ગુજરાત પ્રવાસે આવેલા જે.પી.નડ્ડાનો કોંગ્રેસને પડકાર, કહ્યુ- ભાજપનો સામનો કરવો હોય તો 50-60 વર્ષ તપસ્યા કરવી પડે

JP Nadda in Gujarat : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજથી ગુજરાત પ્રવાસે છે. અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થયું જ્યાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી અને રાજ્ય સરકારના તમામ મંત્રીઓ રાષ્ટ્રીય અધ્યક્ષનું સ્વાગત કર્યું

ગુજરાત પ્રવાસે આવેલા જે.પી.નડ્ડાનો કોંગ્રેસને પડકાર, કહ્યુ- ભાજપનો સામનો કરવો હોય તો 50-60 વર્ષ તપસ્યા કરવી પડે
  • ગુજરાત પ્રવાસે આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ એરપોર્ટ પર સંબોધી સભા
  • સભામાં હાજર રહેલા કાર્યકરોના જુસ્સાના નડ્ડાએ કર્યા વખાણ...

ઝી મીડિયા/બ્યૂરો :ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજથી ગુજરાત પ્રવાસે છે. અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થયું જ્યાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી અને રાજ્ય સરકારના તમામ મંત્રીઓ રાષ્ટ્રીય અધ્યક્ષનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર નડ્ડાએ સભાને સંબોધન કર્યું હતું. તેમણે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યુ હતું.

તેમણે કાર્યકર્તાઓને કહ્યુ હતું, સવારમાં વહેલી સવારે અહી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આવ્યા, તેવુ બીજા કોઈ પક્ષમાં સંભવ નથી. કોઈએ અમારી પાર્ટી સાથે મુકાબલો કરવો હોય તો 50-60 વર્ષની તપસ્યા લાગશે. આ ઉર્જા, વિચાર, તાકાત ચાર-ચાર પેઢીઓ વીતી ગઈ, જેઓએ પોતાની જાતને ક્યારેય યશમાં ન જોયું. વિચારને સાથે લઈને ચાલ્યા. આ વિચારને યશસ્વી બનાવતા પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપ દુનિયામાં પોતાની છાપ બનાવી રહી છે. હવે દુનિયા પણ તેને કબૂલ કરી રહી છે. જ્યા જઉ છુ ત્યા ગૌરવથી માથુ ઉંચુ થાય છે. 1951-52 થી જોઈ લો, જે વિચારધારાથી ચાલ્યા હતા તેને જ લઈને આગળ વધી રહ્યાં છે. કરોડો કાર્યકર્તા આ વિચારધારાને આગળ વધારી રહ્યાં છે. 

તેમણે કહ્યુ કે, નરેન્દ્રભાઈએ વિકાસનું મોડલ દેશ અને ગુજરાતમાં સ્થાપિત કર્યુ છે. તેને આગળ વધારીને દેશને આગળ લઈ જવાનુ છે. ભગવાનનો આશીર્વાદ છે કે આપણને bjp માં કામ કરવનો મોકો મળ્યો છે. વિચારો સાથે ક્યારેય સમજોતા કર્યા વગર આગળ વધી રહ્યાં છીએ.

જેપી નડ્ડાનો આજનો પ્રવાસ
સભા સંબોધન બાદ જે.પી.નડ્ડા ગાંધી આશ્રમની મુલાકાત લેશે અને ત્યાંથી પ્રદેશ કાર્યાલય કમલમ પહોંચશે. જ્યાં તેઓ ચૂંટાયેલા હોદ્દેદારો સાથે બેઠક કરશે. આ બેઠકમાં મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ પણ ઉપસ્થિત રહેશે. આ સાથે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા પણ બેઠકમાં હાજર રહેશે. બેઠક પછી જેપી નડ્ડા પ્રેસ કોન્ફરન્સ કરશે. અને ત્યારપછી અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર કાર્યકરોના સંમેલનને સંબોધિત કરશે. ત્યારબાદ તેઓ વડોદરા જવા માટે રવાના થશે અને વડોદરા પછી સાંજે ગાંધીનગર પરત ફરશે. આ બાદ મુખ્યમંત્રી નિવાસસ્થાને અલગ અલગ બેઠકોમાં હાજરી આપશે. પ્રવાસ પૂર્ણ કર્યા બાદ 30 એપ્રિલે સવારે દિલ્હી જવા માટે રવાના થશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news