જમાઈએ બગાડ્યો સસરાનો પ્રસંગ! એક મિનિટમાં લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો, એકનું મોત

ઠાસરા તાલુકાના મોરઆમલી ગામે યુવકના લગ્ન પ્રસંગે ડાન્સ કરવા બાબતે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લેતા ઘાતક હથિયારો વડે હુમલો કરાયો હતો.જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું.જ્યારે અન્ય ચાર વ્યક્તિઓને ઈજા પહોંચી હતી

જમાઈએ બગાડ્યો સસરાનો પ્રસંગ! એક મિનિટમાં લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો, એકનું મોત

ઝી બ્યુરો/ખેડા: ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના મોરઆમલી ગામે બે દિવસ અગાઉ પોતાના સાળાના લગ્ન પ્રસંગે સાવલી તાલુકાના નારા ગામેથી કેટલાક વ્યક્તિઓ સાથે સસરાના ઘરે આવેલા જમાઈએ ડાન્સ કરવા બાબતે ઝઘડો કર્યો હતો. 

જે ઝઘડો ઉગ્ર બનતા જમાઈ સુરવિરસિંહ ઉર્ફે જીગ્નેશ પરમાર અને તેની સાથે આવેલા લોકોએ પોતાની સાથે લાવેલા ચપ્પુ સહિતના ઘાતક હથિયારોથી હુમલો કરતા એક વ્યક્તિનું મોત નિપજ્યુ હતું. તેમજ ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. 

હુમલો કરી આરોપીઓ કાર લઈ ફરાર થઈ ગયા હતા.જે મામલામાં ડાકોર પોલીસ દ્વારા ચાર વ્યક્તિઓ વિરૂદ્ધ નામજોગ તેમજ અન્ય અજાણ્યા ઈસમો સહિત નવ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમ્યાન પોલીસ દ્વારા આજરોજ જમાઈ સહિત અન્ય જમાઈના ત્રણ મિત્રોની ધરપકડ કરી ફરિયાદમાં દર્શાવેલા અજાણ્યા વ્યક્તિઓ કોણ હતા તે દિશામાં તપાસ શરૂ કરી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news