લોકસભા 2024: ગુજરાતમાં મોટી જીત માટે BJPનું માઇક્રો મેનેજમેન્ટ, ચાલી રહી છે વિપક્ષની ડિપોઝિટ ડૂલ કરવા તૈયારી!

ગુજરાતની 26 લોકસભા બેઠકો પર 5 લાખથી વધુની જીત મેળવવા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે પેજ સમિતિ સહિત સોશ્યલ મીડિયા થકી મતદારો સુધી પહોંચવાનું માઇક્રો પ્લાનિંગ ઘડ્યું છે. 

લોકસભા 2024: ગુજરાતમાં મોટી જીત માટે BJPનું માઇક્રો મેનેજમેન્ટ, ચાલી રહી છે વિપક્ષની ડિપોઝિટ ડૂલ કરવા તૈયારી!

ઝી ન્યૂઝ/નવસારી: લોકસભા 2024 ની ચુંટણીમાં ગુજરાતની 26 બેઠકો જંગી બહુમતીથી જીતવા ભાજપે કમર કસી છે. જેના માટે બુથ ઉપર કેટલા મતો છે અને કઈ જ્ઞાતિના છે, ત્યાં સુધીનું માઇક્રો પ્લાનિંગ ભાજપ પ્રદેશ પ્રમુખે કરીને બુથ મજબૂત કરવા સાથે પેજ સમિતિમાં રહેલી ત્રુટીઓને સુધારી કાર્યકર્તાઓને પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશન થકી માર્ગદર્શન આપ્યું હતુ.

ગુજરાતમાં 156 બેઠકો કબ્જે કર્યા બાદ ભાજપ હવે કેન્દ્રમાં ફરી બહુમતી સાથે સરકાર બનાવવાના પ્લાનિંગમાં છે. જેમાં ગુજરાતની 26 લોકસભા બેઠકો પર 5 લાખથી વધુની જીત મેળવવા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે પેજ સમિતિ સહિત સોશ્યલ મીડિયા થકી મતદારો સુધી પહોંચવાનું માઇક્રો પ્લાનિંગ ઘડ્યું છે. 

આજે નવસારીમાં સાંસદ અને ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે નવસારીમાં જિલ્લાના 1200 થી વધુ બુથના કાર્યકર્તાઓ સાથે બુથ સશક્તિકરણ બેઠક કરી હતી. ખાસ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન સાથે ભાજપની અત્યાર સુધીની સફર સાથે જ કોંગ્રેસ અને ભાજપના પ્રધાનમંત્રીઓની કાર્યપ્રણાલી સાથે કાર્યકર્તાઓને માર્ગદર્શિત કર્યા હતા. જેમાં સાંસદ સી. આર. પાટીલની ઓફિસની વિશેષતા સાથે મોબાઈલ એપ્લિકેશન અને એના થકી બુથ કેવી રીતે કેપચર કરવાનું એની વિસ્તૃત સમજ આપી હતી. ખાસ મોબાઈલ એપ્લિકેશનમાં વિધાનસભા, તેમાં આવેલા બુથ સાથે બુથમાં કઈ જ્ઞાતિના કેટલા લોકો છે, કેટલા પેજ સમિતિના સભ્યો છે, ક્યા વિસ્તારમાં પેજ સમિતિ કાર્યરત નથી.

ગત ચૂંટણીમાં ભાજપ અને તેના પ્રતિસ્પર્ધી પક્ષોને કેટલા મતો મળ્યા, કોણ ભાજપી કાર્યકર્તા છે જેવી ઝીણામાં ઝીણી માહિતી કાર્યકર્તાઓ અને આગેવાનો સુધી પહોંચાડવામાં આવી છે. જેની સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારની 180 યોજનાઓ તેમજ કોણે કઈ યોજનાનો લાભ લીધો છે જેવી માહિતી પણ મોબાઈલ એપમાં સ્ટોર કરવામાં આવી છે. 

જેથી બુથના મતદારો અને તેમને ભાજપ તરફે કઈ રીતે વાળવા એની સંપૂર્ણ માહિતી સાથેનું માર્ગદર્શન પ્રદેશ પ્રમુખે આપ્યુ હતું. સાંસદ સી. આર. પાટીલે ગણદેવી અને જલાલપોર વિધાનસભાના બુથોની કેવી સ્થિતિ છે એનું લાઈવ ડેમોસ્ટ્રેશન પણ આપ્યુ હતુ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news