કિસાન આંદોલન વચ્ચે શેરડીના ભાવને લઈને કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગત

Cabinet Briefing amid farmer protest: શંભુ અને ખનૌરી સરહદ પર કિસાનો અડગ ઊભા છે. આ વચ્ચે મોદી સરકારે મોટો નિર્ણય કર્યો છે. શેરડીની ખરીદ કિંમતમાં 8 ટકાના વધારાની જાહેરાત કરવામાં આવી છે.
 

કિસાન આંદોલન વચ્ચે શેરડીના ભાવને લઈને કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગત

નવી દિલ્હીઃ Modi Cabinet Decisions: કિસાન આંદોલન વચ્ચે કેન્દ્રની મોદી સરકારે બુધવાર (21 ફેબ્રુઆરી, 2024) ના મોટો નિર્ણય લીધો છે. સરકારે શેરડીના વાજબી અને લાભકારી ભાવમાં રૂ. 25 વધારી  340 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવાની મંજૂરી આપી છે.

કેન્દ્રીય સૂચના તથા પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટની બેઠક બાદ પત્રકાર પરિષદમાં કહ્યું- "સુગર મિલોના ખેડૂતોને શેરડીના વાજબી અને વળતરકારક ભાવની ખાતરી કરવા માટે, 1 ઓક્ટોબર 2024 થી 30 સપ્ટેમ્બર 2025 ના સમયગાળામાં શેરડીની આગામી સિઝન માટે ભાવ નક્કી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2024-25 માટે ક્વિન્ટલ દીઠ રૂ. 340 નક્કી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે ગયા વર્ષે રૂ. 315 હતો."

— ANI (@ANI) February 21, 2024

કિસાન આંદોલનને લઈને શું કહ્યું?
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરને કિસાન આંદોલનને લઈને સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું- વિશ્વમાં શેરડીનો સૌથી વધુ ભાવ ભારતમાં આપવામાં આવી રહ્યો છે. આ કિસાનોના હિતમાં છે. અમારી પ્રતિબદ્ધતા છે કે ખેડૂતોની આવક બમણી થાય. વિશ્વમાં ખાતરના ભાવ વધ્યા, પરંતુ અમે ખાતરના ભાવ ખેડૂતો માટે વધવા દીધા નહીં. ત્રણ લાખ કરોડ રૂપિયા સુધીની સબસિડી આપી છે. યુપીએ સરકારના દસ વર્ષમાં ઘઉં, ધાન, કઠોળ અને તેલીબિયાંમાં સાડા 5 લાખ કરોડ રૂપિયા એમએસપીની ખરીદી માટે ખર્ચ થયા. મોદી સરકારે 18 લાખ 49 કરોડ રૂપિયા ખર્ચ કર્યાં છે. 

મોદી સરકારમાં કિસાનોને યોગ્ય સમય પર યોગ્ય મૂલ્ય
અનુરાગ ઠાકુરે કહ્યુ કે પાછલી સિઝન 2022-2023ના 99.5 ટકા શેરડી બાકી અને અન્ય તમામ શેરડી સીઝનના 99.9 ટકા કિસાનોને પહેલા જ ચુકવણી કરી દેવામાં આવી છે. આ સુગરક્ષેત્રના ઈતિહાસમાં સૌથી ઓછા શેરડીના બાકી પેન્ડિંગ છે. સરકાર દ્વારા સમય પર નીતિગત હસ્તક્ષેપની સાથેસુગર મીલો આત્મનિર્ભર થઈ ગઈ છે અને 2021-2022 બાદ સરકાર દ્વારા તેને કોઈ નાણાકીય સહાય આપવામાં આવી રહી નથી. તેમ છતાં કેન્દ્ર સરકાર ખેડૂતો માટે શેરડીની એમઆરપી અને ખરીદીની ખાતરી કરી છે. 

— ANI (@ANI) February 21, 2024

અંતરિક્ષ ક્ષેત્રમાં FDI નીતિમાં સંશોધનને મંજૂરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી કેબિનેટે અંતરિક્ષ ક્ષેત્રમાં પ્રત્યેક્ષ વિદેશી રોકાણ નીતિમાં સંશોધનને મંજૂરી આપી છે. અનુરાગ ઠાકુરે કહ્યુ કે આત્મનિર્ભરભારના દ્રષ્ટિકોણને સાકાર કરવા માટે એફડીઆઈ નીતિમાં સંશોધન કરવામાં આવ્યું છે. હવે અંતરિક્ષ ક્ષેત્રોને નક્કી ઉપ-ક્ષેત્રો/ગતિવિધિઓમાંપ્રત્યેક્ષ વિદેશી રોકાણ માટે ઉદાર બનાવવામાં આવ્યું છે. એફડીઆઈ નીતિમાં સુધારથી સરળતા વધશે. દેશમાં વ્યાવસાય કરનારથી એફડીઆઈમાં વધારો થશે અને આ પ્રકારે રોકાણ, આવક અને રોજગાર વધશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news