સુરતમાં રખડતા શ્વાનનો આતંક; 3 વર્ષના બાળક પર કર્યો જીવલેણ હુમલો, આંખ, માથાના ભાગે ઈજા

સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતાં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. થોડા મહિના અગાઉ જ શહેરના અલગ અલગ વિસ્તારમાં ઘર પાસે રમી રહેલા બે બાળકોના શ્વાનના હુમલાથી મોત નિપજ્યા હતા.

સુરતમાં રખડતા શ્વાનનો આતંક; 3 વર્ષના બાળક પર કર્યો જીવલેણ હુમલો, આંખ, માથાના ભાગે ઈજા

પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં રખડતા શ્વાનનો ત્રાસ જોવા મળી રહ્યો છે. ભટાર વિસ્તારમાં ઘર પાસે રમી રહેલા ત્રણ વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો છે. હુમલામાં બાળકને આંખ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. 

સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતાં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. થોડા મહિના અગાઉ જ શહેરના અલગ અલગ વિસ્તારમાં ઘર પાસે રમી રહેલા બે બાળકોના શ્વાનના હુમલાથી મોત નિપજ્યા હતા. જ્યારે સુરત મહાનગરપાલિકાની રસીકરણ ખસીકરણ કામગીરીના દવા સામે શહેરમાં રખડતા શ્વાનના હુમલાઓની ઘટનાઓ અનેકો વખત સામે આવતી હોય છે. 

વધુ એક ઘટના સુરતના ભટાર વિસ્તારમાં બની છે.ગોકુળ નગરમાં રહેતા પ્રફુલ નિમરેનો 3 વર્ષનો પુત્ર પ્રિન્સ ઘર પાસે રમી રહ્યા હતો. અચાનક શ્વાને હુમલો કરતા બાળકને આંખ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાળકને તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. 

ઉલ્લેખનીય છે કે બાળકો પર શ્વાનના હુમલાની આ પહેલી ઘટના નથી શહેરમાં રોજના 40થી વધુ લોકો શ્વાનના હુમલાના શિકાર બની રહ્યા છે. બીજી બાજુ સુરત મહાનગરપાલિકા રસીકરણ કસીકર કામગીરીના મોટા દવા કરતી હોય છે. ત્યારે દવા વચ્ચે નાના બાળકો સહિત લોકો શ્વાનના હુમલાનો ભોગ બની રહ્યા છે. આ શ્વાનના આતંકથી શહેરીજનોને ક્યારેય મુક્તિ મળશે લોકો ચિંતા કરી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news