હવે પાટીદારોએ બદલ્યા નિયમો! આ રિવાજોને આપી તિલાંજલી, તમામ જ્ઞાતિઓ અપનાવે તો થશે ફાયદો

Patidar : લગ્નના તાંતણે બંધાવાનો પ્રસંગ ધાર્મિક ઓછો અને સામાજિક વધુ બની ગયો છે અને આજે તો તેમાં પ્રિ-વેન્ડિંગ, જાતભાતની ફેશનો અને વ્યસનોને કારણે તે ટોક ઓફ ટાઉન બનતા હોય છે. કચ્છના કડવા પાટીદાર સમાજે એક અનોખી પહેલ કરી છે. આ પહેલ જો તમામ જ્ઞાતિઓ અપનાવે તો બહુ મોટો ફાયદો થઈ શકે છે. ત્યારે કઈ છે આ અનોખી પહેલ?

હવે પાટીદારોએ બદલ્યા નિયમો! આ રિવાજોને આપી તિલાંજલી, તમામ જ્ઞાતિઓ અપનાવે તો થશે ફાયદો

રાજેન્દ્ર ઠક્કર / કચ્છ: આજના જમાનામાં લગ્ન કે સામાજિક પ્રસંગો દેખાદેખીના થઈ ગયા છે. ખાસ લગ્નમાં ધુમ ખર્ચાઓ ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે. લગ્નના તાંતણે બંધાવાનો પ્રસંગ ધાર્મિક ઓછો અને સામાજિક વધુ બની ગયો છે. અને આજે તો તેમાં પ્રિ-વેન્ડિંગ, જાતભાતની ફેશનો અને વ્યસનોને કારણે તે ટોક ઓફ ટાઉન બનતા હોય છે. ત્યારે કચ્છના કડવા પાટીદાર સમાજે એક અનોખી પહેલ કરી છે. આ પહેલ જો તમામ જ્ઞાતિઓ અપનાવે તો બહુ મોટો ફાયદો થઈ શકે છે. ત્યારે કઈ છે આ અનોખી પહેલ?

  • લગ્નમાં વ્યસન અને ફેશન નહીં ચાલે!
  • હલ્દી રસમ અને પ્રિ-વેન્ડિંગને તિલાંજલી
  • ફેશનેબલ દાઢી નહીં સરકારી યોજનાનો લો લાભ
  • કચ્છના કડવા પાટીદારોની અનોખી પહેલ 
  • પાટીદારોના સમૂહ લગ્નમાં ઠરાવ કરાયો પાસ 

લગ્ન એટલે સાત જનમોને સાથ. લગ્ન એટલે એક-બીજાના થવાનો પવિત્ર સંબંધ...લગ્ન એટલે અગ્નિની સાક્ષીએ જનમો જનમ સાથે રહેવાનું અપાતું વચન. એકબીજા પ્રત્યેના પ્રેમને લગ્નના પવિત્ર તાંતણે બાંધી નવો જીવનસંસાર શરૂ કરતાં આજના યુગલો દેખાદેખીમાં ધૂમ ખર્ચાઓ કરે છે. જાતભાતની નવી નવી રસમો ઉભી કરીને લગ્નને એક દેખાદેખીનું માધ્યમ બનાવી દેવામાં આવ્યું છે. પહેલાના લગ્નમાં હલદી રસમ કે પ્રિ-વેન્ડિંગ જેવું કંઈ નહતું, છતાં પણ આજે એ તમામ લોકો સુખી સંસાર માણી રહ્યા છે. પરંતુ આજના આધુનિક લગ્નો પાછળ લાખોનો ખર્ચ છતાં પણ અનેક લગ્નો તુટી જાય છે. ત્યારે કચ્છના કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્ન આગામી અખાત્રીજના દિવસે યોજાવાના છે. આ લગ્નમાં પાટીદાર સમાજે એક એવી પહેલ કરી છે જેની બિરદાવવા લાયક છે. 

કચ્છના ઉમિયા માતાજીના સંસ્થાન વાંઢાય ખાતે યોજાનારા આ સમૂહલગ્નમાં સમાજે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. જેની વાત કરીએ તો, કોઈ વરરાજા ફેશનેબલ દાઢી નહીં રાખે, કોઈ પણ યુગલ પ્રિ-વેન્ડિંગ ફોટાશૂટ નહીં કરાવે, હલદી રસમ નહીં રાખે, લગ્ન બાદ ફેશન અને વ્યસનથી મુક્ત રહેશે. અખાત્રીજના દિવસે યોજાનારા આ સમૂહલગ્નમાં 22 યુગલ પ્રભુતામાં પગલાં માંડશે. લગ્ન પહેલાં ઉમિયા માતાજી સમક્ષ તમામ વરઘડિયાઓને આ નિર્ણયની જાણકારી આપવામાં આવી. સાથે જ ઉમિયા માતાજીની સાક્ષીએ વ્યસન અને ફેશનથી મુક્ત રહેવાના શપથ લેવડાવવામાં આવ્યા.

શું કરાયો નિર્ણય? 

  • કોઈ વરરાજા ફેશનેબલ દાઢી નહીં રાખે
  • કોઈ પણ યુગલ પ્રિ-વેન્ડિંગ ફોટાશૂટ નહીં કરાવે
  • હલદી રસમ નહીં રાખે
  • લગ્ન બાદ ફેશન અને વ્યસનથી મુક્ત રહેશે
  • કચ્છ કડવા પાટીદારોની અનોખ પહેલ 
  • લગ્નમાં પ્રિ-વેન્ડિંગ, હલ્દી રસમ નહીં
  • ફેન્સી દાઢી, ફેશન-વ્યસનને તિલાંજલી
  • 22 યુગલ પ્રભુતામાં પગલાં માંડશે 
  • દેખાદેખીથી નહીં સંસ્કારોથી લગ્ન માટે પહેલ 

પાટીદાર સમાજના આ સમૂહલગ્નમાં કોઈ દેખાદેખીથી બિનજરૂરી ખોટા ખર્ચા નહીં કરવાનો નિર્ણય લેવાયો છે. કન્યાઓને પાનેતર અને વર પક્ષને તલવાર દાતાઓને સહયોગથી આપવામાં આવ્યા છે. કોઈ કન્યા પોતાની રીતે પાનેતરની ખરીદી નહીં કરી શકે. તો ભોજન સમારંભમાં પણ નક્કી કરેલા મહેમાનોને જ લાવવાનું રહેશે. તો જે પણ યુગલ આ સમૂહલગ્ન સમારંભ લગ્નના તાંતણે બંધાશે તેમને સાત ફેરા અને કુંવરબાઈની મામેરુ જેવી વિવિધ સરકારી યોજનાઓનો લાભ અપાવવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. 

દેખાદેખીના લગ્નનો પૈસાનો વેડફાટ

કચ્છ કડવા પાટીદાર સમાજની આ પહેલ ખરેખર બિરદાવવા લાયક છે. આવી પહેલ આજના દરેક સમાજે કરવી જોઈએ. તો જે લોકો સમૂહલગ્ન નથી કરતાં અને લાખોનો ખર્ચ કરીને ચર્ચાનું કેન્દ્ર બને છે તેવા લોકોએ શીખ લેવી જોઈએ. દેખાદેખીના લગ્નનો પૈસાનો વેડફાટ જ થાય છે. તેથી ગુજરાતની તમામ જ્ઞાતિઓ અને સમાજોએ એક થઈને કચ્છના કડવા પાટીદાર સમાજની માફક પહેલ કરીને દેશના આર્થિક વિકાસમાં પોતાનું યોગદાન આપવું જોઈએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news