વડોદરામાં બે શંકાસ્પદ વ્યક્તિ પકડાતા તંત્ર થયું દોડતું, પોલીસે મોલ ખાલી કરાવ્યો

રાજ્યમાં આતંકી હુમલાની આશંકાને લઇને આપેલા એલર્ટની વચ્ચે વડોદરામાં બે શંકાસ્પદ ઇસમોની પોલીસે ધરપકડ કરી છે. આ શકમંદ ઇસમો દ્વારા વાધોડિયા ખાતે આવેલા ગેલેક્ષીમોલમાં મોલના કર્મચારીઓને બેગમોલની અંદર પહોંચાડવા માટે રૂપિયાની લાલાચ આપી હતી જ્યારે કર્મચારીઓ દ્વારા ઇન્કાર કરતા બંન્ને ત્યાંથી ફરાર થઇ ગયા હતા. પોલીસે બંન્ને શકમંદોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. 

વડોદરામાં બે શંકાસ્પદ વ્યક્તિ પકડાતા તંત્ર થયું દોડતું, પોલીસે મોલ ખાલી કરાવ્યો

તૃષાર પટેલ/વડોદરા: રાજ્યમાં આતંકી હુમલાની આશંકાને લઇને આપેલા એલર્ટની વચ્ચે વડોદરામાં બે શંકાસ્પદ ઇસમોની પોલીસે ધરપકડ કરી છે. આ શકમંદ ઇસમો દ્વારા વાધોડિયા ખાતે આવેલા ગેલેક્ષીમોલમાં મોલના કર્મચારીઓને બેગમોલની અંદર પહોંચાડવા માટે રૂપિયાની લાલાચ આપી હતી જ્યારે કર્મચારીઓ દ્વારા ઇન્કાર કરતા બંન્ને ત્યાંથી ફરાર થઇ ગયા હતા. પોલીસે બંન્ને શકમંદોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. 

વઘોડિયા પાસે આવેલા ગેલેક્ષીમોલમાં બે શંકાસ્પદ ઇસમો દ્વારા એક બેગ મુકવાની લાલાચ કર્મચારીઓને આપવામાં આવી હતી. કર્મચારીઓ દ્વારા આ વાતની જાણ સંચાલકોને કરાતા સંચાલક દ્વારા ઘટનાની જાણ પોલીસને કરતા મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે સાવચેતીના ભાગ રૂપે સમગ્ર મોલ ખાલી કરાવીને મોલને કોર્ડન પણ કર્યો હતો.

ઉપવારમાંથી પાણીની આવક થતા સરદાર સરોવર ડેમની સપાટી 132.61 મીટરે પહોંચી

વડોદરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બંન્ને ઇસમોની તપાસ શરૂ કરી હતી. અને જાણકારી મળી હતી કે બંન્ને ઇસમો એક્ટિવા લઇને આવ્યા હતા. પોલીસે ગણતરીના કલાકોમાંજ બંન્ને ઇસમોની ધરપકડ કરી લીધી છે. ધરપકડ કરવામાં આવેલા બંન્ને ઇસમોના નામ સાગર ઠક્કર અને જીગર ચકરડી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે બંન્ને ઇસમો પરસ્પર મિત્રો છે. પોલીસે બંન્નેની પૂછપરછ શરૂ કરી છે.

જુઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news