ભાજપ આ રાજ્યમાં 50% વર્તમાન સાંસદોની ટિકિટ કાપી શકે છે, લિસ્ટમાં આ દિગ્ગજ નેતાનું નામ

Lok Sabha Election 2024: એવી ચર્ચા છે કે ભાજપ અહીંથી અડધા કરતા વધુ સીટિંગ સાંસદોની ટિકિટ કાપી શકે છે અને તેમની જગ્યાએ નવા ચહેરાને તક આપી શકે છે. ચોંકાવનારી વાત એ છે કે જેમની ટિકિટ કાપવાની અટકળો થઈ રહી છે તેમાં પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રીના નામ પણ સામેલ છે.

ભાજપ આ રાજ્યમાં 50% વર્તમાન સાંસદોની ટિકિટ કાપી શકે છે, લિસ્ટમાં આ દિગ્ગજ નેતાનું નામ

ભારતીય જનતા પાર્ટી દરેક ચૂંટણીમાં કઈક નવું કરીને મતદારોને આશ્ચર્યચકિત કરતી હોય છે. એટલું જ નહીં પાર્ટીના નેતાઓ પણ અચંબિત થાય છે. આ જ કડીમાં ભાજપ અવારનવાર પોતાના સીટિંગ એમપી કે એમએલએની ટિકિટ કાપીને તેમની જગ્યાએ યુવાઓ કે નવા ચહેરાને તક આપે છે. આગામી લોકસભા ચૂંટણીમાં પાર્ટી એક રાજ્યમાં પણ આવું જ કઈક કરી શકે છે. 

એવી ચર્ચા છે કે ભાજપ અહીંથી અડધા કરતા વધુ સીટિંગ સાંસદોની ટિકિટ કાપી શકે છે અને તેમની જગ્યાએ નવા ચહેરાને તક આપી શકે છે. ચોંકાવનારી વાત એ છે કે જેમની ટિકિટ કાપવાની અટકળો થઈ રહી છે તેમાં પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રીના નામ પણ સામેલ છે. અહીં વાત દક્ષિણ ભારતીય રાજ્ય કર્ણાટકની થઈ રહી છે.  ઈન્ડિયા ટુડે ટીવીના રિપોર્ટ મુજબ ભાજપ પૂર્વ કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાની ટિકિટ કાપી શકે છે. ગૌડા રાજ્યના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. 

રિપોર્ટ્સમાં કહેવાયું છે કે જે મતવિસ્તારોમાં હાલના સાંસદોની જગ્યાએ નવા ચહેરા લાવવામાં આવી શકે છે તેમાં બેંગ્લુરુ નોર્થ, બેલ્લારી, રાયચૂર, બેલગામ, બીજાપુર, માંડ્યા, કોલાર, ચિક્કબલ્લાપુર, ચામરાજનગર, દાવણગેરે, ગંગા-હાવેરી, ટુમકુર, અને કોપ્પલ સામેલ છે. સીટિંગ એમપીની જગ્યાએ નવા ચહેરાને અજમાવવા પાછળ નેતાઓની ઉંમર, ખરાબ પ્રદર્શન અને એન્ટી ઈન્કમ્બન્સી ફેક્ટર માનવામાં આવી રહ્યા છે. 

અત્રે જણાવવાનું કે ભાજપે નવેમ્બરમાં જ પૂર્વ મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પાના પુત્ર બી વાય વિજયેન્દ્રને રાજ્યના નવા પાર્ટી પ્રમુખ બનાવ્યા છે. વિજયેન્દ્રએ નલિનકુમાર કટીલની જગ્યા લીધી છે. વિજયેન્દ્ર અને ગૌડા વચ્ચે સંબંધ સામાન્ય ન હોવાનું કહેવાઈ રહ્યું છે. વિધાનસભા ચૂંટણી પહેલા પણ અનેક ભાજપના નેતાઓએ પાર્ટી છોડી હતી. પૂર્વ કેન્દ્રીય મંત્રી ડી વી સદાનંદ ગૌડા નોર્થ બેંગલુરુ બેઠકથી હાલ સાંસદ છે. તેમની ઉંમર 70 વર્ષથી વધુ થઈ ચૂકી છે. તેઓ રાજ્યના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news