દેશનો દુશ્મન નીકળ્યો આ ગુજરાતી : પાકિસ્તાનને મોકલતો ભારતની માહિતી, એક મેસેજના બદલામાં લેતો 25 હજાર

Gujarat ATS : ગુજરાત એટીએસે ભુજમાંથી એક શખ્સની કરી ધરપકડ કરી છે. આરોપી નિલેશ બડિયા પર ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલતો હોવાનો આરોપ છે. આરોપી આગાઉ બીએસએફમાં કરી ચૂક્યો છે પટાવાળાનું કામ 

દેશનો દુશ્મન નીકળ્યો આ ગુજરાતી : પાકિસ્તાનને મોકલતો ભારતની માહિતી, એક મેસેજના બદલામાં લેતો 25 હજાર

મૌલિક ધામેચા/ Kutch News : ભુજ BSFની ગુપ્ત માહિતી પાકિસ્તાની હેન્ડલર સુધી પહોંચાડનાર એક આરોપીની ગુજરાત ATSએ ધરપકડ કરી છે. આરોપી નિલેશ રૂપિયાના બદલામાં આ સંવેદનશીલ માહિતી પોહચાડતો હોવાથી ભૂજમાંથી તેને પકડી પાડવામાં આવ્યો. સસ્તા ટૂર પેકેજ મેળવવાની લાલચે હનીટ્રેપમાં ફસાવી પાકિસ્તાની એજન્ટે નિલેશ પાસેથી અલગ અલગ માહિતીના ફોટો વોટ્સએપ મારફતે મંગાવવામાં આવતા.

ભુજ BSF હેડ ક્વાર્ટરની CPWD ઇલેક્ટ્રીક વિભાગમાં ફરજ બજાવતા પટાવાળા ની ગુજરાત ATS એ ધરપકડ કરી. ફોટોમાં જોવા મળતા આરોપી નિલેશ બળીયાની ગુજરાત ATS એ ધરપકડ કરી પૂછપરછ કરતા હકીકત સામે આવી કે, યુવક પાકિસ્તાનની એજન્સી આઈએસઆઈની મહિલા એજન્ટ સાથે સંપર્કમાં હતો. અને વોટ્સએપ મારફતે BSFની ગુપ્ત માહિતી મહિલા હેન્ડલરને મોકલી રહ્યો હતો.

મહત્વનું છે કે નિલેશને આ માહિતી મોકલવાનાં કામના બદલામાં અલગ અલગ સમયે બેન્ક એકાઉન્ટ માંથી 28,000 જેટલા રૂપિયા મળ્યા હતા. પેટીએમ મારફતે આવેલા આ રૂપિયા અંગે ATS એ હવે તપાસ શરૂ કરી છે.ત્યારે પાકિસ્તાની હેન્ડલર અદિતિ તિવારીના નામે નિલેશ સાથે સંપર્ક ધરાવતી એજન્ટ કોણ છે. અને તે અન્ય કોના કોના સંપર્કમાં છે.તે દિશામાં પણ ATS એ  તપાસ શરૂ કરી છે.

આરોપી નિલેશ બળીયા છેલ્લા પાંચ વર્ષથી કોન્ટ્રાક્ટ બેઝ પર BSF ભુજમાં પટાવાળા તરીકે નોકરી કરતો. અનેં તે કામ દરમ્યાન BSFના કેટલાક લેટર્સના ફોટો પાડીને પણ વોટ્સએપ મારફતે પાકિસ્તાની એજન્ટ અદિતિને મોકલ્યા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ જાન્યુઆરી 2023 થી અદિતિ નામની મહિલા એજન્ટના સંપર્કમાં આવેલા નિલેશે કબુલાત કરી છે. એટલુંજ નહિ નિલેશને ટુરનુ પેકેજ સસ્તા ભાવે આપવાની લાલચે શરૂ થયેલી વાતચીતમાં તે પ્રેમમાં પડ્યો અને પછી રૂપિયા મળતા માહિતી મોકલી હતી.

ત્યારબાદ શકમંદ નિલેશ બળીયાના ફોનની FSL મારફતે ટેકનિકલ એનાલીસીસ કરતા તેમાંથી સદર પાકિસ્તાન મહીલા એજન્ટ સાથેની વોટ્સએપ ચેટ તેમજ કોલ તથા મોકલેલ સંવેદનશીલ અને ગુપ્ત માહિતીના પુરાવા મળી આવ્યા હતા. તથા માહિતીના બદલામાં મેળવેલ પૈસાની વિગત તેના બેન્ક એકાઉન્ટના સ્ટેટમેન્ટમાં મળી આવી હતી. 

 નિલેશને આઠ વખત મોકલવામાં આવેલા રૂપિયા દેશના જ અલગ અલગ બેંકો માંથી ઓપરેટ થતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.આરોપી નિલેશ બળીયાની ધરપકડ કરી તપાસ કરતા ATS હવે પાકિસ્તાની જાસૂસી એજન્સી આઈએસઆઈના સ્લીપર સેલ સુધી પણ પહોંચે તેવી શક્યતાઓ છે. કારણ કે પેટીએમ વોલેટ મારફતે ઉપયોગમાં લેવાતા બેંક એકાઉન્ટ ભારતની જ બેંકોના હોવાનું સામે આવ્યું છે.અને હવે તે એકાઉન્ટ કોણ અને ક્યાંથી ઉપયોગ કરી રહ્યું છે તેની તપાસ બાદ ઘણા નવા ખુલાસા થઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news