Weather Forecast: વાવાઝોડાની આગાહી, ભારે વરસાદનું એલર્ટ...આ વિસ્તારોમાં જોવા મળી શકે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ

Heavy Rain Alert: ભારતના અનેક રાજ્યોમાં એકવાર ફરીથી મૂશળધાર વરસાદનો સિલસિલો શરૂ થઈ ગયો છે. આ બધા વચ્ચે હવામાન વિભાગે જાણાકારી આપી છે કે ઉત્તર-પશ્ચિમ ભારતના મોટાભાગના હિસ્સાઓમાં હવામાન ફરીથી એકવાર બગડવાની તૈયારીમાં છે.

Weather Forecast: વાવાઝોડાની આગાહી, ભારે વરસાદનું એલર્ટ...આ વિસ્તારોમાં જોવા મળી શકે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ

ભારતના અનેક રાજ્યોમાં એકવાર ફરીથી મૂશળધાર વરસાદનો સિલસિલો શરૂ થઈ ગયો છે. આ બધા વચ્ચે હવામાન વિભાગે જાણાકારી આપી છે કે ઉત્તર-પશ્ચિમ ભારતના મોટાભાગના હિસ્સાઓમાં હવામાન ફરીથી એકવાર બગડવાની તૈયારીમાં છે. જેના કારણે આગામી 9 ઓક્ટોબર સુધીમાં જમ્મુ કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, અને ઉત્તરાખંડમાં મધ્યમ વરસાદ પડી શકે છે. આ સાથે જ વીજળી પડવાનું અને આંધી તોફાનનું એલર્ટ છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ 8 ઓક્ટોબરના રોજ લેટેસ્ટ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પશ્ચિમ ભારત પર દસ્તક આપશે. તેના પગલે હિમાલયી રાજ્યોમાં હવામાન કરવટ લેશે અને ભારે વરસાદ પડશે. જેની અસર દિલ્હીના હવામાન ઉપર પણ જોવા મળશે. દિલ્હીમાં ઠંડી જલદી આવે તેવા એંધાણ છે. ગુજરાત માટે પણ શું કરાઈ છે આગાહી તે જાણો. 

હવામાન ખાતાએ બુધવારે 8 ઓક્ટોબર સુધીમાં દેશના અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉપ હિમાલયી, પશ્ચિમ બંગાળા અને સિક્કિમના કેટલાક ભાગોમાં અસાધારણ રીતે ભારે વરસાદ થવાની શક્યતા છે. અસમ અને મેઘાલયના કેટલાક ભાગોમાં પણ 6 ઓક્ટોબર એટલે કે આજે ભારેથી અતિભારે વરસાદની સાથે ક્યાંક વધુ ભારે વરસાદની શક્યતા છે. 

આજે ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશના અલગ અલગ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે આંદમાન અને નિકોબાર દ્વિપ સમૂહના કેટલાક ભાગોમાં 8 ઓક્ટોબર સુધી ભારે વરસાદની સ્થિતિ જોવા મળી શકે છે. સ્કાયમેટ વેધરના રિપોર્ટ મુજબ પૂર્વોત્તર ભારત, પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો, ઉત્તર ઓડિશા, ઝારખંડ, બિહાર, ગોવા અને લક્ષદ્વિપમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 

જ્યારે ઉત્તર છત્તીસગઢ, જમ્મુ કાશ્મીર, ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, લદાખ, દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ આંતરિક કર્ણાટક, તમિલનાડુ, અને કેરળમાં હળવા વરસાદની શક્યતા છે. આગામી 24થી 48 કલાક દરમિયાન જમ્મુ કાશ્મીર, લદાખ, ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચમ યુપી, પશ્ચિમ એમપી, ગુજરાત રાજ્ય, પૂર્વ યુપીના કેટલાક ભાગોથી દક્ષિણ પશ્ચિમ ચોમાસું વાપસી માટે પરિસ્થિતિઓ અનુકૂળ થઈ રહી છે. 

શું છે ગુજરાત માટે આગાહી
આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાત માટે આવનારા સમયની ચિંતાજનક આગાહી કરી છે. તેમના કહેવા મુજબ બંગાળના ઉપસાગરમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે અને ડિસેમ્બર સુધી સાયકલોન બનતા રહેશે. 30 સપ્ટેમ્બરથી આ સ્થિતિ જોવા મળશે. 2થી 14 ઓક્ટોબર દરમિયાન મોટું ચક્રવાત સક્રિય થવાનું અનુમાન છે. જેના કારણે ગુજરાતમાં વરસાદ આવી શકે છે. બંગાળના ઉપસાગરમાં ત્રણ ઓક્ટોબર આસાપસ એક સિસ્ટમ સક્રિય થશે. 6થી 9 ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે. ઓક્ટોબરની શરુઆતમાં આ સિસ્ટમના કારણે પૂર્વભાગમાં વરસાદ થશે. એક પછી એક સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ આવી શકે છે.

ખેલૈયાઓ નવરાત્રિની તૈયારી કરી રહ્યાં છે, પરંતું નવરાત્રિમાં વરસાદ પડશે કે નહિ પડે તેની મૂંઝવણ છે. ત્યારે હવે નવરાત્રિને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. નવરાત્રીના પહેલા નોરતે જ ગુજરાતના અનેક સ્થળોઓએ વરસાદની આગાહી છે. 7 ઓક્ટોબર બાદ બંગાળ-અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ બનશે. 7 ઓક્ટોબર બાદ રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતા છે. દશેરા દરમિયાન પણ વરસાદની આગાહી છે.   

2018 જેવું વાવાઝોડું આવશેઃ
વર્ષ 2018માં ગુજરાતમાં ભયંકર વરસાદ બાદ વિનાશક ચક્રાવાતે ભારે વિનાશ વેર્યો હતો. સંખ્યાબંધ લોકોને ત્યારે જાનમાલની નુકસાની પણ વેઠવાનો વારો આવ્યો હતો. આ વખતે ફરી એકવાર અંબાલાલ પટેલે કંઈક એવા જ પ્રકારની આગાહી કરી છે. ખાસ કરીને અંબાલાલ પટેલે જણાવ્યું છેકે,  આ સમયે અરબસાગરમાં પણ એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે. જેનો માર્ગ ઓમાન તરફ જઈ શકે તેવી શક્યતા જો કે તેનો માર્ગ જે તે સમયે જાણી શકાય. બંગાળાનું ચક્રવાત પ્રતીકલાક 150 kmphની ઝડપે ફૂંકવાની શક્યતા છે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે, વાવાઝોડા પહેલા એક પશ્ચિમી વિક્ષેપ આવી રહ્યો છે. આગામી 7થી 10 તારીખમાં આ વિક્ષેપને લીધે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે. કરા પડવાની પણ સંભાવના રહેશે. જેના લીધે ગુજરાતનું હવામાન પલટાશે. ગુજરાતમાં 5થી 7 તારીખમાં વાદળછાયું વાતાવરણ રહેશે. બેવડી ઋતુ રહેવાની શક્યતા રહેશે. સવાર-સાંજ ઠંડા પવનો ફૂંકાશે. જોકે, આ ઠંડી શિયાળાની નહીં હોય. પૂર્વીય દેશો તરફથી બેથી ત્રણ વાવાઝોડા ઉદભવી રહ્યા છે. આ વાવાઝોડા પ્રચંડ સ્વરૂપ લઇને આવી શકે તેમ છે. 

ક્યા-ક્યા થશે વાવાઝોડાની અસરઃ
આ વાવાઝોડાની અસર મધ્યપ્રદેશના ભાગોમાં થઇ ગુજરાતને પણ અસર કરશે. આ વાવાઝોડાના કારણે ગુજરાતના કેટલાક ઉત્તર પૂર્વીય ભાગોમાં થશે. જયારે અરબસાગરમાં 21 સપ્ટેમ્બરથી સમુદ્રમાં હવામાન ફેરફાર થશે. આ ફેરફારને કારણે 4 થી 12 ઓક્ટોબરમાં વાવાઝોડાની અસર શરુ થશે. મુંબઈ, દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે થી અતિભારે વરસાદ પડશે. બંગાળાના ઉપસગારમાં આવનારા વાવાઝોડાને કારણે 27-28-29 સપ્ટેમ્બરે દક્ષીણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. ગુજરાતનાં મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે. 12 થી 20 ઓક્ટોબરમાં બીજું ચક્રવાત બંગલના ઉપસાગરમા ઉભુ થશે.

પ્રથમ વાવાઝોડું તો કદાચ ચીન તરફ જાય. બીજા બે સ્ટ્રોમ બંગાળના ઉપસાગરમાં આવવાની શક્યતા રહેશે. 12થી 15 તારીખમાં આ વાવાઝોડા બંગાળના ઉપસાગરમાં આવવાની શક્યતા રહેશે. 12થી 15 તારીખમાં ચીનના બે સ્ટ્રોમની અસર બંગાળના ઉપસાગરમાં આવવાની શક્યતા રહેશે. અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. આ વાવાઝોડાના લીધે હવામાનમાં ભારે ફેરફાર થશે. બંગાળના ઉપસાગરની અસર પશ્ચિમ પૂર્વીય તરફ રહેવાની શક્યતા રહેશે. 5થી 8 તારીખમાં પવનનો જોર રહેશે. જ્યારે 17થી 20માં ગુજરાતનું હવામાન પલટાવવાની શક્યતા રહેશે. 17થી 19માં અરબ સાગરમાં ભારે પવન ફૂંકાવવાની શક્યતા રહેશે અને બંગાળના ઉપસાગરમાં સ્ટ્રોમ બનવાની શક્યતા રહેશે. આ સ્ટ્રોમ મજબૂત હશે. બન્નેની સંયુકત અસરના લીધે ગુજરાતમાં વાદળવાયું વધશે. વરસાદ થવાની શક્યતા રહેશે. નવરાત્રિના મધ્ય ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે.

રાજ્યમાં વરસાદની આગાહી માટે પ્રખ્યાત અંબાલાલ પટેલે નવરાત્રિને લઈને આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 23 સપ્ટેમ્બરથી સૂર્ય તુલા રાશિમાં હોઈ દક્ષિણ ગોડાર્ળમા જતા ચોમાસાની ધીમે ધીમે પીછે હઠ થતી હોય છે. પરંતુ આ વખતે બંગાળાના ઉપસગાર અને અરબસાગરમાં ચક્રવાત સર્જાતા ચોમાસું મોડું ઉઠશે. 26 સપ્ટેમ્બરથી બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ બનશે, જેના કારણે વરસાદ થશે. 2 જી ઓક્ટોબરથી વાવાઝોડાની ગતિવિધિ વધશે. પરંતુ 18-19-20 ઓક્ટોબરના વાવાઝોડાની ગતિવિધિ વધશે. 16 મી ઓક્ટોબરે વાદળવાયું વાતાવરણથી વરસાદ રહેશે. એટલે નવરાત્રિમાં પણ વરસાદ પડશે. 

અંબાલાલનું કહેવું છે કે આ વખતે નવરાત્રિમાં પણ વરસાદ પડી શકે છે. તો વળી દિવાળીના તહેવારોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અંબાલાલે નવા વર્ષના પ્રારંભે પણ વરસાદ થઈ શકે એવું કહ્યું છે. તેમણે કહ્યું કે, સપ્ટેમ્બર બાદ ઓક્ટોબરમાં પણ વરસાદ રહેશે. હવે વેધર ફેક્ટરમાં મોટો બદલાવ થયો છે. જો ઓક્ટોબરમાં વરસાદ રહ્યો તો નવરાત્રિ બગડી શકે છે. ખેલૈયામાં અત્યારથી જ નવરાત્રિ માટે ઉત્સાહ છે એ સમયે વરસાદ રહ્યો તો નવલાં નોરતાં બગડી શકી છે. ગયા  વર્ષે પણ નવરાત્રિમાં વરસાદને કારણે નવરાત્રિના કેટલાક દિવસોમાં ખેલૈયા ગરબે રમી શક્યા નહોતા. આ વર્ષે પણ એ સ્થિતિ રિપિટ થાય તેવી શક્યતા અંબાલાલ પટેલ વ્યક્ત કરી રહ્યાં છે. એટલે ભલે તમે નવરાત્રિની તૈયારીઓ કરો પણ તમારી સાથે રમવા માટે વરસાદ પણ તૈયારીઓ કરી રહ્યો છે. એટલે જરા સાચવજો.

આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરતા જણાવ્યું કે, આગામી સમયમાં પશ્ચિમ બંગાળાના ઉપસાગર અને અરબસાગરમાં વાવાઝોડું આવવાની શક્યતા છે. તારીખ 30 સપ્ટેમ્બરથી બંગાળાના ઉપસાગરમાં થાઇલેન્ડ બાજુ લો પ્રેસર બનશે. જે મજબૂત બનતા 2 જી ઓક્ટોબર સુધી અરબસાગરમાં આવશે. 12 ઓક્ટોબર સુધી વાવાઝોડું ભીષણ સ્વરૂપ લેશે. આ વાવાઝોડું સિવિયર સ્ટ્રોમથી એક્સટ્રિમ સિવિયર સ્ટ્રોમ પણ બની શકે છે. આ 2018 જેવું વાવાઝોડું બની શકે છે. આ સમયે અરબસાગરમાં પણ એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે. જેનો માર્ગ ઓમાન તરફ જઈ શકે તેવી શક્યતા જો કે તેનો માર્ગ જે તે સમયે જાણી શકાય છે. 

આ સમયે બંગાળાનું ચક્રવાત પ્રતિ કલાક 150 kmph ની ઝડપે ફૂંકવાની શક્યતા છે. આ વાવાઝોડાની અસર મધ્યપ્રદેશના ભાગોમાં થઇ ગુજરાતને પણ અસર કરશે. આ વાવાઝોડાના કારણે ગુજરાતના કેટલાક ઉત્તર પૂર્વીય ભાગોમાં થશે. જ્યારે અરબ સાગરમાં 21 સપ્ટેમ્બરથી સમુદ્રમાં હવામાન ફેરફાર થશે. આ ફેરફારને કારણે 4 થી 12 ઓક્ટોબરમાં વાવાઝોડાની અસર શરુ થશે. આ સમય દરમિયાન મુંબઈ, દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. બંગાળના ઉપસગારમાં આવનારા વાવાઝોડાને કારણે 27-28-29 સપ્ટેમ્બરે દક્ષીણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ગુજરાતનાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ રહેશે. 12 થી 20 ઓક્ટોબરમાં બીજું ચક્રવાત બંગલના ઉપસાગરમા ઉભુ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news