IMD Rainfall Alert: આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી

Heavy Rain Weather Update: સાઉથવેસ્ટ મોનસૂન રવિવારે રાજસ્થાન, હરિયાણા અને પંજાબના બાકીના ભાગમાં પણ પહોંચી ગયું છે. આ પ્રમાણે હવે દેશના દરેક વિસ્તારમાં મોનસૂન પહોંચી ગયું છે. 
 

IMD Rainfall Alert: આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી

નવી દિલ્હીઃ IMD Rainfall Alert, Weather Update: દેશભરના દરેક રાજ્યમાં આ દિવસોમાં વરસાદ પડી રહ્યો છે. પાછલા મહિને આઠ જૂને કેરલમાં મોનસૂનની એન્ટ્રી બાદ વિવિધ રાજ્યોમાં વરસાદ પહોંચી ગયો છે. હવે હવામાન વિભાગે મોનસૂનને લઈને ખુશખબર આપી છે. રવિવારે હવામાન વિભાગે જણાવ્યું કે આજે સાઉથવેસ્ટ મોનસૂને આખા દેશને કવર કરી લીધો છે. એટલે કોઈ વિસ્તાર બાકી નથી, જ્યાં ચોમાસું પહોંચ્યું નથી. તો દક્ષિણના રાજ્યો માટે આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. 

હવામાન વિભાગે જણાવ્યું કે સાઉથવેસ્ટ મોનસૂન રવિવારે રાજસ્થાન, હરિયાણા અને પંજાબના બાકી ભાગમાં પણ પહોંચી ગયું છે. આ પ્રમાણે હવે દેશભરમાં મોનસૂન પહોંચી ગયું છે. ખુશીની વાત છે કે સામાન્ય રીતે તેનો સમય દેશને કવર કરવાનો આઠ જુલાઈ છે, પરંતુ છ દિવસ પહેલા તેણે 2 જુલાઈએ દેશને કવર કરી લીધો છે. 

દક્ષિણ ભારતના રાજ્યોને લઈને હવામાન વિભાગે જણાવ્યું કે સાઉથ ઈન્ટીરિયર કર્ણાટક, સમુદ્રી કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરલ અને માહેમાં આગામી પાંચ દિવસ ખુબ ભારે વરસાદ પડવા જઈ રહ્યો છે. પશ્ચિમ ભારતના રાજ્યોની વાત કરીએ તો કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારમાં પાંચ દિવસ વરસાદ પડશે. તો ગુજરાતમાં બે જુલાઈ અને 6 જુલાઈએ ભારે વરસાદની આગાહી છે. 

પૂર્વોત્તરના રાજ્યોની વાત કરીએ તો સબ હિમાલયી પશ્ચિમ બંગાળ, અસમ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં પણ આગામી પાંચ દિવસ ભારે વરસાદની ચેતવણી છે. બિહારમાં બે અને ત્રણ જુલાઈએ મુશળધાર વરસાદ પડશે. તો અસમ, મેઘાલય, સિક્કિમમાં પણ આગામી દિવસો માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઝારખંડમાં ત્રણ અને ચાર જુલાઈ તથા ઓડિશામાં ત્રણથી છ જુલાઈ સુધી મુશળધાર વરસાદનું એલર્ટ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news