કોંગ્રેસનું 'ગૃહયુદ્ધ' તેજ, હવે ગુલામ નબી આઝાદે ઉઠાવ્યા ગંભીર સવાલ

બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ (Bihar Elections Result 2020) આવ્યા પછી એક પછી એક કોંગ્રેસ (Congress) નેતા પાર્ટી નેતૃત્વ તથા કાર્યશૈલી પર સવાલ ઉઠાવી રહ્યા છે.

કોંગ્રેસનું 'ગૃહયુદ્ધ' તેજ, હવે ગુલામ નબી આઝાદે ઉઠાવ્યા ગંભીર સવાલ

નવી દિલ્હી: બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ (Bihar Elections Result 2020) આવ્યા પછી એક પછી એક કોંગ્રેસ (Congress) નેતા પાર્ટી નેતૃત્વ તથા કાર્યશૈલી પર સવાલ ઉઠાવી રહ્યા છે. કપિલ સિબ્બલ (Kapil Sibal)પછી હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલાબ નબી આઝાદ (Ghulam Nabi Azad)એ ગંભીર સવાલ ઉભા કર્યા છે. ગુલાબ નબી આઝાદે 'વીઆઇપી કલ્ચર'ને બદલવાની જરૂરિયાત ગણાવતાં જમીન સ્તર પર પાર્ટી નબળી હોવાની વાત સ્વિકારી છે. 

'બ્લોક સ્તર પર કનેક્શન તૂટ્યું'
કોંગ્રેસ નેતા ગુલાબ નબી આઝાદે કહ્યું છે, અમારા લોકોના બ્લોક સ્તર અને જિલ્લા સ્તર પર લોકો સાથે કનેક્શન તૂટી ગયું છે. જ્યારે કોઇ પદાધિકારી અમારી પાર્ટીમાં બને છે તો તે લેટર પેડ છાપી દે છે, વિઝિટિંગ કાર્ડ બનાવી દે છે. તે સમજે છે બસ મારું કામ પુરૂ થઇ ગયું, કામ તો તે સમયથી શરૂ થવું જોઇએ. 

'અમારું માળખું નબળું'
સાથે જ ગુલાબ નબીએ કહ્યું અમારું માળખું નબળું છે. અમારે પહેલાં માળખું ઉભું કરવું પડશે. પછી તેમાં કોઇપન નેતા હોય ચાલશે. ફક્ત નેતા બદલવાથી તમે કહેશો કે પાર્ટી બદલાઇ જશે? બિહાર આવશે, મધ્ય પ્રદેશ આવશે, ઉત્તર પ્રદેશ આવશે, નહી તે સિસ્ટમથી બદલાશે. પાર્ટીના વીઆઇપી ક્લ્ચરની તરફ ઇશારો કરતાં કહ્યું કે 5-સ્ટારથી ચૂંટણી ન લડી શકાય. અમારા નેતાઓ સાથે સમસ્યા છે કે જો ટિકીટ મળી જાય તો 5-સ્ટારમાં જઇને બુક થઇ જાય છે. એર કંડીશનર ગાડી વિના જશે નહી, જ્યાં કાચા રોડ છે ત્યાં જશે નહી. જ્યાં સુધી આ કલ્ચર બદલાશે નહી, અમે ચૂંટણી જીતી શકીશું નહી.

તારિક અનવર, કપિલ સિબ્બલ ઉઠાવી ચૂક્યા છે સવાલ
તમને જણાવી દઇએ કે પહેલાં નેતા તારિક અનવર (Tariq Anwar)એ કહ્યું હતું, રાજ્યમાં ગઠબંધનને અંતિમરૂપ આપવામાં મોડું થતાં ચૂંટણીમાં નુકસાન થયું. હવે તેમાંથી પાઠ શીખતા પાર્ટીએ બીજા રાજ્યોમાં સમયસર સીટોના તાલમેલની ઔપચારિકતાઓને પુરી કરવી જોઇએ. તેમણે એમપણ કહ્યું કે બિહારના ચૂંટણી પ્રદર્શન પર આત્મચિંતન કરવાને લઇને કોંગ્રેસ (Congress)હાઇકમાન્ડ ગંભીર છે અને આગામી સમયમાં કારણોને શોધી કાઢવામાં આવશે. તેમણે આગામી સમયમાં થનાર ચૂંટણીમાં આવી ભૂલોનું પુનરાવર્તન ન થાય તેનાથી બચવાની સલાહ પણ આપી હતી. 

કપિલ સિબ્બલે ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે કોંગ્રેસ દોઢ વર્ષથી પાર્ટી અધ્યક્ષ વગર હતી કારણ કે રાહુલ ગાંધીએ જાહેરાત કરી હતી કે તેઓ પાર્ટી પ્રમુખ બનવામાં રસ ધરાવતા નથી. તેમણે કહ્યું કે દોઢ વર્ષ સુધી કોઈ પાર્ટી નેતા વગર કામ કેવી રીતે કરી શકે. કોંગ્રેસ કાર્યકરો નથી જાણતા કે ક્યાં જવું. સિબ્બલે કહ્યું કે હાલની ચૂંટણીથી જાણવા મળે છે કે યુપી જેવા રાજ્યો ઉપરાંત અન્ય જગ્યાએ કોંગ્રેસની સ્થિતિ કેવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news