, આ દિવસ પહેલાં કરી લો અરજી

Oil India Limited Recruitment 2023: જો તમે નોકરી શોધી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. ઓઈલ ઈન્ડિયા લિમિટેડે ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ સંસ્થામાં અનેક જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેના માટે ઉમેદવારો અધિકૃત સાઈટ oil-india.com પર જઈને અરજી કરી શકે છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉમેદવારોએ આ ઝુંબેશ માટે છેલ્લી તારીખ 25 એપ્રિલ 2023 પહેલા અરજી કરવી જોઈએ.

આ ભરતી અભિયાન દ્વારા ઓઈલ ઈન્ડિયા લિમિટેડમાં 187 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાં ગ્રેડ 3ની 134 જગ્યાઓ, ગ્રેડ 5ની 43 જગ્યાઓ અને ગ્રેડ 7ની 10 જગ્યાઓ સામેલ છે. જે ઉમેદવારો આ ઝુંબેશ માટે અરજી કરવા માગે છે તેઓ સત્તાવાર સૂચના દ્વારા પાત્રતા ચકાસી શકે છે.

​​OIL Recruitment 2023 : પસંદગી આ રીતે થશે
પસંદગી પ્રક્રિયામાં કોમ્પ્યુટર-આધારિત કસોટીનો સમાવેશ થશે જેમાં લાયકાત ગુણ SC/ST/બેન્ચમાર્ક વિકલાંગ વ્યક્તિઓ (જ્યાં આરક્ષણ લાગુ હોય ત્યાં) માટે ઓછામાં ઓછા 40% ગુણ અને અન્યો માટે ઓછામાં ઓછા 50% ગુણ હશે. કોમ્પ્યુટર આધારિત કસોટીમાં કોઈ નેગેટીવ માર્કિંગ રહેશે નહીં. અંતિમ પસંદગી માત્ર CBTમાં મેળવેલા ગુણના આધારે મેરિટના ક્રમમાં કરવામાં આવશે.

​​OIL Recruitment 2023 : અરજી ફી આટલી ચૂકવવી પડશે
આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે. સામાન્ય/ઓબીસી કેટેગરીના ઉમેદવારોએ ભરતી ઝુંબેશ માટે રૂ. 200 ફી ચૂકવવાની રહેશે.જ્યારે SC/ST/EWS/બેન્ચમાર્ક વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓ/ભૂતપૂર્વ સૈનિક ઉમેદવારોને ઓનલાઇન અરજી ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. ઉમેદવારો ઓનલાઈન મોડ, ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ દ્વારા ઝુંબેશ માટે ચૂકવણી કરી શકે છે.

ઓઇલ ઇન્ડિયા લિમિટેડ ભરતી 2023:
ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થવાની તારીખ: 28 માર્ચ 2023
ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ: 25 એપ્રિલ 2023

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news