Weather Update: દેશમાં શીતલહેર વચ્ચે 11 રાજ્યોમાં પડશે ભારે વરસાદ, IMDની ચેતવણી

Weather Update, IMD Rain Alert: ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આસામ અને મેઘાલયમાં ભારે વરસાદ પડશે. સાથે જ ઉત્તર ભારતમાં પણ ઠંડી પડી રહી છે.

Weather Update: દેશમાં શીતલહેર વચ્ચે 11 રાજ્યોમાં પડશે ભારે વરસાદ, IMDની ચેતવણી

નવી દિલ્હીઃ Weather Update, IMD Rainfall alert: ઉત્તર ભારતમાં આકરી ઠંડી પડવા લાગી છે. નોર્થ ઉત્તર પ્રદેશ, નોર્થ રાજસ્થાન, હરિયાણા-ચંદીગઢ, દિલ્હી, પંજાબના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર આ રાજ્યોમાં મિનિમમ તાપમાન છથી 10 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રેકોર્ડ થઈ શકે છે. 

આ સિવાય ઓછામાં ઓછા 11 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ભારતમાં 16 અને 17 ડિસેમ્બર, બે દિવસ ભારે વરસાદ થઈ શકે છે. સબ હિમાયલી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આસામ અને મેઘાલયમાં 13 ડિસેમ્બરે વરસાદ પડશે. આ સિવાય અરૂણાચલ પ્રદેશમાં કરા પડશે. તો 15-17 ડિસેમ્બર વચ્ચે તમિલનાડુ, કેરલ, માહેમાં હળવા વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે સાઉથ તમિલનાડુમાં 16 અને 17 ડિસેમ્બર અને કેરલમાં 17 ડિસેમ્બરે ભારે વરસાદ પડી શકે છે. 

ધૂમ્મસને લઈને હવામાન વિભાગે કહ્યું કે પંજાબ, હરિયાણા, ઉત્તરી ઉત્તર પ્રદેશના વિસ્તારમાં 14 અને 15 ડિસેમ્બરે સવારે ધૂમ્મસ જોવા મળશે. આ સિવાય ત્રિપુરામાં 14 ડિસેમ્બરે ધૂમ્મસ જોવા મળશે. 

શ્રીનગરમાં તાપમાન શૂન્યથી 5.3 ડિગ્રી નીચે પહોંચ્યું
તો શ્રીનગરમાં આ સીઝનની સૌથી ઠંડી રાત જોવા મળી છે. તાશ્મીરમાં શીતલહેર જેવી સ્થિતિ વચ્ચે પાછલી રાત્રે ઘાટીમાં પારો ઘણી ડિગ્રી નીચો રહ્યો. અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે શહેરનું લઘુત્તમ તાપમાન શૂન્યથી 5.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે પાછલી રાત્રે શૂન્યથી 1.5 ડિગ્રી સેલ્સિયસ નીચે હતું. તેમણે કહ્યું કે પાછલી રાત જમ્મુ-કાશ્મીરની શિયાળુ રાજધાની શ્રીનગરમાં આ સીઝનની સૌથી ઠંડી રાત જોવા મળી છે. અધિકારીઓએ જણાવ્યું કે અમરનાથ યાત્રાની આધાર શિબિરોમાં સામેલ અનંતનાગ જિલ્લાના પહલગામમાં લઘુત્તમ તાપમાન શૂન્યથી 5.3 ડિગ્રી સેલ્સિયસ નીચે નોંધાયું, જ્યારે બારામૂલા જિલ્લામાં પ્રસિદ્ધ પર્યટન સ્થળ ગુલમર્ગમાં લઘુત્તમ તાપમાન શૂન્યથી 5.5 ડિગ્રી નોંધાયું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news