અમદાવાદના આ વિસ્તારથી નીકળશે રામ ચરિત્ર માનસ યાત્રા, 33 વર્ષ બાદ ફરી રચાશે ઇતિહાસ

અમદાવાદથી અયોધ્યા સુધી રામ ચરિત્ર માનસ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે 18 દિવસની લાંબી યાત્રા 8 જાન્યુઆરીથી શરૂ થશે. 8 જાન્યુઆરીએ પૂજા વિધિ થશે અને 9 જાન્યુઆરીએ યાત્રા નીકળશે. 20 જાન્યુઆરીના રોજ રથયાત્રા અયોધ્યા પહોંચશે.

અમદાવાદના આ વિસ્તારથી નીકળશે રામ ચરિત્ર માનસ યાત્રા, 33 વર્ષ બાદ ફરી રચાશે ઇતિહાસ

સપના શર્મા/અમદાવાદ: અયોધ્યા નગરી અત્યારે સુવર્ણનગરી બનવા જઈ રહી છે. ત્યારે રામ જન્મભૂમિ પર ભવ્ય રામ મંદિરના નિર્માણનું કામ પૂરજોશથી ચાલી રહી છે. અમદાવાદમાં ફરી 33 વર્ષ બાદ ઇતિહાસ રચાશે. બીજી શ્રી રામ ચરિત્ર માનસ યાત્રા સાથે ઈતિહાસ પુનરાવર્તિત થશે. ફરી એક વખત અમદાવાદથી રથયાત્રા અયોધ્યા જશે. 1008 નોંધાયેલા ભક્તો સાથે અયોધ્યા પહોંચવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. અયોધ્યામાં રામ મંદિરની સ્થાપના દિવસની ઉજવણીને લઈને તૈયારી ચાલી રહી છે. ન્યુ રાણીપમાં આવેલ રામ ચરિત્ર માનસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદથી અયોધ્યા સુધી રામ ચરિત્ર માનસ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે 18 દિવસની લાંબી યાત્રા 8 જાન્યુઆરીથી શરૂ થશે. 8 જાન્યુઆરીએ પૂજા વિધિ થશે અને 9 જાન્યુઆરીએ યાત્રા નીકળશે. 20 જાન્યુઆરીના રોજ રથયાત્રા અયોધ્યા પહોંચશે. 22 જાન્યુઆરીના રોજ મંદિરમાં ધ્વજા ફરકાવશે અને દર્શન કરશે. 23 જાન્યુઆરીએ તમામ ભક્તો માટે નિર્ધારિત દર્શન અને 25 જાન્યુઆરી સુધીમાં અમદાવાદ પરત ફરશે. યાત્રામાં 1008 લોકો યાત્રી ભકતો જોડાશે. તેમજ 500થી વધુ સ્વયંસેવકો શ્રદ્ધાળુ યાત્રિકોને જોડાશે. મોટા અને નાના બંને પ્રકારના લગભગ 12 શહેરોમાં યાત્રા સ્ટોપ લેશે. યાત્રા નોંધણી 26 ડિસેમ્બરથી બપોરે 2 વાગે શરૂ થશે. 

વધુમાં, જેઓ કાફલામાં જોડાવા ઈચ્છે છે તેઓ ઓનલાઈન અને રામ ચરિત્ર માનસ યાત્રા (RCMY) ચેરિટેબલ ટ્રસ્ટ નોંધણી કરી શકશે. અથવા તો વેબસાઇટ (www.rcmy.org) પર  યાત્રીઓ માટે પ્રક્રિયા કરી શકશે. યાત્રામાં સત્સંગ અને ભજન ગાયન અથવા સેલિબ્રિટી શો માટે 3 કલાકનો હોલ્ડ રહેશે. સમગ્ર રામ ચરિત્ર માનસ યાત્રા દરમિયાન 'રામ નામ'નો જાપ કરવામાં આવશે. 'પારાયણો'ના વાંચનની સાથે સાથે 15 પંડિતો જોડાશે. જેમાં ભજન કીર્તન. પૂજા, કથા, જાપ, નાટક સહિતના કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે. આ યાત્રા ધ્વજારોહણ પણ કરવામાં આવશે. યાત્રા અમદાવાદથી નીકળી સૌથી પહેલા ગોધરા બાદમાં દાહોદ, બંડાવર, ઉજ્જૈન, પચોટ, ગુના, શિવપુરી, ઝાંસી, કાનપુર, લખનઉ રોકાશે અને અયોધ્યામાં પૂર્ણ થશે. યાત્રામાં મેડિકલ ટીમ અને જરૂરી વાહનો પણ રહેશે. 20 થી વધુ વાહનો જોડાશે, જેમાં યાત્રા પરત ફરશે. 

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની તડામાર તૈયારી
રામ જન્મભૂમિ પર ભવ્ય રામ મંદિરના નિર્માણનું કામ પૂરજોશથી ચાલી રહી છે. તો બીજીબાજુ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પણ તૈયારી અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. કેમ કે 22 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે રામલલાને ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવશે. આ દરમિયાન દેશભરના 4000 જેટલાં સાધુ-સંતો અને 2500 વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા અતિથિ હાજર રહેશે. પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થનારા મહાનુભાવોને આમંત્રણ મોકલવામાં આવી રહ્યું છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ મંદિરના નિર્માણની કેટલીક તસવીરોને જાહેર કરીને જાણકારી શેર કરવામાં આવી રહી છેકે મંદિર નિર્માણનું કામ ઝડપથી પૂરા કરી લેવામાં આવશે... તેના પછી પ્રાણ પ્રતિષ્ઠાનું ભવ્ય અને દિવ્ય આયોજન થશે.

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની રંગારંગ તૈયારી
અયોધ્યા નગરી અત્યારે સુવર્ણનગરી બનવા જઈ રહી છે. કેમ કે 500 વર્ષ કરતાં વધુ સમય પછી રામલલાાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. 22 જાન્યુઆરીએ પીએમ મોદીના હસ્તે ભગવાન રામલાલાને ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવશે. આ દિવ્ય, ભવ્ય અને ઐતિહાસિક ક્ષણ માટે કરોડો રામભક્તો તન,મન અને ધનથી તૈયારીઓ કરી રહ્યા છે. દેશ અને દુનિયામાં તો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ તડામાર રીતે કરવામાં આવી રહી છે. પરંતુ અયોધ્યા નગરીને તો ખાસ અંદાજમાં તૈયાર કરવામાં આવી રહી છે.

 ભગવાન રામની કોતરણીવાળી સ્તંભ
અયોધ્યામાં રોડ-રસ્તા રિપેરિંગનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જાહેર રસ્તાની દિવાલો  પર ભગવાન રામ અને તેમને લગતી કથાઓનું કોતરણીકામ કરવામાં આવી રહ્યું છે. જેથી જે ભાવિક ભક્તો અયોધ્યામાં આવે તેઓ રામાયણની સમગ્ર કથાથી માહિતગાર થઈ જાય. આ સિવાય ભગવાન રામની કોતરણીવાળી સ્તંભ પણ મૂકવામાં આવી રહ્યો છે. 

આ સિવાય તમામ સાધુ-સંતો અને મહેમાનો આવે તેમનું સારી રીતે સ્વાગત કરવામાં આવે. તેમની રહેવાની વ્યવસ્થા સારી હોય તેના માટે પણ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 7000 કરતાં વધારે મહાનુભાવો ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. હાલ તો આ કાર્યક્રમ દિવ્ય, ભવ્ય અને અવિસ્મરણીય બની રહે તે માટે તમામ તૈયારીઓ તંત્ર અને સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news