બોલિવૂડના કલાકારો સાથે આ સ્ટાર કપલ જામનગરમાં ઉજવશે નવું વર્ષ, રાધિકા મર્ચન્ટ માટે સ્પેશ્યલ ગિફ્ટ

જામનગર એરપોર્ટ પર મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકાની સાથે બોલીવુડ સ્ટાર જાનવી કપૂર અને બોની કપૂર પણ ઉપસ્થિત રહ્યા છે. સગાઈ થયા બાદ નવી જોડી પ્રથમ વખત રિલાયન્સ ટાઉનશીપ પહોંચી છે.

બોલિવૂડના કલાકારો સાથે આ સ્ટાર કપલ જામનગરમાં ઉજવશે નવું વર્ષ, રાધિકા મર્ચન્ટ માટે સ્પેશ્યલ ગિફ્ટ

મુસ્તાક દલ/જામનગર: બિઝનેસ ટાયકૂન મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની સગાઈ થઈ ગઈ છે અને ખૂબ જલ્દી બંને લગ્ન બંધનમાં બંધાશે. ત્યારે સગાઈના બંધનમાં બંધાયા પછી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ જામનગર પહોંચ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. જ્યાં જામનગર એરપોર્ટ ખાતે બંનેનું ભવ્ય સ્વાગત કરાયું છે.

જામનગર એરપોર્ટ પર મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકાની સાથે બોલીવુડ સ્ટાર જાનવી કપૂર અને બોની કપૂર પણ ઉપસ્થિત રહ્યા છે. સગાઈ થયા બાદ નવી જોડી પ્રથમ વખત રિલાયન્સ ટાઉનશીપ પહોંચી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના આગમનને લઈને રિલાયન્સ ટાઉનશિપને દુલ્હનની જેમ શણગારાયું છે. હવે જામનગરમાં રિલાયન્સ ટાઉનશીપ ખાતે નવા વર્ષની ભવ્ય ઉજવણી કરાશે.  

No description available.

આ પણ વાંચો:

No description available.

મહત્વનું છે કે, અંબાણી પરિવારમાં હાલ ઉજવણીનો માહોલ ચાલી રહ્યો છે. થોડા દિવસ પહેલા જ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી પોતાના જોડિયા બાળકો સાથે ભારત આવી છે અને અંબાણી પરિવારે ઈશા અને તેના બાળકોના સ્વાગત માટે જોરદાર તૈયારીઓ કરી હતી. બિઝનેસ ટાયકૂન મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની સગાઈ થઈ ગઈ છે અને ખૂબ જલ્દી બંને લગ્ન બંધનમાં બાંધવવા જઈ રહ્યા છે. જણાવી દઈએ કે તેમની સગાઈ વિધિ શ્રીનાથજી મંદિરમાં થઈ હતી.

No description available.

જો કે અનંત અને રાધિકાના લગ્ન ક્યારે થશે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. અનંત અને રાધિકા લાંબા સમયથી એકબીજાને ઓળખે છે અને રાધિકા અંબાણી પરિવારના દરેક ફેમિલી ફંક્શનમાં જોવા મળતી હતી. હવે બહુ જલ્દી તે અંબાણી પરિવારની નાની વહુ બનશે.

આ પણ વાંચો:

No description available.

કોણ છે રાધિકા મર્ચન્ટ?
તમને જણાવી દઈએ કે રાધિકા વિરેન મર્ચન્ટની પુત્રી છે. વિરેન મર્ચન્ટ એક હેલ્થકેર ફર્મના CEO છે અને રાધિકાએ પોલિટીક્સઅને ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. આ સાથે જ 2017 માં તે  ઇસ્પ્રાવા ટીમમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે જોડાયો. રાધિકા અને અનંત એકબીજાને બાળપણથી ઓળખે છે અને વર્ષ 2018માં બંને એક સાથે ફોટો પણ વાયરલ થયો હતો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news