CA Final Result 2022: CA ફાઈનલનું પરિણામ જાહેર, આ રીતે કરી શકો છો ચેક

CA Final Result 2022: ઈન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયાએ ફાઈનલ પરિણામ 2022ની સાથે ઉમેદવારોનું મેરિટ લીસ્ટ પણ બહાર પાડ્યું છે. અત્રે જણાવવાનું કે મે સત્ર માટે આઈસીએઆઈ સીએની ફાઈનલ પરીક્ષા 2022નું આયોજન 14મી મેથી 30મી મે 2022 દરમિયાન થયું હતું. 

CA Final Result 2022: CA ફાઈનલનું પરિણામ જાહેર, આ રીતે કરી શકો છો ચેક

સીએ ફાઈનલ પરીક્ષાનું પરિણામ આજે 15મી જુલાઈના રોજ જાહેર કરી દેવાયું છે. ઈન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા (Institute of Chartered Accountants of India) એ મે 2022માં થયેલી સીએ અંતિમ પરીક્ષા પરિણામને જાહેર કરી દીધુ છે. જે ઉમેદવારોએ  આ વર્ષે સીએ એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની અંતિમ પરીક્ષા 2022 આપી છે તેઓ પોતાના પરિણામની તપાસ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઈન્ડિયાની અધિકૃત વેબસાઈટ  icaiexam.icai.org પર જઈને ચેક કરી શકે છે. 

ICAI CA ફાઈનલ પરીણામ 2022ની તપાસ માટે સૌથી પહેલા ઉમેદવાર તેની અધિકૃત વેબસાઈટ પર જાય. ત્યારબાદ પોતાના રોલ નંબર અને રજિસ્ટ્રેશન નંબર કે પછી પીન નંબરની મદદથી લોગ ઈન કરે. આમ કરશો તો તમારું પરિણામ સ્ક્રીન પર આવી જશે. 

ઈન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયાએ ફાઈનલ પરિણામ 2022ની સાથે ઉમેદવારોનું મેરિટ લીસ્ટ પણ બહાર પાડ્યું છે. અત્રે જણાવવાનું કે મે સત્ર માટે આઈસીએઆઈ સીએની ફાઈનલ પરીક્ષા 2022નું આયોજન 14મી મેથી 30મી મે 2022 દરમિયાન થયું હતું. 

ઉમેદવારો CA Final Result 2022 નું પરિણામ આ વેબસાઈટ્સ પરથી પણ કરી શકે છે ચેક 

icaiexam.icai.org, 
caresults.icai.org 
icai.nic.in 

આ રીતે કરો પરિણામ ચેક...

1. સૌથી પહેલા સીએ ફાઈનલ પરીક્ષા 2022 આપી ચૂકેલા ઉમેદવાર ઈન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઈન્ડિયાની અધિકૃત વેબસાઈટ પર જાય. 
2. ત્યારબાદ હોમ પેજ પર આવી રહેલા રિઝલ્ટ લિંક પર ક્લિક કરો. 
3. ત્યારબાદ લોગઈન ક્રેડેન્શિયલ એટલે કે રોલ નંબર વગેરે માહિતી ભરો. 
4. પછી સબમિટ બટન પર ક્લિક કરો અને તમારું પરિણામ ડાઉનલોડ કરી લો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news