અમદાવાદમાં મહિલાઓ સુરક્ષિત છે? નારોલ અને સરખેજમાં નોંધાયા હેવાનિયતના ચોંકાવનારા બે કિસ્સા

નારોલમાં પિતરાઈ ભાઈ એ 9 વર્ષીય સગીરા અને સરખેજમાં 16 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ કરતા પોલીસે બંને કેસમાં પૈકી એક કેસમાં આરોપીઓની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં સગીરા સાથે દિવસેને દિવસે દુષ્કર્મના બનાવો વધી રહયા હોય જાણે એવું લાગી રહ્યું છે. છેલ્લા બે દિવસમાં બે બનાવ સામે આવ્યો છે.

અમદાવાદમાં મહિલાઓ સુરક્ષિત છે? નારોલ અને સરખેજમાં નોંધાયા હેવાનિયતના ચોંકાવનારા બે કિસ્સા

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદમાં સતત બીજા દિવસે સગીરા સાથે દુષ્કર્મ થયાનો બનવા સામે આવ્યો છે. નારોલમાં પિતરાઈ ભાઈ એ 9 વર્ષીય સગીરા અને સરખેજમાં 16 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ કરતા પોલીસે બંને કેસમાં પૈકી એક કેસમાં આરોપીઓની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં સગીરા સાથે દિવસેને દિવસે દુષ્કર્મના બનાવો વધી રહયા હોય જાણે એવું લાગી રહ્યું છે. છેલ્લા બે દિવસમાં બે બનાવ સામે આવ્યો છે. પહેલા બનાવની વાત કરવામાં આવે તો શનિવારે નારોલ વિસ્તારમાં 9 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે. 

બનાવની ગંભીરતા તો એ છે કે બળાત્કાર ગુજારનાર અન્ય કોઈ નહીં પરંતુ ભોગ બનનારનો પિતરાઈ ભાઈ જ છે. સગીરા જ્યારે આરોપીના ઘરે આરોપીના બાળકને રમાડવા માટે ગઈ હતી. તે સમયે આરોપીએ સગીરાને ધમકાવી તેને ઝાડીઓમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ આરોપી સગીરાને પોતાના ઘરે મુકી ફરાર થઈ ગયો છે. સગીરાની પુછપરછ કરી મેડિકલ પરીક્ષણ કરતા હકીકત સામે આવી કે આરોપીએ દુષ્કર્મ ગુજારતા સગીરાના કપડા લોહી થી લથબથ થઈ ગયા હતા અને માટે જ આરોપી સગીરાના કપડા બદલાવી પોતાના ઘરે સુવડાવી ફરાર થઈ ગયો છે. 

જોકે પોલીસે આરોપીની તપાસ કરતા હકીકત સામે આવી કે આરોપી ભોગ બનનારના ફોઈનો દિકરો છે. અને તેના પણ બે બાળકો છે. સાથે જ તાજેતરમાં આરોપીની પત્નિએ બાળકને જન્મ આપ્યો છે માટે સગીરા તેના ઘરે જમવાનું આપવા અને બાળકને રમાડવા માટે ગઈ હતી. ત્યારે નારોલ પોલીસે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે. 

રવિવારના બીજા બનાવની વાત કરવામાં આવે તો સરખેજ વિસ્તારમાં આવેલ વકીલ સાહેબ બ્રીજ નીચે સગીરા સાથે દુષ્કર્મ થયાનો બનાવ સરખેજ પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયો છે. જેમાં વિપુલ દેવીપૂજક નામના શખ્સે ગઈ રાતે અંધારાનો લાભ લઇને બ્રિજ નીચે શ્રમિક પરિવાર મજૂરી કરી આરામ કરી રહ્યો હતો. ત્યારે શ્રમિક પરિવારની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. 

પરિવાર જાગી જતા સગીરાને બચાવી લીધી હતી અને દુષ્કર્મ આચરનાર શખ્સ વિપુલ દેવીપૂજકને સરખેજ પોલીસને હવાલે કર્યો હતો. ત્યારે સરખેજ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ પુરા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આમ અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસમાં અલગ અલગ વિસ્તારમાં બે સગીરા પર દુષ્કર્મ થયાની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઇ હતી.

જો છેલ્લા એક માસની વાત કરવામાં સગીરા પરના દુષ્કર્મની તો 5થી પણ વધુ બનાવો સામે આવી ચુક્યા છે. જે પૈકી અમુક કેસમાં આરોપીઓ પોલીસના હાથે પકડાઈ ચુક્યા છે જ્યારે અન્ય ફરાર છે. ઉલ્લેખનીય છે કે મોટા ભાગ ના સગીરા પરના દુષ્કર્મના કેસમાં આરોપીઓ ભોગ બનનાર નજીકના સંબંધી કે પરિચિત હોવાનું જ સામે આવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news