Golden Hour સ્કીમ શું છે? ઘાયલોને ફ્રીમાં મળશે કેશલેસ ટ્રીટમેન્ટ, સરકાર કરી શકે છે જાહેરાત

Nitin Gadkari: કેન્દ્રની 'ગોલ્ડન અવર' સ્કીમને યોગ્ય રીતે ચલાવવામાં આવી શકે છે, તેના માટે પહેલાં હરિયાણા અને ચંદીગઢમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે લાગૂ કરવામાં આવશે. 

Golden Hour સ્કીમ શું છે? ઘાયલોને ફ્રીમાં મળશે કેશલેસ ટ્રીટમેન્ટ, સરકાર કરી શકે છે જાહેરાત

What is Golden Hour Treatment: દેશમાં રોડ અકસ્માતમાં થનાર મોતનો આંકડામાં ગત કેટલાક દિવસથી ઘટી ગયો છે. પરંતુ હજુ પણ મોટી સંખ્યામાં લોકોના રોડ અકસ્માતમાં મોત એટલા માટે થાય છે કારણ કે તેમને સમયસર સારવાર મળી શકતી નથી. હવે રોડ પરિવહન મંત્રાલય (MoRTH) રોડ અકસ્માતમાં ઘાયલ લોકોને જલદી જ સારવાર આપવા માટે નવી યોજના લાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. આ સ્કીમને 'ગોલ્ડન અવર' (Golden Hour Treatment) નામ આપવામાં આવ્યું છે. 

શું છે ગોલ્ડન અવર સ્કીમ?
ઇટી નાઉમાં પ્રકાશિત સમાચાર મુજબ, આ યોજના હેઠળ અકસ્માત પછીના પ્રથમ કલાકમાં ઘાયલોને 1.5 લાખ રૂપિયા સુધી અથવા 7 દિવસ સુધી મફત હોસ્પિટલમાં સારવાર (કોઈપણ પૈસા ચૂકવ્યા વિના) મળશે. જો કે, આ બેમાંથી જે પણ ખર્ચ ઓછો હશે, તે માન્ય રહેશે. આ યોજના સંશોધિત મોટર વાહન અધિનિયમ 2019 (MAV2019) નો ભાગ હશે અને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. 'ગોલ્ડન અવર'નો સીધો અર્થ થાય છે કે માર્ગ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને સારવાર માટે શરૂઆતી 60 મિનિટથી છે. 

100 કરોડનું ફંડ બનાવવામાં આવશે
ઇટી નાઉના જણાવ્યા મુજબ સામાન્ય વીમા કંપનીઓ યોજના માટે થર્ડ પાર્ટી પ્રીમિયમના 0.5 ટકા જમા કરશે. આ સાથે લગભગ 100 કરોડ રૂપિયાનું ફંડ બનાવવામાં આવી છે. કેન્દ્રની 'ગોલ્ડન અવર' યોજનાને યોગ્ય રીતે ચલાવવા માટે, તેને પ્રથમ હરિયાણા અને ચંદીગઢમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે લાગુ કરવામાં આવશે. આ યોજના શરૂ કરવાનો સરકારનો ઉદ્દેશ્ય 'ગોલ્ડન અવર' દરમિયાન સારવાર આપીને માર્ગ અકસ્માતમાં મૃત્યુની સંખ્યામાં 50% ઘટાડો કરવાનો છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2022માં દેશમાં માર્ગ અકસ્માતમાં રેકોર્ડ 1.68 લાખ લોકોના મોત થયા હતા.

હાઇવે પર ચાલનાર લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા ગાડીઓના સેફ્ટી ફીચર્સ વધારવા માટે દેશમાં પહેલાંથી જ ઘણા જરૂરી પગલાં ભરવામાં આવ્યા છે. તેના અંતગર્ત ગાડીઓમાં વાહન નિર્માતા કંપનીઓ માટે એબીસ બ્રેક લગાવવી જરૂરી કરી દીધી છે. સાથે જ ગાડીની ગતિ વધુ હોય તો ડ્રાઇવરને એલર્ટ આપવાની સિસ્ટમ, સીટબેલ્ટની યાદ અપાવનાર સિસ્ટમ અને ભારત એનસીએપી (NCAP) ક્રેશ સેફ્ટી રેટિંગ ટેસ્ટ પણ લાગૂ કરી દેવામાં આવ્યો છે. આ સુવિધાને સરકારની મંજૂરી બાદ આયુષ્માન ભારત હોસ્પિટલો દ્રારા શરૂ કરી શકાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news