Gujarat AAP CM Candidate: કોણ છે ગુજરાતમાં AAPના CMનો ચહેરો ઈસુદાન ગઢવી? જાણો પત્રકારથી પોલિટિક્સ સુધીની સફર...

Gujarat Assembly Election 2022, AAP Candidates: AAPના સર્વેના પરિણામોની શુક્રવારે અમદાવાદમાં જાહેરાત કરતા પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ઈસુદાનને ગુજરાતની જનતા પાસે કરાવાયેલા સર્વેમાં 73 ટકા મત મળ્યા છે. આ સર્વેમાં ગુજરાતના 16.48 લાખ લોકોએ ભાગ લીધો હતો.

Gujarat AAP CM Candidate: કોણ છે ગુજરાતમાં AAPના CMનો ચહેરો ઈસુદાન ગઢવી? જાણો પત્રકારથી પોલિટિક્સ સુધીની સફર...

Gujarat Assembly Election 2022, AAP Candidates: દિલ્હીના સીએમ અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલે આપના નેતા ઇશુદાન ગઢવીને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યો છે. આજે ઈસુદાન ગઢવીના પરિવારના સભ્યો પણ અમદાવાદમાં યોજાયેલ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. કાર્યક્રમ સ્થળે અરવિંદ કેજરીવાલે ઈશુદાનનું નામ જાહેર કરતા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સીએમ પદના ઉમેદવાર કોણ હશે તેનું જે સસ્પેન્સ હતું તે હવે સમાપ્ત થયું છે.

AAPના સર્વેના પરિણામોની શુક્રવારે અમદાવાદમાં જાહેરાત કરતા પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ઈસુદાનને ગુજરાતની જનતા પાસે કરાવાયેલા સર્વેમાં 73 ટકા મત મળ્યા છે. આ સર્વેમાં ગુજરાતના 16.48 લાખ લોકોએ ભાગ લીધો હતો. આ એક પરિવર્તનની ક્ષણ છે અને ગુજરાતની જનતા પણ હવે પરિવર્તન માગી રહી છે. પંજાબની જેમ અમે ગુજરાતમાં પણ જનતા પાસેથી અભિપ્રાય મેળવીને AAPના મુખ્યમંત્રીપદના ચહેરાનો નિર્ણય લીધો હતો, હવે ગુજરાતમાં પણ સર્વેના આધારે ઈશુદાન ગઢવી સીએમ પદનો ચહેરો હશે.

કોણ છે ઇશુદાન ગઢવી? જાણો તેમની જિંદગીના ઉતાર ચઢાવ વિશે.... 
કેજરીવાલની ગુજરાત મુલાકાત અગાઉ પત્રકાર ઇશુદાન ગઢવીએ એક ખાનગી ટીવી ચેનલમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ઇશુદાન ગઢવી પોતાની સ્પષ્ટ છબી અને ખેડૂત અંગેની લાગણીના કારણે ગુજરાતનાં દરેકે દરેક ગામડા સુધી પોતાની આગવી ઓળખ બનાવી છે.

વિદ્યાપીઠમાં અભ્યાસ અને દુરદર્શનથી પત્રકારત્વ ક્ષેત્રે પ્રવેશ
ઈશુદાન ગઢવીનો જન્મ 10 જાન્યુઆરી 1982માં થયો હતો. 40 વર્ષના ઇશુદાન ગઢવી જામખંભાળિયા તાલુકાના પિપળીયા ગામના વતની છે. તેમના પિતા ખેરાજભાઇ ગઢવી સામાન્ય ખેડૂત હતા. ઇસુદાન ગઢવીએ 2005માં જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનમાં માસ્ટર ડિગ્રી મેળવ્યા બાદ તેમને એક સરકારી ચેનલના યોજના નામના કાર્યક્રમમાં જોડાયા હતા. 2005માં હૈદરાબાદ ખાતે એક ખાનગી ગુજરાતી ચેનલમાં જોડાયા હતા. ખાનગી ચેનલમાં તેમણે ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન અને ડાંગ તથા કપરાડા તાલુકાનાં બિનકાયદેસર વૃક્ષ છેદનનાં 150 કરોડનાં કૌભાંડના મુદ્દાને ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટ કર્યા હતા. આ રિપોર્ટનાં કારણે સરકાર પણ ઉંઘતી ઝડપાઇ હતી. આ અહેવાલ બાદ સરકારે કાર્યવાહી કરવી પડી હતી. જેના કારણે ઇસુદાન ગઢવીએ નિડર પત્રકારની ઓળખ મળી હતી. 

બેખોફ પત્રકાર તરીકેની છાપ કેળવી
2007થી 2011 દરમિયાન તેમણે પોરબંદરમાં એક ખાનગી ગુજરાતી ચેનલના પત્રકાર તરીકે કામ કર્યું હતું. 2011થી 2015 ઇસુદાન ગઢવીએ એક ન્યૂઝ ચેનલમાં પોલિટિકલ અને ગવર્નન્સ રીલેટેડ સ્ટેટ બ્યુરો ચીફ તરીકે ગાંધીનગરમાં જોડાયા હતા. 2015માં ખાનગી ચેનલમાં ગુજરાતી મીડિયાનાં સૌથી યુવા ચેનલ હેડ તરીકે જોડાયા હતા. જ્યાં તેમનો એક કાર્યક્રમ ખુબ જ જાણીતો બન્યો હતો અને તે આખા ગુજરાતમાં જાણીતા બન્યા હતા. પરંતુ બે વર્ષ પહેલા તેમણે પત્રકારત્વ છોડીને પોલિટિક્સમાં એન્ટ્રી કરી હતી. જેમાં તે અરવિંદ કેજરીવાલના હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ઇસુદાન હાલ અમદાવાદ ખાતે પોતાનાં માતા, પત્ની અને બે સંતાનો સાથે રહે છે. 

રાજનેતા તરીકે રાજનીતિની ગંદકી સાફ કરવાની નેમ
આ અંગે ઇસુદાને કહ્યું કે, જનતાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે. 15-16 વર્ષનાં પત્રકારત્વ દરમિયાન મે વિચાર્યું પણ નહોતું કે હું આ સ્ટેજ પર હોઇશ. એક પત્રકાર બાદ રાજકારણી તરીકે મેં મારાથી બનતા પ્રયાસો કરી લોકોને ન્યાય મળે તેવા પ્રયાસો કર્યા છે. એક સમયે વાલીઓ, વેપારી, ખેડૂતોના મુદ્દાઓ ઉઠાવવાનો પ્રયાસ કર્યો. જો કે હવે સિસ્ટમની ગંદકી દુર કરવા માટે રાજનીતિમાં ઉતરવાનું નક્કી કર્યું છે. ગુજરાતનો ઇતિહાસ હવે બદલાવા જઇ રહ્યો છે. હવે રાજનીતિમાંથી ગંદકી સાફ કરીશ, જે કામ કરવામાં કોંગ્રેસ નબળું રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news