કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેની પાર્ટીમાં સામેલ થઈ ફિલ્મ અભિનેત્રી પાયલ ઘોષ

ફિલ્મ અભિનેત્રી પાયલ ઘોષે આખરે સોમવારે રામદાસ અઠાવલેની પાર્ટી આરપીઆઈ-એનું સભ્યપદ ગ્રહણ કરી લીધું છે. 

 કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેની પાર્ટીમાં સામેલ થઈ ફિલ્મ અભિનેત્રી પાયલ ઘોષ

મુંબઈઃ ફિલ્મ અભિનેત્રી પાયલ ઘોષ  (Payal ghosh mee too case) સોમવારે કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેની પાર્ટી રિપબ્લિરન પાર્ટી ઓફ ઈન્ડિયા-એ (આરપીઆઈ)માં સામેલ થઈ ગઈ છે. તેમણે મુંબઈમાં કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કર્યું છે. જાણકારી પ્રમાણે પાયલને પાર્ટીના મહિલા વિંગની ઉપાધ્યક્ષ બનાવવામાં આવી છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા ચર્ચા હતી કે પાયલ અઠાવલેની પાર્ટીમાં સામેલ થઈ શકે છે. સોમવારે આ અટકળો પર વિરામ લાગી જ્યારે પાયલે એક ખાસ કાર્યક્રમમાં આરપીઓઈનો ખેસ પહેરી લીધો. 

She has been named as the vice president of women's wing of RPI (A). pic.twitter.com/slRLOKtJWV

— ANI (@ANI) October 26, 2020

તમને જણાવી દએ કે પાયલ ઘોષ મીટૂ મુહિમ દરમિયાન ચર્ચામાં આવી હતી. તેણે હાલમાં ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ પર 'મી ટૂ'નો આરોપ લગાવ્યો હતો. આ બાબતે તેણે મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાવ્યો હતો. પરંતુ તેના આ આરોપનું અનુરાગ કશ્યપે ખંડન કર્યુ હતું. ત્યારે કેન્દ્રીય સામાજીક ન્યાય મંત્રી અને આરપીઆઈના અધ્યક્ષ રામદાસ અઠાવલેએ પાયલ ઘોષનું સમર્થન કર્યું હતું અને તેમણે પાયલ સાથે મુલાકાત પણ કરી હતી. 

એટલું જ નહીં પાયલ ઘોષને લઈને રામદાસ અઠાવલે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને પણ મળ્યા હતા અને પાયલે ત્યાં પણ પોતાની સુરક્ષા અને ન્યાય માટે માગ કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news