ડાયાબિટીસના દર્દીઓની ચા-કોફીની મીઠી કરી શકે છે આ 3 વસ્તુઓ, ખાંડને બદલે કરી શકો છો ઉપયોગ

Health Tips: ખાંડનું સેવન કરવાથી શરીરને ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે. તેથી લોકો ખાંડનો વિકલ્પ શોધતા હોય છે. આ સિવાય જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય તેમના માટે પણ ખાંડ ઝેર સમાન સાબિત થાય છે. તેથી તેઓ પણ એવો વિકલ્પ શોધે છે જેને તેઓ ખાંડને બદલે ઉપયોગમાં લઈ શકે.

ડાયાબિટીસના દર્દીઓની ચા-કોફીની મીઠી કરી શકે છે આ 3 વસ્તુઓ, ખાંડને બદલે કરી શકો છો ઉપયોગ

Health Tips: આજના સમયમાં લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને જાગૃત થયા છે તેના કારણે ઘણા લોકો ખાંડનું સેવન ઓછા પ્રમાણમાં કરે છે. ખાંડનું સેવન કરવાથી શરીરને ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે. તેથી લોકો ખાંડનો વિકલ્પ શોધતા હોય છે. આ સિવાય જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય તેમના માટે પણ ખાંડ ઝેર સમાન સાબિત થાય છે. તેથી તેઓ પણ એવો વિકલ્પ શોધે છે જેને તેઓ ખાંડને બદલે ઉપયોગમાં લઈ શકે. જો તમે પણ હેલ્થને લઈને જાગૃત હોય અને કેલરી ઇન્ટેક ઘટાડવા માટે ખાંડનો વિકલ્પ શોધી રહ્યા હોય તો આજે તમને ત્રણ એવી વસ્તુ વિશે જણાવીએ જે તમારા ભોજન અને ચા કોફીમાં મીઠાશ પણ વધારશે અને તેનાથી સ્વાસ્થ્ય અને નુકસાન પણ નહીં થાય.

આ પણ વાંચો:

ગોળ

ગોળમાં કુદરતી શર્કરા હોય છે જે ચા કોફી અને ભોજનમાં મીઠાશ આપે છે. કેલેરીનું પ્રમાણ પણ બોર્ડમાં ઓછું હોય છે તેના કારણે શરીરને ઊર્જા મળે છે. ગોળનું સેવન કરવાથી રોગપ્રતિકારક ક્ષમતા પણ વધે છે અને પાચનતંત્ર પણ સારી રીતે કામ કરે છે.

મધ

મધ પ્રાકૃતિક રીતે મીઠું હોય છે જે ચા કોફી અને મીઠાશ આપે છે મોજમાં કેલેરીનું પ્રમાણ પણ ઓછું હોય છે અને પોષક તત્વો વધારે હોય છે તેથી તેનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે લાભકારી છે.

કોકોનટ સુગર

કોકોનટ સુગરને નાળિયેરમાંથી બનાવવામાં આવે છે અને તે કુદરતી રીતે મીઠી હોય છે તેમાં કેલેરીનું પ્રમાણ ઓછું હોય છે અને તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ ઓછો હોય છે જે સુગર પેશન્ટ માટે ખૂબ જ લાભકારી છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news