કોના લીધે રાજકોટમાં પણ સુરતવાળી થવાની હતી તૈયારી? કોંગ્રેસના જ દિગ્ગજ નેતાએ કર્યો મોટો ધડાકો

Lok Sabha Election 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો રોમાંચ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. કુલ 26 બેઠકોમાંથી એક સુરત બેઠક તો મત પડ્યા વગર જ ભાજપના ફાળે જતી રહી. જેમાં કોંગ્રેસના જ નેતા નિલેશ કુંભાણીની 'પાછલા બારણાની રમત' કામ કરી ગઈ હોવાનું કહેવાય છે. કારણ કે આ જ કુંભાણી હવે ભાજપમાં જોડાશે તેવી પણ વાતો થઈ રહી છે.

કોના લીધે રાજકોટમાં પણ સુરતવાળી થવાની હતી તૈયારી? કોંગ્રેસના જ દિગ્ગજ નેતાએ કર્યો મોટો ધડાકો

Lok Sabha Election 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો રોમાંચ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. કુલ 26 બેઠકોમાંથી એક સુરત બેઠક તો મત પડ્યા વગર જ ભાજપના ફાળે જતી રહી. જેમાં કોંગ્રેસના જ નેતા નિલેશ કુંભાણીની 'પાછલા બારણાની રમત' કામ કરી ગઈ હોવાનું કહેવાય છે. કારણ કે આ જ કુંભાણી હવે ભાજપમાં જોડાશે તેવી પણ વાતો થઈ રહી છે. જે હોય..પણ કોંગ્રેસને તો લડ્યા વગર જ હારનો સામનો કરવાનો વારો આવ્યો. આવું જ કઈંક રાજકોટ બેઠક ઉપર પણ થતા થતા રહી ગયું. આ અમે નહીં પરંતુ કોંગ્રેસના જ એક વરિષ્ઠ નેતાએ મુદ્દો ઉપાડ્યો છે. જેમનું કહેવું છે કે સારું થયું કે સુરત જેવું રાજકોટમાં ન થયું. 

દિગ્ગજ કોંગ્રેસી નેતાએ શું કહ્યું?
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતા ડો. હેમાંગ વસાવડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરીને કહ્યું કે મે સાંભળ્યું છે કે કેટલાક નેતાઓ દ્વારા જેનું રાજકોટ બેઠક માટે નામ પ્રસ્તાવિત થયું હતું તે વિક્રમ સોરાણી ભાજપમાં જોડાવવા જઈ રહ્યા છે. મને અને મારા મિત્રોને આ વાતની જાણ કરીને સચેત કરવા બદલ આભાર. નહીં તો જે સુરતમાં થયું તેવું જ રાજકોટમાં પણ થઈ જાત. 

— Vasavada Hemang (@HemangVasavada) April 24, 2024

સેન્સ પ્રક્રિયામાં સૂચવાયું હતું નામ?
અત્રે જણાવવાનું કે રાજકોટ લોકસભા બેઠક પરથી કોળી સમાજના આગળ પડતા નેતા વિક્રમ સોરાણીને ટિકિટ આપવા માટે સેન્સ અપાઈ હતી. પરંતુ તે સમયે પાર્ટીના જ કેટલાક નેતાઓએ વિરોધ નોંધાવ્યો અને તેઓ ભાજપના નેતાઓ સાથે સંપર્કમાં હોવાની જાણ પ્રદેશ નેતૃત્વને કરી હતી.  પણ હવે જ્યારે સોરાણી ભાજપમાં જવાના છે તેવી વાતો બહાર આવી છે જો તેઓને ટિકિટ અપાઈ હોત તો સુરતવાળી ઘટના રાજકોટમાં પણ થઈ ગઈ હોત તેવું જણાય છે. 

કુંભાણી સામે થવી જોઈએ કાર્યવાહી
હેમાંગ વસાવડાએ એવું પણ કહ્યું કે આટલા કલાકો વીતવા છતાં સુરત લોકસભા ઈશ્યુ પર કોઈ તપાસ કે કાર્યવાહી થઈ નથી. કુંભાણીને ટિકિટ આપવાની ભલામણ કરવા માટે જવાબદાર તમામ નેતાઓ સામે હું કડક કાર્યવાહી થાય તેવી માંગણી કરું છું. 

— Vasavada Hemang (@HemangVasavada) April 24, 2024

પરેશ ધાનાણીના કારણે પાર ન પડ્યું?
રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના એક નિવેદનના કારણે વિવાદમાં છે. આ બેઠક પરથી તેમની ઉમેદવારી રદ કરાવવા માટે ક્ષત્રિય સમાજે ખુબ માંગણી કરી અને ન પૂરી થતા હવે આંદોલન પણ કરી રહ્યા છે. આ સમગ્ર વિવાદ બાદ કોંગ્રેસે પણ રૂપાલાને હરાવવા માટે કમર કસી અને મજબૂત ઉમેદવાર પરેશ ધાનાણીને તેમની સામે ચૂંટણી મેદાનમાં ઉતારી દીધા. એવું પણ કહેવાય છે કે કોંગ્રેસના કેટલાક નેતાઓએ તો સોરાણીને ટિકિટ મળે તે માટે ખુબ પ્રયત્ન કર્યા હતા પરંતુ ધાનાણી ચૂંટણી લડવા તૈયાર થયા તેના કારણે પણ આશાઓ પર પાણી ફરી વળ્યું. હવે આ જ સોરાણી ભાજપ ભેગા થાય તેવી વાતો થઈ રહી છે. 

સુરત સીટ મામલે શું છે લેટેસ્ટ અપડેટ?
સુરત સીટ મામલે સુરત જિલ્લા ચૂંટણી અધિકારીએ સમગ્ર ઘટનાનો અહેવાલ ગાંધીનગર મોકલ્યો છે. જો નીલેશ કુંભાણી દોષિત ઠરશે તો સજા થશે. રજા્યના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીએ સુરત જિલ્લા ચૂંટણી અધિકારી પાસે ખોટી સહીઓ અંગેનો વિસ્તૃત અહેવાલ માંગ્યો હતો. હવે આ ગંભીર મામલે કેન્દ્રીય ચૂંટણી પંચનું પણ માર્ગદર્શન મંગાયું છે. કોંગ્રેસે જેને ટિકિટ આપી હતી તે નિલેશ કુંભાણીનું ફોર્મ ટેકેદારોની સહીઓના મુદ્દે રદ થયું. નિલેશ કુંભાણીના ફોર્મમાં જે ટેકેદારોની સહીઓ હતી તેમનું કહેવું એવું હતું કે ફોર્મમાં સહીઓ તેમણે કરી જ નથી. એટલું જ નહીં તેમણે આ અંગે સોગંદનામું પણ રજૂ કર્યું. આ પરિસ્થિતિમાં ફોર્મ જ રદ થઈ ગયું. એટલું જ નહીં તેઓ જ્યારે ફોર્મ ભરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરીએ ગયા તો ટેકેદારો હતાં જ નહીં. તેમણે એકલા હાથે બધુ સબમિટ કર્યું. આથી આ મુદ્દે આવી સ્થિતિમાં ઉમેદવાર સામે 418 અને 565 પ્રમાણે કેસ થઈ શકે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news