મધ્ય પ્રદેશ: માયાવતીના એક ધારાસભ્યએ કોંગ્રેસના ‘ચાણક્ય’ના નાકમાં કર્યો દમ

વર્તમાન સમયમાં મધ્ય પ્રદેશના રાજકારણમાં જો કોંગ્રેસના ચાણક્યની વાત કરવામાં આવે તો એક માત્ર જ નામ સામે આવે છે, તે છે મુખ્યમંત્રી કમલનાથ (Kamal Nath). આ નેતાએ પાર્ટીના યુવા અને અનુભવી નેતાઓને એક મંચ પર લાવી 15 વર્ષ જુની ભાજપ સરકારને હટાવી છે.

મધ્ય પ્રદેશ: માયાવતીના એક ધારાસભ્યએ કોંગ્રેસના ‘ચાણક્ય’ના નાકમાં કર્યો દમ

ભોપાલ: વર્તમાન સમયમાં મધ્ય પ્રદેશના રાજકારણમાં જો કોંગ્રેસના ચાણક્યની વાત કરવામાં આવે તો એક માત્ર જ નામ સામે આવે છે, તે છે મુખ્યમંત્રી કમલનાથ (Kamal Nath). આ નેતાએ પાર્ટીના યુવા અને અનુભવી નેતાઓને એક મંચ પર લાવી 15 વર્ષ જુની ભાજપ સરકારને હટાવી છે. જો કે, માયાવતીની પાર્ટી બહુજન સમાજ પાર્ટી (બસપા)ના એક ધારાસભ્યની સામે કોંગ્રેસ (Congress)ના ચાણક્ય અસહ્ય જોવા મળી રહ્યાં છે. મધ્ય પ્રદેશમાં કમલનાથ (Kamal Nath) સરકારને સમર્થન આપી રહેલી બસપાની ધારાસભ્ય સામબાઇ સરકારની મજાક ઉડાવવામાં લાગી છે. એક તો તેમના નિવેદનો મુસીબત ઉભી કરી છે, તો બીજી તરફ તેમની કાર્યશૈલી સરકારને કટઘેરામાં ઉભી કરી છે.

BSP ધારાસભ્યોએ કર્મચારીઓને માર માર્યો
રાજ્યમાં સત્તા બદલાયે 7 મહિના થયા છે. તે દરમિયાન દમોહ જિલ્લામાંથી બસપા ધારાસભ્ય રામબાઇ તેમના નિવેદન અને કાર્યશૈલીના કારણે સૌથી વધારે ચર્ચામાં રહી છે. તેમણે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આક્રમક વલણ અપનાવ્યું અને કેટલાક કર્મચારીઓને માર માર્યો હતો. જ્યારે તેમની મંત્રી બનવાનો મોહ જાગ્યો છે ત્યારે તેમણે ઘણા વિચિત્ર નિવેદનો આપ્યા.

BSP ધારાસભ્યએ આપી રાજકારણ છોડવાની ધમકી
ભૂતકાળમાં રામબાઇએ તેમના પરિવારની હત્યામાં ફસાયેલા હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, જ્યારે તેમણે ન્યાય મળતો નથી. તો બીજા કોને ન્યાય મળશે. એટલું જ નહીં. તેઓ તેમના પતિ ગોવિંદને લઇને વિધાનસભામાં પહોંચી ગયા અને તેમને લઇને ભાજપની સરકાર પર તીવ્ર પ્રહારો કર્યા.

રામબાઇનું કહેવું છે કે, તેમના પતિ પર આરોપ સાબિત થશે તો તેઓ રાજકારણ છોડી દેશે, સાથે જ મીડિયા પર પણ તેમની ભડાસ કાઢી રહ્યા છે.

ધારાસભ્યોના વલણથી સરકારનો ઉડી રહ્યો છે મજાક
કોંગ્રેસ (Congress)ના નેતા દેવેન્દ્રર ચૌરસિયા હત્યાકાંડમાં પથરિયાના બસપા ધારાસભ્ય રામબાઇના પતિ ગોવિંદસિંબનું નામ સામે આવ્યું હતું. ત્યારેબાદ દમોહ પોલિસે ગોવિંદ પર 25 હજારનું ઇનામ જાહેર કર્યું હતું. જોકે બાદમાં તેમણે ઇનામને હટાવી દીધુ હતું અને સાથે સાથે ચૌરસિયા હત્યાકાંડમાંથી તેમના નામને બાકાત કરવામાં આવ્યું હતું. પોલીસ અધ્યક્ષ વિવેક સિંહનું કહેવું છે કે, આ મામલે તપાસ ચાલી રહી છે.

રાજકીય વિશ્લેષક ગિરિજા શંકરનું કહેવું છે કે, રામબાઇની કાર્યશૈલી સરકારની મજાક ઉડાવી રહી છે. સરકાર હમેશાં કહે છે કે, કાનૂન તેમનું કામ કરશે, તેથી આ રામબાઇના પતિના મામલે પણ આ થવું જોઇએ. ત્યારે સરકારના શબ્દો અને કામ એક જેવા જોવા મળી રહ્યાં છે.

એમપીમાં ગઠબંધન સરકાર ચલાવી રહ્યાં છે કમલનાથ (Kamal Nath)
તમને જણાવી દઇએ કે, રાજ્યમાં કમલનાથ (Kamal Nath)ની સરકાર લઘુમતીવાળી સરકાર છે. કેમ કે, રાજ્ય વિધાનસભાના 230 સભ્યોમાંથી કોંગ્રેસના 114 સભ્યો છે. બસપાના બે, સપાનો એક અને ચાર સ્વતંત્ર ધારાસભ્યોના સમર્થનથી સરકાર ચાલે છે. બહારથી સમર્થન આપનાર બધા ધારાસભ્યો મંત્રી બનવા ઇચ્છે છે. રામબાઇ પણ મંત્રી બનવા આતુર છે. તેથી તેઓ સરકાર પર પ્રહાર કરે છે પરંતુ સીએમ કમલનાથ (Kamal Nath)ની પ્રશંસા કરે છે.

રામબાઇની કાર્યશૈલીના કારણે ભાજપને પણ સરકાર પર પ્રહારો કરવાની તક મળે છે. ભાજપના ધારાસભ્ય રામેશ્વર શર્માએ આરોપ કર્યો છે કે, રાજ્ય સરકાર પોતાને બચાવવા એટલી નીચે ગીરી ગઇ છે કે, તેઓ જાણી જોઇને હત્યાના આરોપીઓને સંરક્ષણ આપે છે.
(ઇનપુટ: IANS)

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news