દિલ્હી-NCR ની 100થી વધુ સ્કૂલોને બોમ્બ વડે ઉડાવી દેવાની ધમકી, કહ્યું 'બિલ્ડીંગોને દફન કરી દઇશું'

Delhi School Bomb Threat: દિલ્હીના એનસીઆરના 100થી વધુ સ્કુલોમાં બુધવારે સવારે બોમ્બના સમાચાર આવતાં જ સ્કૂલ મેનેજમેન્ટે તાત્કાલિક પોલીસને સૂચના આપી. તો બીજી તરફ સુરક્ષાને ધ્યાનમાં રાખતાં વિદ્યાર્થીઓને ઘરે મોકલી દીધા. તમામ સ્કૂલોની તલાશી લેવામાં આવી. કંઇ મળ્યું નથી. પોલીસે કહ્યું કે લાગે છે કે ફર્જી કોલ હતો. 

દિલ્હી-NCR ની 100થી વધુ સ્કૂલોને બોમ્બ વડે ઉડાવી દેવાની ધમકી, કહ્યું 'બિલ્ડીંગોને દફન કરી દઇશું'

DPS bomb Threats: દિલ્હી અને નોઇડાના 100થી વધુ સ્કૂલોમાં આજે સવારે બોમ્બના સમાચાર મળતાં અફરા તફરી નો માહોલ સર્જાયો હતો. બોમ્બ કોલ બાદ તાત્કાલીક ફાયર બ્રિગેડને કોલ કરવામાં આવ્યો જ્યાં ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની ગાડીઓ, દિલ્હી પોલીસ, એન્ટી બોમ્બ સ્કોર્ડના લોકો પહોંચી ગયા. તમામ સ્કૂલોની તલાશી લેવામાં આવી. કશું મળ્યું નથી. તો બીજી તરફ સુરક્ષાને ધ્યાનમાં રાખતાં સ્કૂલના બાળકોને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલય અને દિલ્હી પોલીસે આ ફર્જી કોલ ગણાવ્યો છે. 

ગૃહ મંત્રાલયે કહ્યું કે ગભરાવવાની જરૂર નથી. એવું લાગે છે કે આ ફર્જી કોલ છે. દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ પ્રોટોકોલ અનુસાર જરૂરી પગલાં ભરી રહી છે. તો બીજી તરફ દિલ્હી પોલીસે કહ્યું કે દિલ્હીની કેટલીક સ્કૂલોને બોમ્બની ધમકી ઇમેલ દ્વારા મળી હતી. દિલ્હી પોલીસે પ્રોટોકોલ અંતગર્ત એવી સ્કૂલોની તપાસ કરી છે. કંઇપણ આપત્તિજનક મળ્યું નથી. એવું લાગે છે કે આ કોલ્સ ફર્જી છે. અમે જનતાને અનુરોધ કરીએ છીએ કે ગભરાવવાની જરૂર નથી. 

મળતી માહિતી મુજબ, દિલ્હી-એનસીઆર સહિત લગભગ 100 શાળાઓને ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા હતા. દરેક જગ્યાએ એક જ ઈમેલ મોકલવામાં આવ્યો હતો. પોલીસ અને ફાયર બ્રિગેડને દિલ્હીની 60 થી વધુ શાળાઓમાંથી બોમ્બ કોલ મળ્યા હતા. જ્યારે નોઈડા અને ગ્રેટર નોઈડામાં આ સંખ્યા 40ની આસપાસ રહી. હજુ સુધી ક્યાંય પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી. મોટાભાગની જગ્યાઓ પર તપાસ પૂર્ણ કરવામાં આવી છે. ઘણી જગજ એસઓપી હજુ પણ અનુસરવામાં આવી રહી છે. ઇમેઇલ મોકલનારનું IP સરનામું હજુ સુધી ઓળખાયું નથી.

— ANI (@ANI) May 1, 2024

પહેલી સુચના દિલ્હીના દ્વારકા સ્થિત ડીપીએસ સ્કૂલની સામે આવી છે જ્યાં બોમ્બના સમાચારના મળ્યા. ત્યારબાદ સ્કૂલ મેનેજમેન્ટે તાત્કાલિક પોલીસને સૂચના આપી અને બાળકોને ઘરે મોકલી દીધા. તો બીજી તરફ સુરક્ષાકર્મીઓ સાથે ઘટનાસ્થળે બોમ્બ સ્કોર્ડ પહોંચી ગઇ છે. સ્કૂલની તલાસી ચાલુ છે. તો બીજી તરફ પૂર્વી દિલ્હીના મયૂર વિહાર સ્થિત મધર મેરી સ્કૂલનો છે. અહીંથી બાળકોને પરત મોકલી દેવામાં આવ્યા છે. 

— ANI (@ANI) May 1, 2024

દિલ્હી બાદ નોઇડા ડીપીએસમાં પણ બોમ્બની ધમકી મળી છે ત્યારબાદ તમામ ડીપીસ સ્કૂલોને રજા આપવામાં આવી. તેના માટે પ્રિંસિપાલ તરફથી બધા બાળકોના વાલીઓને મેસેજ મોકલવામાં આવ્યો જેમાં સ્કૂલની રજાના સમાચાર આપવામાં આવ્યા છે. નોઇડાના તમામ ડીપીસ સ્કૂલોમાં પોલીસ ફોર્સ મોકલવામાં આવ્યા છે અને સ્કૂલોને બારીકાઇથી તપાસ કરવામાં આવી રહી છે. 

પ્રિન્સિપાલ ઓફિસ જાહેર કર્યો મેસેજ
પ્રિન્સિપાલ ઓફિસ તરફથી વિદ્યાર્થીઓના વાલીઓને એક મેસેજ જાહેર કરવામાં આવ્યો છે જેમાં લખવામાં આવ્યું છે કે ઈમરજન્સીના કારણે સ્કૂલ બંધ રાખવામાં આવી રહી છે. આ મેસેજમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે જોડાયેલ ઈમેલ મળવાની પણ માહિતી આપવામાં આવી છે. સંદેશમાં લખવામાં આવ્યું છે કે સુરક્ષાના કારણોસર બાળકોને પાછા મોકલવામાં આવી રહ્યા છે. બાળકોને તે તમામ શાળાઓમાં પરત મોકલી દેવામાં આવ્યા છે જ્યાં બોમ્બ સંબંધિત માહિતી મળી છે. તમામ સ્થળોએ પોલીસ ફોર્સ મોકલવામાં આવી છે. કેસની તપાસ ચાલી રહી છે.

ઈ-મેલ દ્વારા મોકલી ધમકી 
તમને જણાવી દઈએ કે આ શાળાઓને ઈ-મેલ દ્વારા ધમકીઓ મોકલવામાં આવી છે, જેમાં આ જ પેટર્નનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે એક નિવેદન જારી કરીને બાળકોના માતા-પિતા અને વાલીઓને ચિંતા ન કરવા જણાવ્યું છે. દિલ્હી પોલીસે કહ્યું છે કે ધમકીભર્યા ઈ-મેલના આઈપી એડ્રેસને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર હજુ સુધી ક્યાંય પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી. પોલીસે કહ્યું હતું કે, આ બદમાશો દ્વારા ગભરાટ ફેલાવવાનું કાવતરું પણ હોઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news