આમ આદમી પાર્ટીમાં ગુજરાતમાં મોટું પ્લાનિંગ કરી રહી છે, સુનીતા કેજરીવાલ આવશે ગુજરાત

Sunita Kejriwal : ગુજરાતમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના પ્રવાસ બાદ હવે સુનીતા કેજરીવાલ પ્રચારમાં ઉતરશે. પાર્ટીએ ભાવનગર અને ખાસ કરીને ભરૂચની સીટ માટે નવા પ્રકારે રણનીતિ બનાવી છે. ચૈતર વસાના નોમિનેશન બાદ પાર્ટી પ્રચાર પર ફોકસ કરવા માંગે છે 

આમ આદમી પાર્ટીમાં ગુજરાતમાં મોટું પ્લાનિંગ કરી રહી છે, સુનીતા કેજરીવાલ આવશે ગુજરાત

Lok Sabha Election 2024: ગુજરાતમાં ક્ષત્રિય આંદોલનને પગલે ભલે સૌરાષ્ટ્રની રાજકોટ સીટ ચર્ચામાં છે, પરંતું સૌથી વધુ આકરો મુકાબલો કોંગ્રેસના નેતા અહેમદ પટેલ સાથે જોડાયેલી ભરૂચ લોકસભા સીટ પર હોવાનું કહેવાય છે. આમ આદમી પાર્ટીએ ભાજપના અભેદ્ય કિલ્લાને ભેદવા માટે ચૈતર વસાવા પર મોટો દાવ ખેલ્યો છે. ચૈતર વસાવા ભરૂચમાં મોટા શક્તિ પ્રદર્શન બાદ 18 એપ્રિલના રોજ ઉમેદવારી કરી ચૂક્યા છે. ભરૂચમાં થયેલા શક્તિ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી હતી. તેમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની હાજરી પણ જોવા મળી હતી. ભરૂચ લોકસભાના ચૈતર વસાવાના નામાંકન બાદ પાર્ટી હવે ચૂંટણી પ્રચારમાં નવા નેતા લાવી રહી છે. સંજય સિંહ, ગોપાલ રાય જેવા નેતાઓને લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ત્યાં હવે સુનીતા કેજરીવાલ પણ પ્રચાર કરે તેવી શ્કયતા છે. પાર્ટીએ ગુજરાતમાં જાહેર કરાયેલા સ્ટાર પ્રચારોના લિસ્ટમાં તેમનું નામ બીજા ક્રમે છે. 

  • ભગવંત માન સાથે ચૈતર વસાવાનું ભરૂચમાં શક્તિ પ્રદર્શન
  • ચૈતર વસાવાએ શક્તિ પ્રદર્શન બાદ ઉમેદવારી ફોર્મ ભર્યું
  • કલ્પના સોરેનની સાથે પ્રચાર કરી શકે છે સુનીતા કેજરીવાલ
  • કેજરીવાલની ગેરહાજરીમાં પાર્ટીનો પ્લાન-બી તૈયાર  

BJP ની વિરુદ્ધ રિવરફ્રન્ટ દાવ
ભરૂચથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાએ ભાજપની વિરુદ્ધ વિસ્તારને પછાત રાખવાનો મુદ્દો ઉપાડીને રિવરફ્રન્ટ દાવ ખેલ્યો છે. ચૈતર વસાવાએ દાવો કર્યો છે કે, જો તેઓ જીતે છે તે ભરૂચ મહાનગરપાલિકાની સાથે નર્મદા નદી પર રિવરફ્રન્ટ બનાવવાનુ કામ કરાવશે. ચૈતર વસાવાનો આ સીટ પર સીધો મુકાબલો મનસુખ વસાવા સાથે છે. મનસુખ વસાવા 1988 માં પહેલીવાર ચૂંટણી જીત્યા હતા. તેના બાદ તેઓ સતત સાંસદ રહ્યાં છે અને છઠ્ઠી વાર જીત મેળવી ચૂક્યા છે. ચૈતર વસાવા ભરૂચ લોકસભા સીટમાં આવનારી ડેડિયાપાડા વિધાનસભા સીટના ધારાસભ્ય છે.  

બે પત્ની સાથે ચૈતર વસાવાનો પ્રચાર
2022 ના ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ચૈતર વસાવાએ ડેડિયાપાડા સીટ પર મોટી જીત હાંસિલ કરી હતી. તેમણે 40 હજાર વોટથી ભાજપના ઉમેદવારને હરાવ્યા હતા. તેમણે ત્યારે બે પત્નીઓ સાથે મળીને પ્રચાર કર્યો હતો. આ ચૂંટણીમાં પણ તેઓ એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ગરમીની સાથે ચૂંટણીનો પારો પણ વધી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૂંટણી પ્રચાર માટે ચારેતરફથી મનસુખ વસાવાને ઘેરી રહ્યાં છે. વસાવાએ આરોપ લગાવ્યો કે, મનસુખ વસાવા લાંબા સમયથી સાંસદ હોવા થતા તેઓ આ વિસ્તાવનો વિકાસ કરી શક્યા નથી. તેઓ પોતાને મળતી સાંસદની રકમ પણ પૂરતી વાપરી શક્યા નથી. 

શું આ તમારી વ્યૂહરચના છે?
ગુજરાતમાં બે બેઠકો પર ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલની ગેરહાજરીમાં મેદાન ખાલી છોડવા માંગતી નથી. આ માટે પાર્ટીએ દિલ્હીના નેતાઓ સાથે સુનીતા કેજરીવાલના કાર્યક્રમોની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર સુનીતા કેજરીવાલ આવતા સપ્તાહે ગુજરાતની મુલાકાત લઈ શકે છે. જો આમાં વિલંબ થશે તો તે 29 એપ્રિલ પછી ફરીથી ગુજરાત જશે. અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર 29 એપ્રિલે સુનાવણી થવાની છે. જો અરવિંદ કેજરીવાલને જામીન મળશે તો તેઓ ગુજરાત ચાલ્યા જશે અન્યથા સુનિતા કેજરીવાલ ફરીથી ગુજરાતમાં ધામા નાખશે. હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેન પણ તેમની સાથે આવી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news