100 વર્ષના વદ્ધા વડાપ્રધાન મોદીની યોજનાઓથી એટલા થયા પ્રભાવિત કે પોતાના મંદિરમાં રાખ્યો પીએમનો ફોટો

Pm Modi: આ મહિલાનું નામ માંગી બાઈ છે જેને સંતાનમાં 12 દીકરીઓ છે અને 2 દીકરા છે. આ મહિલાએ કહ્યું કે તેના 14 સંતાનો જેટલા કામ નથી લાગતા તેટલા કામ પીએમ મોદી આવે છે. 

 100 વર્ષના વદ્ધા વડાપ્રધાન મોદીની યોજનાઓથી એટલા થયા પ્રભાવિત કે પોતાના મંદિરમાં રાખ્યો પીએમનો ફોટો

Pm Modi: વડાપ્રધાન મોદી 27 જૂને મધ્યપ્રદેશના પ્રવાસે જઈ રહ્યા છે જેને લઈને ભાજપની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીઓ વચ્ચે અહીંના રાજગઢ જિલ્લાના 100 વર્ષના વૃદ્ધા પણ ચર્ચામાં આવ્યા છે. આ વૃદ્ધા 14 સંતાનોના માતા છે પરંતુ તેમનું કહેવું છે કે તેમને તો પીએમ મોદી સૌથી વહાલા છે. તેઓ પીએમ મોદીને પોતાના દીકરા માને છે. એટલું જ નહીં તેઓ પીએમ મોદીથી એટલા પ્રભાવિત થયા છે કે તેમણે મંદિરમાં તેમનો ફોટો લગાવ્યો છે.

આ પણ વાંચો:

ઝી મીડિયા સાથે વૃદ્ધ મહિલાએ વાતચીત કરતાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ એવી ઘણી યોજનાઓ અમલમાં મુકી છે જેનો સીધો લાભ તેમને થયો છે અને તેના જીવનમાં સુધારો થયો છે. તેમનું કહેવું છે કે તેમણે ભગવાને તો જોયા નથી પરંતુ વડાપ્રધાન મોદીના રુપમાં જ તેમણે ભગવાનને જોયા છે તેથી તેમણે તેના ઘરના મંદિરમાં પીએમ મોદીનો ફોટો રાખ્યો છે. 

આ વૃદ્ધ મહિલાનું નામ માંગી બાઈ છે. આ મહિલા મધ્યપ્રદેશના રાયગઢ જિલ્લાના હરિપુરા જાગીર ગામની રહેવાસી છે. તેમણે ઘરમાં પીએમ મોદીનો ફોટો રાખ્યો છે અને રોજ સવારે જાગ્યા પછી તે આ ફોટો સૌથી પહેલા જોવે છે. મહિલાનું કહેવું છે કે તે પીએમ મોદીને ટીવીમાં તો ઘણીવખત જોવે છે પણ તેમને એકવાર મળવું પણ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news