ભાજપમાં વાવ વિધાનસભા બેઠક પરથી કોણ ચૂંટણી લડશે? પરબત પટેલે કર્યો આડકતરી ઈશારો

Gujarat Election 2022: વાવમાં ગુજરાત ગૌરવયાત્રામાં શંકર ચૌધરીએ પણ પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, તમને એમ લાગતું હોય કે મોદી સાહેબ અમે અહીંથી કમળને જીતાડીને મુકીશું તો બે હાથ ઊંચા કરીને સંકલ્પ કરો...

ભાજપમાં વાવ વિધાનસભા બેઠક પરથી કોણ ચૂંટણી લડશે? પરબત પટેલે કર્યો આડકતરી ઈશારો

બનાસકાઠ: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે અને પાર્ટીના મોટા નેતાઓ મોટા નિવેદન આપી રહ્યા છે. આજે વાવ ખાતે ગુજરાત ગૌરવ વિકાસ યાત્રામાં સંસદ પરબતભાઈ પટેલે મોટું નિવેદન આપીને ખળભળાટ મચાવ્યો છે. વાવ વિધાનસભામાં શંકર ચૌધરી ચૂંટણી લડશે તેવો પરબત પટેલે આડકતરી રીતે ઈશારો કર્યો હતો.

વાવ વિધાનસભા લડવા ઉમેદવાર શોધવા નથી જવાનું: પરબત પટેલ
આ ગૌરવ યાત્રામાં સાંસદ પરબત પટેલે આડકતરી રીતે નામ લીધા વિના શંકર ચૌધરી તરફ ઈશારો કરી ઉમેદવારનો સંકેત આપ્યો હતો. શંકર ચૌધરી તરફ ઇશારો કરતા પરબત પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, વાવ વિધાનસભા લડવા આપણો મુરતિયો નક્કી છે આપણે મુરતિયો શોધવા જવાનું નથી.. કમળ એ જ આપણો ઉમેદવાર આપણે કમળને જ જીતડવાનું છે. કઈ હોય તો અમારી પાસે ફરિયાદ લઈને આવજો, કોઈની ખોટો વાતોમાં આવતા નહિ. 

વાવમાં ગુજરાત ગૌરવયાત્રામાં શંકર ચૌધરીએ પણ પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, તમને એમ લાગતું હોય કે મોદી સાહેબ અમે અહીંથી કમળને જીતાડીને મુકીશું તો બે હાથ ઊંચા કરીને સંકલ્પ કરો... ગઈ વખતે અહીંથી કમળ ગયું ન હતું પણ આ વખતે મોક્લો...કેન્દ્રીય મંત્રી હરદીપસિંહની ઉપસ્થિતમાં લોકોએ સંકલ્પ લીધો હતો.

બીજી બાજુ, કાર્યકર્તાઓએ શંકરભાઈ જીંદાબાદના નારા લગાવ્યા હતા. ગૌરવ વિકાસ યાત્રામાં પેટ્રોલિયમ મંત્રી હરદીપશિંહ સહિત મહાનુભવો હાજર રહ્યા હતા. એટલું જ નહીં, આ પ્રસંગે બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ, મંત્રી કીર્તિસિંહ વાઘેલા, ધારાસભ્ય શશીકાંત પંડ્યા, ભાજપ નેતા અલ્પેશ ઠાકોર અને શંકર ચૌધરીએ યાત્રાનું સ્વાગત કર્યું હતું. આજે ભાજપની આ ગૌરવ યાત્રા વાવ ખાતે પહોંચી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news