શિવસેના જોઈન કરવા અંગેની ખબર પર Urmila Matondkar એ કર્યો મોટો ખુલાસો 

ઉર્મિલાને જ્યારે રાજકીય પક્ષ શિવસેના સાથે જોડાવવાના રિપોર્ટ્સ અંગે સવાલ કરવામાં આવ્યો તો તેણે સ્પષ્ટપણે ના પાડી દીધી. તેણે કહ્યું કે હું જોડાવવાની નથી. 

શિવસેના જોઈન કરવા અંગેની ખબર પર Urmila Matondkar એ કર્યો મોટો ખુલાસો 

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી ઉર્મિલા માર્તોંડકરે (Urmila Matondkar) 2019ની લોકસભા ચૂંટણી કોંગ્રેસની ટિકિટ પર લડી હતી. જો કે ત્યારબાદ તે કોંગ્રેસથી અલગ થઈ ગઈ અને હાલ શિવસેનામાં જોડાવવાની છે તેવા અહેવાલ આવ્યા હતા. પણ ઉર્મિલાએ હવે આ અહેવાલને ફગાવ્યો છે કે તે શિવસેનામાં જોડાવવાની છે. 

શિવસેનામાં નહીં જોડાય ઉર્મિલા
ઉર્મિલાને જ્યારે રાજકીય પક્ષ શિવસેના સાથે જોડાવવાના રિપોર્ટ્સ અંગે સવાલ કરવામાં આવ્યો તો તેણે સ્પષ્ટપણે ના પાડી દીધી. તેણે કહ્યું કે હું જોડાવવાની નથી. 

શિવસેનામાં જોડાવવાની હતી અફવાઓ
અત્રે જણાવવાનું કે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટમાં કહેવાયું હતું કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નીકટના સહયોગી હર્ષલ પ્રધાને રવિવારે જણાવ્યું હતું કે ઉર્મિલા મુખ્યમંત્રીની હાજરીમાં પાર્ટીનો ભાગ બનશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news