Gujarat Election: આગામી વિધાનસભામાં પાટીદાર સમાજ કોના સાથે? નરેશ પટેલે આપ્યું મહત્વપૂર્ણ નિવેદન

Gujarat Election: નર્મદા જિલ્લાનો પ્રવાસ સંગઠનના હેતુને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો. દરેક જિલ્લા અને તાલુકાના કન્વીનરો સાથે ખાટલા બેઠક કરવાનો હેતુ છે..

Gujarat Election: આગામી વિધાનસભામાં પાટીદાર સમાજ કોના સાથે? નરેશ પટેલે આપ્યું મહત્વપૂર્ણ નિવેદન

વડોદરા: ખોડલધામના ચેરમેન નરેશ પટેલે આજે નર્મદા જિલ્લાની મુલાકાત લીધી હતી. નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેટ્ચૂ ઓફ યુનિટીના દર્શન પણ કર્યા હતા. નર્મદા જિલ્લામાં જે વિકાસ થઈ રહ્યો છે તેને વેગ મળતો રહે તેવી પ્રાર્થના નર્મદા નદીને કરી હતી. 

નર્મદા જિલ્લાનો પ્રવાસ સંગઠનના હેતુને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો. દરેક જિલ્લા અને તાલુકાના કન્વીનરો સાથે ખાટલા બેઠક કરવાનો હેતુ છે અને સંગઠનને મજબૂત કરવાના ઉદ્દેશથી દરેક જિલ્લાની મુલાકાત લઈ રહ્યા છે. 

નરેશ પટેલે જણાવ્યું હતું કે, આગામી વિધાનસભા માટે કહ્યું કે પાટીદાર સમાજ ભોળો સમાજ છે અને દરેક પક્ષમાં ફેલાયેલો સમાજ છે. 

ખોડલધામના નેજા હેઠળ કોઈ પક્ષની વાત કરવી એ વ્યાજબી ન ગણાય. કોઈપણ સમાજના સારા ઉમેદવારો વિધાનસભામાં ચૂંટાયને આવે તો ગુજરાતનું ભલું થાય. પાટીદાર સમાજ એક પક્ષ સાથે રહે એવું કદી બને નહીં. ચૂંટણીનો માહોલ બને ત્યારે નક્કી થશે કે ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ થશે કે શું થશે તે ખબર પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news