વર્લ્ડ હાર્ટ ડેઃ હાર્ટએટેકે માટે જવાબદાર છે આ 5 કારણો, બચવું તો આટલી બાબતોનું રાખો ધ્યાન

ભારત સહિત સમગ્ર વિશ્વમાં કાર્ડિયોવાસ્ક્યુલર ડિસિઝ (સીવીડી) મૃત્યુ માટે ટોચનું કારણ હોવાનું ધ્યાનમાં લેતાં ડોક્ટર્સે કાર્ડિયાક સમસ્યાઓ માટે કારણભૂત કેટલાંક જોખમી પરિબળોમાં બદલાવ વિશે ચિંતા વ્યક્ત કરી છે, જેમાંથી ઘણાં કોવિડ-19માંથી પેદા થયાં છે. દર વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ હાર્ટ ડેની ઉજવણી કરાય છે

વર્લ્ડ હાર્ટ ડેઃ હાર્ટએટેકે માટે જવાબદાર છે આ 5 કારણો, બચવું તો આટલી બાબતોનું રાખો ધ્યાન

અમદાવાદ: ભારત સહિત સમગ્ર વિશ્વમાં કાર્ડિયોવાસ્ક્યુલર ડિસિઝ (સીવીડી) મૃત્યુ માટે ટોચનું કારણ હોવાનું ધ્યાનમાં લેતાં ડોક્ટર્સે કાર્ડિયાક સમસ્યાઓ માટે કારણભૂત કેટલાંક જોખમી પરિબળોમાં બદલાવ વિશે ચિંતા વ્યક્ત કરી છે, જેમાંથી ઘણાં કોવિડ-19માંથી પેદા થયાં છે. દર વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ હાર્ટ ડેની ઉજવણી કરાય છે ત્યારે ડો. સમીર દાણીએ કાર્ડિયોવાસ્ક્યુલર ડિસિઝમાં ટોચના પાંચ ટ્રેન્ડ અને તેના નિવારણ વિશે જાણકારી આપી હતી.

1. કોવિડ-19 અને સીવીડીઃ કોવિડ-19થી હ્રદય રોગના સ્પેક્ટ્રમમાં પરિવર્તન આવ્યું છે. કોવિડ-19 દર્દીઓમાં ઓછા અથવા કોઇપણ જોખમી પરિબળ (ડાયાબિટિસ, કોલેસ્ટ્રોલ અથવા હાઇપર ટેન્શન વગેરે) ન હોવા છતાં હાર્ટ એટેકના કેસમાં વધારો થયો છે. કોવિડ-19નું નિદાન થયાના મહિનાઓ બાદ એન્જિયોપ્લાસ્ટીના અને સાધારણ બ્લોકેજ ધરાવતા વ્યક્તિઓમાં બ્લોકેજ વધ્યું છે. 10-20 ટકા બ્લોકેજ ધરાવતા એન્જિયોપ્લાસ્ટીના દર્દીઓમાં કોવિડ-19 બાદ નિયમિત દવાઓ લેવા છતાં બ્લોકેજ વધીને 90 ટકા સુધી પહોંચ્યું છે.

2. વાયુ અને ખાદ્ય પ્રદૂષણની અસરઃ અત્યાર સુધી એવું માનતું હતું કે વાયુ પ્રદૂષણ મુખ્યત્વે ફેફસા અને શ્વસન સંબંધિત બિમારીઓ માટે કારણભૂત હતું, પરંતુ તે હ્રદય રોગ અને કેન્સર માટે પણ જવાબદાર છે. હાઇવેની નજીક રહેતાં અથવા વાહનોના ધુમાડાના વધુ સંપર્કમાં આવતાં વ્યક્તિને હ્રદય રોગ થવાનું જોખમ વધુ હોય છે.

ફેટ, સ્ટાર્ચ, એડેડ શુગર અને હાઇડ્રોજનેટટેડ ફેટ જેવાં ખાદ્ય પદાર્થોમાંથી તૈયાર કરાયયેલા પ્રોસેસ્ડ ફૂડનું સેવન પણ હ્રદયના સ્વાસ્થ્ય ઉપર અસર કરે છે. વાયુ પ્રદૂષણ અને પ્રોસેસ્ડ ફૂડને કારણે થતો સોજો લિપિડને આકર્ષિત કરે છે, જે બ્લોકેજનું કારણ બને છે.

3. પ્રિવેન્ટિવ રિસર્ચ ઉપર ધ્યાનઃ સીવીડીમાં રિસર્ચના સ્તરે સારવાર બેકસીટ લઇ રહી છે અને પ્રિવેન્શન ઉપર વધુ ધ્યાન અપાય છે, જે ડાયાબિટીસ, મેદસ્વિતા, કોલેસ્ટ્રોલ અને હાઇપરટેન્શન જેવાં જોખમી પરિબળોને રોકવા ઉપર કેન્દ્રિત છે. ડો. દાણીએ કહ્યું હતું કે, “અગાઉ ડાયાબિટીસની સારવાર હ્રદય રોગથી બચવા શુગરને નિયંત્રણમા રાખવા કરાતી હતી. હવે અભિગમ એવો છે કે ડાયાબિટીસ માટે કરાયેલી સારવાર શુગરને નિયંત્રણમાં રાખવા ઉપરાંત હ્રદય રોગના જોખમને સંભાવનાઓ ઘટાડે છે. આજ પ્રકારનો અભિગમ કોલેસ્ટ્રોલની સારવાર માટે પણ અપનાવવામાં આવ્યો છે. ઘણાં સંશોધનોમાં સાબિત થયું છે કે હ્રદયમાં બ્લોકેજીસને ઉલટાવી શકાય છે.”

4. ઉચ્ચ લિપોપ્રોટીન લિટલનું સ્તરઃ સામાન્ય જોખમી પરિબળો ઉપરાંત એક સંશોધનમાં લિપોપ્રોટીન લિટલ (એલપી)નું સ્તરણ પણ છે. ભારતીયોમાં આ પ્રોટીનનું સ્તર ઊંચું હોવાથી તેમને સીવીડીનું જોખમ વધુ રહે છે.  “જ્યારે લોહીમાં એલપી (એ)નું પ્રમાણ ઊંચું જોવા મળે ત્યારે તે ધમનીઓની દિવાલ સાથે જોડાવાનું શરૂ કરે છે, જે આખરે તેને બ્લોક કરીને સ્ટ્રોકનું કારણ બને છે.”

5. માનસિક આરોગ્ય ઉપર અસરઃ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ નક્કી કરવું સરળ છે, પરંતુ તણાવનું પ્રમાણ નક્કી કરવું ખૂબજ મૂશ્કેલ છે. લાંબા સમય સુધી તણાવ, ચિંતા અને ડિપ્રેશનનો અનુભવ કરતાં વ્યક્તિઓ હાઇ બ્લડ પ્રેશર અને હ્રદયના ધબકારામાં વધારો અનુભવે છે.

ડો. દાણીએ કહ્યું હતું કે, “વર્લ્ડ હાર્ટ ડે 2022ની થીમ – યુઝ હાર્ટ ફોર એવરી હાર્ટ છે, જે દરેક વ્યક્તિને માનવતા, પ્રકૃતિ અને તમારી પોતાની જાત માટે હ્રદયનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરવો તેનો વિચાર કરવાની તક આપે છે. હ્રદય લાગણીઓ, ભાવના, પ્રેમ, સહાનુભૂતિ અને કરૂણા સાથે જોડાયેલું છે. તેના વિશે જાગૃતિ ફેલાવવાની જવબાદારી માત્ર હેલ્થ પ્રોફેશ્નલ્સ અથવા સરકારની નથી. હ્રદયના દરેક ધબકારા સાથે કાર્ડિયોવાસ્ક્યુલર બિમારીનો સામનો કરવો ખૂબજ મહત્વપૂર્ણ છે.”

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news