ગજબનો જુગાડ! સરકારી શાળામાં બાળકો માટે ક્લાસની અંદર જ બનાવ્યો સ્વિમિંગ પુલ, જુઓ Video

Viral Video: ઉત્તર પ્રદેશના કન્નૌજમાં એક સરકારી શાળાએ તો આવી પ્રાઈવેટ શાળાઓને પણ પાછળ છોડી દીધી છે. સોશિયલ મીડિયા પર આ શાળાનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં બાળકો ક્લાસની અંદર બનાવવામાં આવેલા સ્વિમિંગ પૂલમાં તરત જોવા મળી રહ્યા છે. ઓલ ઈન્ડિયા રેડિયો ન્યૂઝે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે જે ખુબ વાયરલ થયો છે. 

ગજબનો જુગાડ! સરકારી શાળામાં બાળકો માટે ક્લાસની અંદર જ બનાવ્યો સ્વિમિંગ પુલ, જુઓ Video

કોન્વેન્ટ શાળાઓમાં તો બાળકો અભ્યાસની સાથે સાથે અનેક એક્ટિવિટીઝ કરતા હોય છે. પરંતુ ઉત્તર પ્રદેશના કન્નૌજમાં એક સરકારી શાળાએ તો આવી પ્રાઈવેટ શાળાઓને પણ પાછળ છોડી દીધી છે. સોશિયલ મીડિયા પર આ શાળાનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં બાળકો ક્લાસની અંદર બનાવવામાં આવેલા સ્વિમિંગ પૂલમાં તરત જોવા મળી રહ્યા છે. ઓલ ઈન્ડિયા રેડિયો ન્યૂઝે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે જે ખુબ વાયરલ થયો છે. 

ક્લાસરૂમ બન્યો સ્વિમિંગ પુલ
ઓલ ઈન્ડિયા રેડિયોએ આ પોસ્ટમાં જણાવ્યું છે કે બાળકોની માંગણી પર જ ક્લાસરૂમને સ્વિમિંગ પુલમાં ફેરવવામાં આવ્યો. તેમણે કેપ્શનમાં લખ્યું કે ઉત્તર પ્રદેશ: કન્નૌજ જિલ્લાના પ્રાથમિક વિદ્યાલય મહસૌનાપુર ઉમર્દાના શિક્ષકોએ બાળકોની ઈચ્છા પર ક્લાસરૂમમાં કૃત્રિમ સ્વિમિંગ પુલ તૈયાર કરાવ્યો, જેનો બાળકોએ ભરપૂર આનંદ લીધો. 

પાણીમાં મસ્તી કરતા જોવા મળ્યા બાળકો
વાયરલ ક્લિપમાં શાળાના આખા રૂમમાંથી ટેબલ ખુરશી ગાયબ છે અને તેની જગ્યાએ પાણીમાં બાળકો મસ્તી કરતા જોવા મળે છે. બાળકોના ચહેરા પરની ખુશી જોવા લાયક છે. આ પોસ્ટ અત્યાર સુધીમાં એક લાખ કરતા વધુ લોકોએ જોઈ છે. જ્યારે 5000થી વધુ લાઈક્સ મળ્યા છે. કેટલાક લોકોએ શિક્ષકોની આ કામગીરી બીરદાવી અને કેટલાકે પોતાના બાળપણના અનુભવો યાદ કર્યા. 

પ્રિન્સિપલે શું કહ્યું
પ્રિન્સિપલ વૈભવ કુમારે કહ્યું કે, હવામાન વિભાગે જે રીતે હિટવેવ વિશે જાણ કરી હતી, અમે વિદ્યાર્થીઓને પાણી અને ઠંડા પીણા પીવાનું કહેતા હતા. અમે તેમને એ પણ જણાવ્યું કે શહેરોમાં લોકો સ્વિમિંગ પુલમાં કેવી રીતે ન્હાય છે. તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓએ અમને પૂછ્યું કે સ્વિમિંગ પુલ કેવો દેખાય છે અને તે અમને ક્યારે જોવા મળશે. વિદ્યાર્થીઓએ એમ પણ પૂછ્યું કે શું આપણે તેને શાળામાં બનાવી શકીએ તો અમે તેમને કહ્યું કે તેઓ તેમના માતા પિતાને વાત કરે અને મંજૂરી લે. ચર્ચા બાદ અમે કક્ષાની અંદર સ્વિમિંગ પુલ બનાવવાનો નિર્ણય લીધો. 

— ANI (@ANI) May 1, 2024

શિક્ષકે કરી આ વાત
સહાયક શિક્ષક ઓમ તિવારીએ કહ્યું કે હાલ ઘઉની લલણીનું કામ ચાલુ છે આથી અનેક પરિવારો વિદ્યાર્થીઓને શાળાએ મોકલતા નથી. અમે તેમને બોલાવવા માટે ગયા હતા. પરંતુ તેમની યોગ્ય પ્રતિક્રિયા મળતી નહતી. આથી અમે આ અંગે વિચાર્યું. તેનાથી વિદ્યાર્થીઓને શાળા આવવામાં રસ પડે. ગરમીનો પારો ઝડપથી વધવાના કારણે અમે ક્લાસની અંદર જ એક સ્વિમિંગ પુલ બનાવ્યો છે. વિદ્યાર્થીઓ તેનો આનંદ લે છે અને તેમની હાજરી પણ વધી ગઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news