Weather Forecast: હવામાન ખાતાની લેટેસ્ટ આગાહીથી પડશે ધ્રાસકો! આ વિસ્તારોમાં આજે કરા સાથે પડી શકે છે વરસાદ 

ઉત્તર પ્રદેશ સહિત દેશના અનેક રાજ્યોમાં આજે વરસાદની સાથે કરા  પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. જાણો હવામાન ખાતાએ ગુજરાત વિશે શું કહ્યું? 

Weather Forecast: હવામાન ખાતાની લેટેસ્ટ આગાહીથી પડશે ધ્રાસકો! આ વિસ્તારોમાં આજે કરા સાથે પડી શકે છે વરસાદ 

ઉત્તર પ્રદેશ સહિત દેશના અનેક રાજ્યોમાં આજે વરસાદની સાથે કરા  પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ યુપી, બિહાર, ઉત્તરાખંડ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ, અને સિક્કિમમાં અલગ અલગ સ્થાનો પર ઝરમર વરસાદની સાથે કરા પડી શકે છે. પંજાબ, હરિયાણા, મધ્ય પ્રદેશ અને કેરળમાં છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે. આગામી 24 કલાક દરમિયાન આ રાજ્યોમાં પવન પણ ફૂંકાવવાની શક્યતા છે. 

આ રાજ્યોમાં ભારે હિમવર્ષાનું એલર્ટ
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ સિક્કીમ, અરુણાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, અને ઉત્તરાખંડમાં ગાજવીજ સાથે હિમવર્ષા અને વરસાદની શક્યતા છે. લદાખમાં છૂટીછવાયી હિમવર્ષા થઈ શકે છે. પહાડી રાજ્યોમાં બરફવર્ષા (64.5-115.5) થવાનું અનુમાન છે. 

યુપીમાં આવું રહેશે હવામાન
યુપી હવામાન વિભાગ દ્વારા  કહેવાયું છે કે આજે જાલૌન, રાયબરેલી, અમેઠી, કાનપુર નગર, સુલ્તાનપુર, અયોધ્યા, બસ્તી, કાનપુર ગ્રામીણ, ઉન્નાવ, લખનઉ, બારાબંકી, બહરાઈચ, ગૌંડા, સિદ્ધાર્થનગર, બલરામપુર, શ્રાવસ્તી, જૌનપુર, આઝમગઢ, સહિત અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. પવન પણ ફૂંકાઈ શકે છે. આ જિલ્લાઓમાં કરાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે. 

રાજસ્થાનના હાલ
આજે રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં હવામાન સૂકું રહવાની સાથે ફક્ત ભરતપુર સંભાગમાં હળવા વરસાદની શક્યતા છે. ત્યારબાદ આગામી ત્રણ ચાર દિવસ હવામાન સામાન્ય રીતે શુષ્ક રહી શકે છે. કેટલાક જિલ્લાઓમાં 30-40 કિમી પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાઈ શકે છે. 

જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા
જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં મંગળવારે ભારે હિમવર્ષા થઈ છે. ગુલમર્ગ, સોનમર્ગ, શોપિયા, ગુરેજ, માછિલ, અને ઘાટીના અન્ય પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ છે. હિમાચલ પ્રદેશના કિલાડ (પાંગી)માં પણ બરફવર્ષા થઈ જ્યારે છિતકુલ અને જલોરી જોતમાં 45 સેમી, કુકુમસેરીમાં 44 સેમી, ગોંદલામાં 39 સેમી બરફ પડ્યો. વિસ્તારમાં હજુ પણ અટકી અટકીને બરફવર્ષા થઈ રહી છે. લાહૌલ અને સ્પીતિ જિલ્લામાં કુલ 165 અને ચંબામાં 52 રોડ પર વાહનવ્યવહાર ઠપ્પ છે. 

ગુજરાતમાં હવામાન
ગુજરાતની વાત કરીએ તો હવામાન ખાતાએ મંગળવારે જણાવ્યું છે કે અમદાવાદમાં લઘુત્તમ તપમાનમાં વધુ ફેરફાર નહી થાય. આગામી સમયમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. પવનની દિશા બદલાતા ઠંડીનો અનુભવ થશે. અમદાવાદમાં 20.4 તાપમાન નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં 18.5 તાપમાન નોંધાયું. ડીસામાં સૌથી ઓછું 15 ડિગ્રી તાપમાન નોંધાયું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news