Indian Railways: રેલ્વે મંત્રીએ મુસાફરોને આપ્યા મોટા ખુશખબર, વધુ એક નવા રૂટ પર શરુ થશે વંદે ભારત એક્સપ્રેસ

Vande Bharat Express: સરકાર દ્વારા વંદે ભારત ટ્રેનની મદદથી દેશના વિવિધ ખૂણાઓને જોડવામાં આવી રહ્યા છે. એવી અપેક્ષા છે કે ઓગસ્ટ 2023 સુધીમાં, રેલ્વે મંત્રાલય દેશના 150 શહેરોને વંદે ભારત ટ્રેનથી સાથે જોડવામાં સક્ષમ રહેશે.

Indian Railways: રેલ્વે મંત્રીએ મુસાફરોને આપ્યા મોટા ખુશખબર, વધુ એક નવા રૂટ પર શરુ થશે વંદે ભારત એક્સપ્રેસ

New Delhi to Khajuraho Vande Bharat: ભારતીય રેલ્વે મુસાફરોની સુવિધાઓ પર સતત કામ કરી રહી છે. ગત દિવસોમાં પીએમ મોદીએ મુંબઈમાં બે સેમી હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. સરકાર દ્વારા વંદે ભારત ટ્રેનથી દેશના વિવિધ ખૂણાઓને જોડવામાં આવી રહ્યા છે. એવી અપેક્ષા છે કે ઓગસ્ટ 2023 સુધીમાં, રેલ્વે મંત્રાલય દેશના 150 શહેરોને વંદે ભારત ટ્રેન સાથે જોડવામાં સક્ષમ રહેશે. આ સિવાય રેલ્વે વર્ષ 2026 સુધીમાં દેશમાં 400 વંદે ભારત ટ્રેનો દોડાવવાની તૈયારી કરી રહી છે. આનાથી મુસાફરીનો સમય ઘટશે.

વંદે ભારત સાથે જોડાશે વિશ્વ પર્યટન નગરી
હવે મધ્યપ્રદેશને પણ વંદે ભારત ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે. MPની વિશ્વ પર્યટન નગરી ખજુરાહોને ટૂંક સમયમાં જ રેલ પરિવહનના સંદર્ભમાં એક મોટી ભેટ મળવા જઈ રહી છે. દિલ્હીથી ખજુરાહો સુધી વંદે ભારત એક્સપ્રેસ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ અંગેનું આશ્વાસન કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વીની વૈષ્ણવે ખજુરાહોના સાંસદ વિષ્ણુદત્ત શર્માને આપ્યું છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને ખજુરાહોના સાંસદ વિષ્ણુદત્ત શર્મા દિલ્હીમાં તેમના રોકાણ દરમિયાન કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને મળ્યા હતા.

રેલ સુવિધાઓના વિકાસની ખાતરી
આ દરમિયાન રેલ્વે મંત્રાલયના અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. કેન્દ્રીય રેલ્વે મંત્રી વૈષ્ણવે બુંદેલખંડ પ્રદેશમાં રેલ સુવિધાઓના ઝડપી વિકાસની ખાતરી આપી હતી. રેલવે પ્રધાન વૈષ્ણવે એમપી શર્માને ખાતરી આપી હતી કે લલિતપુર-સિંગરૌલી રેલ લાઇન પર કામ ટૂંક સમયમાં શરૂ થશે. આને લગતા જમીન સંપાદનનો મુદ્દો ટૂંક સમયમાં ઉકેલવામા આવશે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ રેલ મંત્રીએ ખજુરાહો માટે વંદે ભારત એક્સપ્રેસ ચલાવવાની વાત કરી હતી.

રેલ મંત્રીએ પ્રદેશ અધ્યક્ષને કહ્યું કે ખજુરાહો વંદે ભારત એક્સપ્રેસ ટૂંક સમયમાં દિલ્હીથી શરૂ થશે. આ સાથે ખજુરાહો રેલવે સ્ટેશનને ક્લાસ વન બનાવવા માટેના એક્શન પ્લાન પર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન ખજુરાહોના સાંસદ શર્માએ રેલવે મંત્રી વૈષ્ણવને ખજુરાહો-બનારસ અને ખજુરાહો-ભોપાલ સીધી ટ્રેન સેવા શરૂ કરવા પણ વિનંતી કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news