ICAI CA Exam: હવે વર્ષમાં 3 વખતે યોજાશે CAની પરીક્ષા, ICAI ની પેટર્નમાં મોટો ફેરફાર

ICAI CA Exam: સીએ ઇન્ટર અને ફાઉન્ડેશનની પરીક્ષામાં મોતો ફેરફાર થયો છે. ICAI એ તેની જાણકારી આપતાં જણાવ્યું કે હવે વર્ષમાં 3 વખત વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે. 

ICAI CA Exam: હવે વર્ષમાં 3 વખતે યોજાશે CAની પરીક્ષા, ICAI ની પેટર્નમાં મોટો ફેરફાર

CA Foundation and Inter Exam Big Announcement: ઈન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડીયા (આઇસીએઆઇ)એ મોટા ફેરફારની જાહેરા કરી છે.   ICAI એ તેની જાહેરાત કરી હતી. નવી ગાઇડલાઇનનું માનીએ તો હવે વર્ષમાં 3 વખત ચાર્ટર્ડ એકાઉન્ટેટ્સ (સીએ) ફાઉન્ડેશન અને ઇન્ટર પરીક્ષાઓ યોજાશે. ઈન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)ના ચેરમેન અનિકેત તલાટીએ GCCIના સંવાદ કાર્યક્રમમાં જણાવ્યું હતું. 

આ કાર્યક્રમ જેમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન હાજર હતા ત્યારે તલાટીએ જણાવ્યું કે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના કોર્ષમાં સતત વધી રહેલી વિદ્યાર્થીઓની સંખ્યાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જે મે 2024થી અમલમાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં આઇસીએઆઇ વર્ષમાં વે વખત સીએ પરીક્ષાની આયોજિત કરવામાં આવતી હતી. પરીક્ષાઓ સામાન્ય રીતે મે-જૂન અને નવેમ્બર-ડીસેમ્બર સત્રમાં આયોજિત કરવામાં આવે છે. 

ICAI ફાઉન્ડેશન એક્ઝામ પેટર્ન
ICAI ફાઉન્ડેશન એક્ઝામ દેશમાં સીએ એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માટે પ્રથમ ફેઝની પરીક્ષા છે. જે વિદ્યાર્થીઓએ કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ધોરણ 12 ની પરીક્ષા પાસ કરી છે, તે ફાઉન્ડેશન પરીક્ષા આપી શકે છે. સીએ ફાઉન્ડેશન પરીક્ષા પાસ કર્યા બાદ બીજા ફેજો ફેજ ઇન્ટરમીડિયટ છે. સીએ ઇન્ટરમીડિયેટ 4-4 સબજેક્ટના બે ગ્રુપ હોય છે. ફાઉન્ડેશન ક્લિયર કર્યા બાદ વિદ્યાર્થી સીએ ઇન્ટરમીડિએટ કોર્સીસ કરવા માટે એલિઝિબલ થઇ જાય છે. ત્યારબાદ સીએ ફાઇનલની પરીક્ષા હોય છે, જે સીએ બનવાનો અંતિમ ફેજ હોય છે. 

3 મેથી શરૂ થશે પરીક્ષાઓ 
સામાન્ય ચૂંટણીઓને કારણે ICAI દ્વારા સુધારેલા કાર્યક્રમ અનુસાર CA ઇન્ટર ગ્રુપ 1 ની પરીક્ષાઓ હવે 3, 5 અને 9 મેના રોજ લેવામાં આવશે. અગાઉ તે 7 મેના રોજ યોજાવાની હતી. ગ્રુપ 2 ની પરીક્ષા 11, 15 અને 17 મેના રોજ લેવામાં આવશે. અગાઉ આ 9, 11 અને 13 મેના રોજ નક્કી કરવામાં આવ્યા હતા. સીએ ફાઇનલ ગ્રુપ 1ની પરીક્ષા 2, 4 અને 8 મેના રોજ લેવામાં આવશે. આ પહેલા 6 મેના રોજ યોજાનાર હતા. ગ્રુપ 2 ની પરીક્ષા 10, 14 અને 16 મેના રોજ લેવામાં આવશે, જે અગાઉ 8, 10 અને 12 મેના રોજ નક્કી કરવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news