MP Elections: ગુજરાત બહાર નેતાઓની કોઈ વેલ્યું નથી?, MPમાં એક પણ ને ન મળ્યું સ્થાન

Loksabha Election 2023: ગુજરાતમાં મોટા મોટા નેતાઓ મોટા ભા થઈને ફરે છે અને મસમોટી વાતો કરી રહ્યાં છે પણ આજની એમપીની આ સ્ટાર પ્રચારકોની યાદીએ એ જાહેર કરી દીધું છે કે ગુજરાતના ભાજપના નેતાઓની ગુજરાત બહાર કોઈ વેલ્યું નથી.

MP Elections: ગુજરાત બહાર નેતાઓની કોઈ વેલ્યું નથી?, MPમાં એક પણ ને ન મળ્યું સ્થાન

Loksabha Election 2023: લોકસભાની ચૂંટણી પહેલાં 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી છે. ભાજપ તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. એમપીમાં મામાની સરકાર રીપિટ થાય એ માટે ભાજપ હાઈકમાન્ડે સાંસદોને પણ ટીકિટ આપી છે. એમપી વિધાનસભાની અસર લોકસભા પર પણ પડવાની સંભાવનાને પગલે ભાજપ કોઈ કચાશના મૂડમાં નથી. મામાના ઘરે પ્રસંગ હોય એમ ચૂંટણી પ્રચારના ઢોલ વાગી રહ્યાં છે પણ ગુજરાતના એક પણ મોટા નેતાને આમંત્રણ નથી. મોદી અને અમિત શાહના નામ સ્ટાર પ્રચારકોમાં છે પણ એ નેતાઓ એમના પદના કારણે આ યાદીમાં છે. 

ગુજરાત બહાર કોઈ વેલ્યું નથી
ગુજરાતમાં મોટા મોટા નેતાઓ મોટા ભા થઈને ફરે છે અને મસમોટી વાતો કરી રહ્યાં છે પણ આજની આ સ્ટાર પ્રચારકોની યાદીએ એ જાહેર કરી દીધું છે કે ગુજરાતના ભાજપના નેતાઓની ગુજરાત બહાર કોઈ વેલ્યું નથી. આ પહેલાં પણ ગુજરાતના નેતાઓ બંગાળ અને કર્ણાટક ગયા હતા. જ્યાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. 

હાલમાં ગુજરાતના નેતાઓને રાજસ્થાન અને એમપીમાં પણ જવાબદારી સોંપાઈ છે પણ આ નેતાઓને સ્ટાર પ્રચારકોની યાદીમાં સ્થાન મળ્યું નથી. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ નેતાઓ મધ્યપ્રદેશમાં પાર્ટીનો મોરચો સંભાળશે અને ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર કરશે.એવું નથી કે ગુજરાતના નેતાઓને જવાબદારી અપાઈ નથી. ગુજરાતમાંથી ઘણા કાર્યકરો એમપીમાં ચૂંટણી પ્રચારમાં ગયા છે પણ કોઈ કારણોસર આજે જાહેર થયેલી યાદીમાં ગુજરાત ભાજપના એક પણ નેતાનું નામ નથી. મધ્ય પ્રદેશ અને ગુજરાત એ પડોશી રાજ્યો છે. દેશના બીજા રાજ્યોના સીએમ અને નેતાઓના આ યાદીમાં નામ છે પણ ગુજરાતના નેતાઓને ટળાયા છે. એમપીના સીએમ શિવરાજસિંહ ગુજરાતની ચૂંટણીમાં સ્ટાર પ્રચારકોની યાદીમાં હોય છે. હાલમાં ગુજરાતના 2 પડોશી રાજ્યો રાજસ્થાન અને ગુજરાતમાં ચૂંટણી છે. ગુજરાતને અડીને આવેલું રાજ્ય હોવા છતાં સ્ટાર પ્રચારકોની યાદીમાં એક પણ નેતાનું નામ ન હોવાથી આજે ગુજરાત ભાજપમાં આ મામલો ચર્ચાને એરણે ચડ્યો છે. 

ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી

- પીએમ નરેન્દ્ર મોદી,

-જેપી નડ્ડા

- રાજનાથ સિંહ

- અમિત શાહ

- નીતિન ગડકરી

-શિવ પ્રકાશ

-CM શિવરાજ સિંહ ચૌહાણ

-સત્યનારાયણ જટિયા

- વિષ્ણું દત્ત શર્મા

-યોગી આદિત્યનાથ

-અર્જુન મુંડા,

-પીયુષ ગોયલ

-નરેન્દ્ર સિંહ તોમર

-સ્મૃતિ ઈરાની

- જ્યોતિરાદિત્ય સિંધિયા

-ભુપેન્દ્ર યાદવ

-અશ્વિની વૈષ્ણવ

- વીરેન્દ્રકુમાર ખટીક

- અનુરાગ ઠાકુર

-હેમંત વિશ્વ શર્મા

-કૈલાશ વિજયવર્ગીય

-કેશવ પ્રસાદ મૌર્ય

-બ્રિજેશ પાઠક

-ફગ્ગન સિંહ કુલસ્તે

-પ્રહલાદ પટેલ

-એસપી સિંહ બઘેલ

-કૃષ્ણપાલ ગુર્જર

-મનોજ તિવારી

-જયભાણસિંહ પવૈયા

-હિતાનંદ શર્મા

-નરોત્તમ મિશ્રા

-ગોપાલ ભાર્ગવ

-રાજેન્દ્ર શુક્લ

-લાલસિંહ આર્ય

-કવિતા પાટીદાર

-ઉમાશંકર ગુપ્તા

-ગણેશ સિંહ

-ગૌરી શંકર બિસેન અને

- રામલાલ રૌતેલનો સમાવેશ થાય 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news