ક્ષત્રિય સમાજે શરૂ કર્યું આંદોલન પાર્ટ-2, જાણો ધર્મરથની ભાજપને કેટલી થશે અસર?

Kshatriya Andolan Part 2: નારી શક્તિનું સન્માન અને પોતાની અસ્મિતા સાથે જોડાયેલા મુદ્દા પર ક્ષત્રિયોનો વિરોધ ચાલુ છે. ક્ષત્રિયોએ બનાસકાંઠા અને મોરબીથી ભાજપ વિરુદ્ધ મતદાન માટે ધર્મરથ નીકળ્યા છે. પરંતુ સુરતમાં ક્ષત્રિયોએ ભાજપનું સમર્થન કર્યું.

ક્ષત્રિય સમાજે શરૂ કર્યું આંદોલન પાર્ટ-2, જાણો ધર્મરથની ભાજપને કેટલી થશે અસર?

Loksabha Election 2024: ક્ષત્રિય સમાજે ભાજપ વિરુદ્ધ પોતાનું આંદોલન પાર્ટ ટુ શરૂ કરી દીધું છે, દેવસ્થાનોથી નીકળનારા તેમના ધર્મ રથ નીકળી પડ્યા છે. આ રથ વિવિધ વિસ્તારોમાં ફરી ભાજપ વિરુદ્ધ મતદાન માટે અપીલ કરશે. ક્ષત્રિયોએ આરપારની લડાઈ શરૂ કરી દીધી છે, ત્યારે આ ધર્મરથ ભાજપને કેટલું પહોંચાડી શકશે નુકસાન?

નારી શક્તિનું સન્માન અને પોતાની અસ્મિતા સાથે જોડાયેલા મુદ્દા પર ક્ષત્રિયોનો વિરોધ ચાલુ છે. ક્ષત્રિયોએ બનાસકાંઠા અને મોરબીથી ભાજપ વિરુદ્ધ મતદાન માટે ધર્મરથ નીકળ્યા છે. પરંતુ સુરતમાં ક્ષત્રિયોએ ભાજપનું સમર્થન કર્યું. દક્ષિણ ગુજરાતના 108 ક્ષત્રિય સમાજે પ્રદેશ ભાજપ પ્રમુખની હાજરીમાં રૂપાલાનો વિરોધ કર્યો પરંતુ ભાજપનું સમર્થન કર્યું. પ્રદેશ ભાજપ પ્રમુખની હાજરીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સમાજે ભાજપનું સમર્થન કર્યું છે. સી.આર.પાટીલે પણ આ સમર્થનનું આવકાર્યું અને કબૂલાત પણ કરી કે રૂપાલાના નિવેદનને કારણે ક્ષત્રિયોમાં રોષ છે. જો કે ફરી એકવાર પાટીલે ક્ષત્રિયો માફી આપે તેવી અપીલ કરી. 

  • ક્ષત્રિયોના ધર્મરથથી ભાજપને થશે નુકસાન?
  • ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ ભાજપને કરી શકશે અસર?
  • રાજકોટથી રૂપાલાને હરાવી શકશે ક્ષત્રિયો?
  • દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું ભાજપને સમર્થન
  • ક્ષત્રિયોના સમર્થનમાં અન્ય સમાજ આવશે?
  • દાંતાના રાજવીનું નિવેદન કેમ ચર્ચામાં?

વડોદરામાં બોટકાંડની તપાસમાં ઢીલાસ રખાતા હાઈકોર્ટ લાલઘૂમ, સરકાર અને VMCનો ઉધડો લીધો

અંબાજીથી નીકળેલો ક્ષત્રિયોનો ધર્મરથ જિલ્લાના વિવિધ ગામોમાં ફરીને પાલનપુરમાં સમાપન કરશે. તો મોરબીમાં શક્તિ માતાજીના ધામ શાનાળાથી નીકળેલો ધર્મરથ સૌથી ખાસ છે, કારણ કે મોરબી રાજકોટ લોકસભામાં આવે છે. ત્યારે ક્ષત્રિયો દાવા છે કે અમે રાજકોટથી રૂપાલાને હરાવીને જ રહીશું. ક્ષત્રિયોએ જે તમામ સમાજને સાથે જોડવાના દાવા કર્યા છે તેમાં ક્યાંક સફળતા પણ જોવા મળી. મોરબીમાં મુસ્લિમ સમાજ અને પાટીદાર સમાજના અગ્રણીઓ ક્ષત્રિયોને સમર્થન કરતાં જોવા મળ્યા. 

એક તરફ ક્ષત્રિયો ધર્મરથના માધ્યમથી ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે ખુલ્લીને પડકાર ફેંકી રહ્યા છે. પરંતુ અંબાજીથી ધર્મરથ શરૂ થયો ત્યારે દાંતાના રાજવી રિદ્ધીરાજસિંહ પરમારે ક્ષત્રિય સમાજથી અલગ પોતાનો મત રાખ્યો. તેમણે સ્પષ્ટ કહ્યું કે, કોણે કોને મત આપવા તે પોતાનો અધિકાર છે. ક્ષત્રિયોના વિરોધ વચ્ચે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સમાજે ભાજપનું સમર્થન કર્યું છે. તો દાંતાના રાજવી પહેલાથી જ રૂપાલાને માફ કરી દેવાના મતના હતા.. ત્યારે જોવાનું રહેશે કે ધર્મરથના માધ્યમથી ક્ષત્રિયો ભાજપનું કેટલું નુકસાન કરી શકે છે?
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news