ગુજરાત કોંગ્રેસમાં કયા સિનિયર નેતાઓને ચૂંટણી લડવાના અભરખા જાગ્યા? કોણ ક્યાંથી લડી શકે છે ચૂંટણી?

Gujarat Election 2022: કોંગ્રેસમાં ખેડબ્રહ્મા બેઠક પરથી તુષાર ચૌધરી ચુટણી લડવા તૈયાર થયા છે. પાલનપુરના વર્તમાન ધારાસભ્યની ટીકીટ કપાઇ શકે છે. તેમના સ્થાને રવિરાજ ગઢવીને ઉમેદવાર બનાવવાનું આયોજન કોંગ્રેસ કરી રહી છે.

ગુજરાત કોંગ્રેસમાં કયા સિનિયર નેતાઓને ચૂંટણી લડવાના અભરખા જાગ્યા? કોણ ક્યાંથી લડી શકે છે ચૂંટણી?

ગૌરવ દવે/અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના કેટલાક સિનિયર નેતાઓેને ચુંટણી લડવાના અભરખા જાગ્યા છે. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલકી પેટલાદ બેઠક પરથી ચુટંણી લડવા તત્પર થયા છે. જો ભરતસિંહને ટિકિટ મળે તો વર્તમાન ધારાસભ્ય નિરંજન પટેલની ટિકિટ કપાઇ શકે છે.

એવી જ રીતે કોંગ્રેસમાં ખેડબ્રહ્મા બેઠક પરથી તુષાર ચૌધરી ચુટણી લડવા તૈયાર થયા છે. પાલનપુરના વર્તમાન ધારાસભ્યની ટીકીટ કપાઇ શકે છે. તેમના સ્થાને રવિરાજ ગઢવીને ઉમેદવાર બનાવવાનું આયોજન કોંગ્રેસ કરી રહી છે. મહેન્દ્રસિંહ વાઘેલાના કોંગ્રેસ પ્રવેશ બાદ કેટલીક બેઠકના ગણિત બદલાયા છે. કોંગ્રેસ મહેન્દ્ર સિંહને બાયડ, કપડવણજ કે દેહગામથી ચુંટણી મેદાનમાં ઉતારી શકે છે. મહેન્દ્ર સિંહ બાયડ- કપટવંજ પર કોંગ્રેસના સીટીગ ધારાસભ્ય છે.

મહત્વનું છે કે, કોંગ્રેસ છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં સત્તાથી દૂર છે, એટલે કોંગ્રેસ આ વખતે ગમે તેમ કરીને એડીચોટીનું જોર લગાવી રહી છે. કોંગ્રેસે આ વખતે ચૂંટણીમાં એવી રણનીતિ બનાવી હતી કે તેઓ પાર્ટીના જૂના દિગ્ગજ નેતાઓને ચૂંટણી મેદાનમાં ઉતારશે. જેના ભાગરૂપે કોંગ્રેસ નેતા ભરતસિંહ ચૂંટણી ચૂંટણી લડે એવી શક્યતા દેખાઈ રહી છે. બીજી બાજુ કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકીએ પણ ચૂંટણી લડવા માટે તૈયારી દર્શાવી છે.

તમને જણાવી દઈએ કે કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકીએ પેટલાદ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાનો દાવો કર્યો છે. પરંતુ હાલ આણંદ જિલ્લાની પેટલાદ બેઠક પર નિરંજન પટેલ સીટિંગ ધારાસભ્ય છે. 

આ પણ જુઓ વીડિયો:-

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના બે પૂર્વ કેન્દ્રીય મંત્રી મિશન 2022ના ચૂંટણી જંગમાં ઉતરશે. ભરતસિંહ સોલંકી અને તુષાર ચૌધરી  વિધાનસભાની ચૂંટણી લડશે. પેટલાદથી ભરતસિંહ સોલંકી ચૂંટણી લડશે, તો ખેડબ્રહ્મા બેઠક પરથી તુષાર ચૌધરી ચૂંટણી લડશે. બંને નેતાઓને કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વએ ચૂંટણી લડવા આદેશ કર્યા છે.

ગુજરાત કોંગ્રેસમાંથી કયા કયા નેતાઓ કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તેને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. તો સૂત્રો પ્રમાણે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ અને સિદ્ધાર્થ પટેલ આ વખતે ચૂંટણી નહીં લડે તેવી વિગતો સામે આવી છે. આ તમામ નેતાઓ ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે પ્રચારની કમાન સંભાળશે. 

કોંગ્રેસની કઈ બેઠક પરથી કયા નેતાઓ ચૂંટણી લડશે? આ સવાલના જવાબમાં સૂત્રોએ જણાવ્યું હતું કે, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, આંકલાવથી અમિત ચાવડા, અમરેલીથી પરેશ ધાનાણી, ખેદબ્રહ્માથી તુષાર ચૌધરી, દાણીલીમડાથી શૈલેષ પરમાર, બાપુનગરથી હિંમતસિંહ પટેલ, છોટાઉદયપુરના જેતપુરથી સુખરામ રાઠવા તો વડગામથી જીગ્નેશ મેવાણી ફરી ચૂંટણી લડશે. આ સાથે ઉનાથી પુંજા વંશ અને ખંભાળિયાથી વિક્રમ માડમ ફરી ચૂંટણી લડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news