'ગબ્બર ઈઝ બેક' ફિલ્મની જેમ લાંચિયાઓને પાઠ ભણાવવાનો કરણી સેનાનો દાવો! આમાં રાજનીતિ થશે કે જનસેવા?

રાજયની સતાધારી પક્ષનાં ધારાસભ્ય તથા સંસદસભ્ય દ્વારા પોલીસ પર રૂપિયા મંગાવાયાના આક્ષેપ સાથે ગૃહમંત્રીને લખેલા લેટરને પગલે રાજકોટ સહિત રાજયભરમાં ચક્ચાર મચી જવા પામી છે. રાજકોટ શહેર પોલીસ સામે રોજબરોજ આક્ષેપ સાથે ઘટનાઓ સામે આવી રહી છે.

'ગબ્બર ઈઝ બેક' ફિલ્મની જેમ લાંચિયાઓને પાઠ ભણાવવાનો કરણી સેનાનો દાવો! આમાં રાજનીતિ થશે કે જનસેવા?

ઝી ન્યૂઝ/અમદાવાદ: રાજ્યભરમાં અવાર નવાર લાંચિયા અધિકારીઓના કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે, ત્યારે કરણી સેના દ્વારા એક મહત્વપૂર્ણ ઝુંબેશ ચલાવવાની જાહેરાત કરી છે. કરણી સેના લાંચિયા અધિકારીઓ સામે ગુજરાત ભરમાં ઝુંબેશ ચલાવાશે અને કોઈ કેસમાં જરૂર પડશે એસીબી તથા સીબીઆઈનો સહારો લેવાશે.

રાજયની સતાધારી પક્ષનાં ધારાસભ્ય તથા સંસદસભ્ય દ્વારા પોલીસ પર રૂપિયા મંગાવાયાના આક્ષેપ સાથે ગૃહમંત્રીને લખેલા લેટરને પગલે રાજકોટ સહિત રાજયભરમાં ચક્ચાર મચી જવા પામી છે. રાજકોટ શહેર પોલીસ સામે રોજબરોજ આક્ષેપ સાથે ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત કરવાની સરકારની નેમ સાથે જાગૃત અને લોક પ્રશ્નોને વાચા આપવા ગુજરાતનાં તમામ જિલ્લામાં કાર્યરત સંગઠન રાજપુત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ જે.પી. જાડેજા એ લાંચિયા અધીકારીઓ અને કર્મચારીઓ સામે ગુજરાતભરમાં ઝુંબેશ ચલાવવાની જાહેરાત કરી છે.

આવા અધિકારીઓએ સાનમાં સમજી જવા અને અરજદારોને હેરાન પરેશાન ન કરવા ચીમકી ઉચ્ચારી છે. તેમજ લાંચિયા અધિકારીઓનો ભોગ બનેલા અરજદારોને જે.પી. જાડેજાનો મો. નં. પર સંપર્ક કરવા અને કાયદાકીય લડતની ખાત્રી આપી છે. તેમજ રાજકોટ પોલીસ તોડકાંડ પ્રકરણમાં જરૂર પડે તો સીબીઆઈને પણ આધાર પુરાવા સાથે ફરિયાદ કરી લાંચિયા અધિકારીઓને પાઠ ભણાવવા રાજપુત કરણી સેના પાછીપાની નહી કરે તેવુ અંતમાં જણાવ્યુ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news