દુબઈ-સિંગાપુર જેવું બનશે અમદાવાદ! વધુ 7 ગગનચુંબી બિલ્ડિંગને મંજૂરી, જાણો કયા વિસ્તારોમાં બનશે

ગુજરાતના હાર્દ સમાન અમદાવાદને દુબઈ અને સિંગાપુર જેવું ઝાકમઝોળ બનાવવાની કવાયત થઈ રહી છે. આ માટે વધુ 7 ગગનચુંબી આઈકોનિક બિલ્ડિંગને બનાવવાની મંજૂરી મળી છે.

દુબઈ-સિંગાપુર જેવું બનશે અમદાવાદ! વધુ 7 ગગનચુંબી બિલ્ડિંગને મંજૂરી, જાણો કયા વિસ્તારોમાં બનશે

ગુજરાતના હાર્દ સમાન અમદાવાદને દુબઈ અને સિંગાપુર જેવું ઝાકમઝોળ બનાવવાની કવાયત થઈ રહી છે. આ માટે વધુ 7 ગગનચુંબી આઈકોનિક બિલ્ડિંગને બનાવવાની મંજૂરી મળી છે. અત્રે જણાવવાનું કે હાલ ગુજરાતમાં 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી 15 ઈમારતો છે જેમાં હવે આ 7નો પણ ઉમેરો થશે. જે અમદાવાદની શાનમાં વધારો કરશે. 

આ જે 7 ગગનચુંબી ઈમારતોને મંજૂરી મળી છે તેમાંથી 5 ઈમારતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં જ્યારે એક ઔડા વિસ્તારની હદમાં તથા એક ઊંચી ઈમારત ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં બનશે. શહેરી વિકાસ વિભાગે આ બિલ્ડિંગો બનાવવા માટે અંદાજે 4038 કરોડ રૂપિયાના બજેટને પણ સત્તાવાર રીતે મંજૂરી આપી છે. આ મામલે 15મી ડિસેમ્બરે 10મી વાયબ્રન્ટ સમિટ સમયે યોજાઈ રહેલા શહેરી વિકાસ વિભાગના સેમીનારમાં નવા બિલ્ડિંગ્સના પ્રમોટર્સ સાથે ઔપચારિક એમઓયુ કરવામાં આવશે. 

અત્રે જણાવવાનું કે અગાઉ જે 100 મીટરથી ઊંચા એવા 15 બિલ્ડિંગો માટે મંજૂરી અપાઈ હતી અને જેના બાંધકામ ચાલુ છે તેમાની 12 ઈમારતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા ઔડાની હદમાં છે. જ્યારે એક એક બિલ્ડિંગ્સ સુરત, વડોદરા, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં બની રહી છે. ગુજરાત સરકારે 100 મીટરથી ઊંચી આલિશાન ઈમારતો બાંધવા માટે 18 ઓગસ્ટ 2020ના રોજ જાહેરનામા થકી ખાસ નીતિ બહાર પાડી અને ત્યારબાદ અત્યાર સુધીમાં એટલે કે 3 વર્ષમાં કુલ 22 ઈમારતોને મંજૂરી મળી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news