VIDEO: ભાજપના MLAના પુત્રની ખુલ્લેઆમ ગુંડાગીરી, સાઈડ ન મળી તો યુવકને અધમૂઓ કર્યો

રાજસ્થાનના બાંસવાડાથી ભાજપના ધારાસભ્યના પુત્રની ગુંડાગીરીનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે.

VIDEO: ભાજપના MLAના પુત્રની ખુલ્લેઆમ ગુંડાગીરી, સાઈડ ન મળી તો યુવકને અધમૂઓ કર્યો

નવી દિલ્હી: રાજસ્થાનના બાંસવાડાથી ભાજપના ધારાસભ્યના પુત્રની ગુંડાગીરીનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં ધારાસભ્યનો પુત્ર પોતાના સમર્થકો સાથે એક વ્યક્તિને ઢોર માર મારી રહ્યો છે. કહેવાય છે કે જે વ્યક્તિને તે મારી રહ્યો છે તેનો વાંક માત્ર એટલો હતો કે તેણે ધારાસભ્યના પુત્રને આગળ જવા માટે સાઈડ આપી ન આપી. આ કારણે ધારાસભ્યનો પુત્ર ખુબ ભડકી ગયો.

આ મામલો બાંસવાડામાં 1 જૂનનો કહેવાઈ રહ્યો છે. કહેવાય છે કે અહીં ભાજપના ધારાસભ્ય ધનસિંહ રાવતનો પુત્ર રાજા તેમના સાથીઓ સાથે કારમાં હતો. આગળ જઈ રહેલી એક ગાડીએ તેને સાઈડ ન આપતા એમએલએના પુત્રએ ગાડી ઓવરટેક કરી અને કારને રોકી હતી. ત્યારબાદ કાર ચલાવી રહેલા યુવકને ગાડીમાંથી ઉતારીને ખરાબ રીતે મારવાનું શરૂ કરી દીધુ.

— ANI (@ANI) June 30, 2018

ધારાસભ્યના પુત્ર સાથે તેના સમર્થકોએ પણ કારચાલકની પિટાઈ શરૂ કરી દીધી. ત્યારબાદ તેની ગાડીમાં તોડફોડ પણ શરૂ કરી દીધી. જો કે હજુ સુધી એ માલુમ ન પડ્યું કે ધારાસભ્યના આ પુત્ર પર શું કાર્યવાહી થઈ છે. જો કે સોશિયલ મીડિયા પર આ વીડિયો સામે આવતા જ લોકો આક્રોશિત થયા છે.

લોકોએ વિધાયકના પુત્રની આ ગુંડાગીરી પર તેને કડકમાં કડક સજા આપવાની માગણી કરી છે. અનેક લોકોએ પીએમ નરેન્દ્ર મોદી અને રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજને ટેગ કરતા આ ધારાસભ્યના પુત્રને સજાની માગણી કરી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news