‘ટિકટોક વાપરવાથી દીકરીઓની સગાઈ તૂટે છે’ તેવુ કહીને ઠાકોર સમાજે મૂક્યો ટિકટોક પર પ્રતિબંધ

લાખણી તાલુકાના ઠાકોર સમાજના અને ઠાકોર સેનાના આગેવાનોએ મીટિંગ યોજીને સમાજના યુવાનો અને યુવતીઓને ટિકટોક વાપરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અગાઉ લાખણીના ઠાકોર સમાજે યુવતીઓને મેળામાં જવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો, તો હવે ટિકટોક ઉપર પ્રતિબંધ મૂકાયો છે. સમાજ દ્વારા બનાવાયેલા આ નવા નિયમ વિશે એ કારણ જણાવવામાં આવ્યું છે કે, ટિકટોક વાપરવાથી સમાજની દીકરીઓની સગાઈ તૂટી જાય છે અને દીકરીઓ બદનામ થાય છે. માટે સામુહિક રીતે સમાજના વિકાસ માટે ટીકટોક ઉપર પ્રતિબંધ મુકવાનો સામુહિક નિર્ણય કરાયો છે.
‘ટિકટોક વાપરવાથી દીકરીઓની સગાઈ તૂટે છે’ તેવુ કહીને ઠાકોર સમાજે મૂક્યો ટિકટોક પર પ્રતિબંધ

અલ્કેશ રાવ/બનાસકાંઠા :લાખણી તાલુકાના ઠાકોર સમાજના અને ઠાકોર સેનાના આગેવાનોએ મીટિંગ યોજીને સમાજના યુવાનો અને યુવતીઓને ટિકટોક વાપરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અગાઉ લાખણીના ઠાકોર સમાજે યુવતીઓને મેળામાં જવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો, તો હવે ટિકટોક ઉપર પ્રતિબંધ મૂકાયો છે. સમાજ દ્વારા બનાવાયેલા આ નવા નિયમ વિશે એ કારણ જણાવવામાં આવ્યું છે કે, ટિકટોક વાપરવાથી સમાજની દીકરીઓની સગાઈ તૂટી જાય છે અને દીકરીઓ બદનામ થાય છે. માટે સામુહિક રીતે સમાજના વિકાસ માટે ટીકટોક ઉપર પ્રતિબંધ મુકવાનો સામુહિક નિર્ણય કરાયો છે.

24 કલાકની અંદર કચ્છ પોલીસે સપાટો બોલાવ્યો, મદીરા સ્નાન કરનારા તમામ આરોપીઓને પકડ્યા   

જોકે આ બાબતે ઠાકોર સમાજના લોકોને કહેવું છે કે, અમે આ માટે 25 લોકોનું ગ્રુપ બનાવ્યું છે અને તેનો કડક અમલ થાય તે કામ કરીશું અને આ પ્રતિબંધ અન્ય તાલુકાઓમાં અને જિલ્લામાં પણ થાય તે માટે ઠાકોર સમાજને સમજાવી છું અને ઠાકોર સેના પણ આમાં જોડાશે. સમાજ શિક્ષિત બને તે દિશામાં કામ કરીશું. તેમજ ટિકટોક અને મેળામાં ન જવાનો પ્રતિબંધ ચાલુ રાખી છું. ટિકટોક બાબતે ટિકટોક અને સરકાર સામે પણ કાર્યવાહી કરીશું. જો સમાજના લોકો ટિકટોકનો ઉપયોગ કરશે તો તેમની સામે સામાજિક રીતે શિક્ષાત્મક અને દંડકીય કાર્યવાહી કરીશું.

ત્યારે હવે લાખાણી તાલુકાના એક પણ યુવક કે યુવતી આ નિયમ બાદ ટિકટોક વીડિયો બનાવી શકશે નહિ. આ નિયમ મામલે ઠાકોર સમાજના એક આગેવાનો કહ્યું કે, જે લોકો ઠાકોર સમાજની દીકરીનો જતો કે આવતો વીડિયો લેશે તો પણ કાર્યવાહી કરીશું. અમારા દ્વારા ટીમ બનાવાઈ છે. જો કોઈ કરતા દેખાશે તો હવે પછી ભવિષ્યમાં ચેતવણી આપીશું. સરકાર સામે કે જેઓ પણ ટિકટોક બનાવે છે તેની સામે લડીશું. સમાજમાં ટિકટોકને કારણે અનેક બનાવો બની રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news