BSP ચીફ માયાવતી CM ગેહલોત પર ભડક્યા, કહ્યું- 'રાજસ્થાનમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરો'

રાજસ્થાન (Rajasthan) ના રાજકારણમાં વાયરલ ઓડિયોકાંડને લઈને આજે ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યાં અને ત્યારબાદ બસપા ચીફ માયાવતી (Mayawati) એ પણ મુખ્યમંત્રી અશોક ગેહલોત પર નિશાન સાધ્યું છે. માયાવતીએ રાજસ્થાનમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માગણી કરી છે. 

BSP ચીફ માયાવતી CM ગેહલોત પર ભડક્યા, કહ્યું- 'રાજસ્થાનમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરો'

નવી દિલ્હી: રાજસ્થાન (Rajasthan) ના રાજકારણમાં વાયરલ ઓડિયોકાંડને લઈને આજે ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યાં અને ત્યારબાદ બસપા ચીફ માયાવતી (Mayawati) એ પણ મુખ્યમંત્રી અશોક ગેહલોત પર નિશાન સાધ્યું છે. માયાવતીએ રાજસ્થાનમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માગણી કરી છે. 

બીએસપી (BSP) પ્રમુખ માયાવતીએ કહ્યું કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પહેલા પક્ષપલટા કાયદાનો ખુલ્લેઆમ ભંગ કર્યો અને ત્યારબાદ સતત બીજીવાર દગાબાજી કરીને પાર્ટીના ધારાસભ્યોને કોંગ્રેસમાં સામેલ કરાવ્યાં અને હવે જગજાહેર ફોન ટેપ કરાવીને વધુ એક ગેરકાયદેસર તથા ગેરબંધારણીય કામ કર્યું છે. 

બીએસપી પ્રમુખે કહ્યું કે આ પ્રકારે રાજસ્થાનમાં સતત જારી રાજકીય ગતિરોધ, આપસી ઉથલપાથલ તથા સરકારી અસ્થિરતાના હાલાતને રાજ્યપાલે ધ્યાનમાં લઈને ત્યાં રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભલામણ કરવી જોઈએ. જેથી કરીને રાજ્યમાં લોકતંત્રની વધુ દુર્દશા ન થાય. 

— ANI_HindiNews (@AHindinews) July 18, 2020

અત્રે જણાવવાનું કે રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ઓડિયો ક્લિપ સામે આવી છે. આ ટેપનો હવાલો આપીને કોંગ્રેસે રાજસ્થાનમાં સરકાર પાડવા માટે હોર્સ ટ્રેડિંગની કોશિશ થતી હોવાનો આરોપ લગાવ્યો છે. 

આ બાજુ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ આજે કહ્યું કે બંધારણીય જોગવાઈઓને બાજૂ પર મૂકીને ફોન ટેપિંગ કરાવવા સહિત વિભિન્ન પ્રકરણની સીબીઆઈએ તપાસ કરવી જોઈએ. ભાજપ પ્રવક્તાએ સવાલ ઉઠાવ્યો કે શું રાજસ્થાનમાં પરોક્ષ રીતે ઈમરજન્સી નથી લાગુ કરવામાં આવી રહી? તેમણે કહ્યું કે આ સમગ્ર પ્રકરણની ભાજપ સીબીઆઈ તપાસની માગણી કરે છે. તેનાથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. પાત્રાએ એવો પણ આરોપ લગાવ્યો કે રાજસ્થાનની સરકાર 2018માં બની, અશોક ગેહલોતજી મુખ્યમંત્રી બન્યા, ત્યારબાદ કોંગ્રેસ પાર્ટીની સરકારમાં કોલ્ડ વોરની સ્થિતિ બની રહી. 

જુઓ LIVE TV

ભાજપના પ્રવક્તાએ સવાલ કર્યો કે શું રાજસ્થાનમાં ફોન ટેપિંગ થતું હતું અને શું તે અધિકૃત રીતે થઈ રહ્યું હતું? શું એસઓપીનું પાલન થયું હતું? શું ફોન ટેપિંગ ખરેખર થયું? શું તમામ રાજકીય પાર્ટીઓના લોકો સાથે આ પ્રકારનો વ્યવહાર થઈ રહ્યો છે? તેને લઈને સીબીઆઈ દ્વારા તત્કાળ તપાસ થવી જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news