હોટેલ-સ્પાની આડમાં ચાલતા ગોરખધંધા સામે લાલ આંખ; બે દિવસમાં 1546 સ્થળોએ દરોડા, 150ની ધરપકડ

રાજ્યમાં દેહ વ્યાપારની પ્રવૃત્તિઓને બંધ કરાવવાની સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. જેમાં બે દિવસમાં 1546 સ્થળોએ રાજ્યવ્યાપી દરોડા પાડ્યા છે. 242 આરોપીઓ સામે ગુના દાખલ કરી 169 એફઆઈઆર નોંધવામાં આવી છે.

હોટેલ-સ્પાની આડમાં ચાલતા ગોરખધંધા સામે લાલ આંખ; બે દિવસમાં 1546 સ્થળોએ દરોડા, 150ની ધરપકડ

ઝી બ્યુરો/અમદાવાદ: રાજ્યમાં હોટલ અને સ્પાની આડમાં ચાલતી દેહ વ્યાપારની પ્રવૃત્તિઓને સદંતર બંધ કરાવવા માટે ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંઘવીએ વિડિયો કોન્ફરન્સ યોજીને આપેલી સૂચના બાદ ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરના સ્પા સેન્ટર, કોમર્શિયલ બિલ્ડીંગ તથા હોટલ પર દરોડા શરૂ કર્યા છે. આ સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત ગુજરાત પોલીસની અલગ અલગ ટીમો દ્વારા એક જ દિવસમાં 851 સ્થળો ઉપર રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા હતા. આ સ્પેશિયલ ડ્રાઇવમાં બે દિવસમાં 1546 સ્થળોએ રાજ્યવ્યાપી દરોડા પાડ્યા છે.

રાજ્યમાં દેહ વ્યાપારની પ્રવૃત્તિઓને બંધ કરાવવાની સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. જેમાં બે દિવસમાં 1546 સ્થળોએ રાજ્યવ્યાપી દરોડા પાડ્યા છે. 242 આરોપીઓ સામે ગુના દાખલ કરી 169 એફઆઈઆર નોંધવામાં આવી છે. એટલું જ નહીં, 150 આરોપીઓની ધરપકડ પણ કરાઈ છે. 32 જેટલા સ્પા સેન્ટરો તથા હોટલોના લાયસન્સ રદ કરવા કાર્યવાહી હાથ ધરાઇ છે.

માતા-પિતા ચેતી જાવ...તમારા બાળકનું ધ્યાન રાખો! 9 મહિનાની સાક્ષી પેનનું ઢાંકણુ ગળી ગઇ
                     
હોટલ અને સ્પા સેન્ટરની આડમાં ચાલતી દેહ વ્યાપારની પ્રવૃત્તિઓને બંધ કરાવવા અંગેની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી ગુજરાત પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે, ત્યારે પોલીસની અલગ અલગ ટીમો દ્વારા છેલ્લા બે દિવસ દરમિયાન અલગ અલગ ૧૫૪૬ સ્થળો ઉપર રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે. 

રાજ્યભરમાં પોલીસે ૨૪૨ આરોપીઓ સામે ૧૬૯ ગુના દાખલ કરી ૧૫૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ૩૨ જેટલા સ્પા સેન્ટરો તથા હોટલોના લાયસન્સ રદ કરવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news